For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બળાત્કારની ઘટનામાં મુંબઇ-દિલ્હી ટોચ પર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ઑગસ્ટઃ મુંબઇમાં એક ફોટો જર્નલિસ્ટ પર સામુહિક બળાત્કાર કરનારા પાંચ આરોપીઓને પોલીસે પકડી લીધા છે. આ મામલાના આરોપીઓને આટલી ઝડપથી પકડી લેવામાં આવ્યા, કારણ કે મીડિયાનું દબાણ વધ્યું. આવું જ કંઇક દિલ્હી ગેંગરેપ સમયે પણ થયું હતું, પરંતુ તમામ એવા રેપ કેસ છે, જેના મુખ્ય આરોપી આઝાદ ઘૂમી રહ્યાં છે. વાત જો બળાત્કારના કેસની કરવામાં આવે તો તેમાં મુંબઇ અને દિલ્હી ટોચ પર છે.

નેશનલ ક્રાઇ રેકોર્ડ અનુસાર મુંબઇમાં છેલ્લા ત્રણ વર્ષમાં 647 બળાત્કાર અને 1877 યૌન શોષણની ઘટનાઓ થઇ. જેમાં 2012માં જ 1781 ઘટનાઓ થઇ, જેમાં 234 બળાત્કાર હતા. 2011ની વાત કરીએ તો એક વર્ષમાં 221 બળાત્કાર અને 553 શોષણના કેસ દાખલ થયા, જ્યારે 201માં 194 બળાત્કાર અને 475 શોષણના કેસ નોંઘાય હતા.

rape
આ આંકડાઓ સ્પષ્ટપણે કહીં રહ્યાં છે કે, મુંબઇમાં દર વર્ષે બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. આ મામલે દિલ્હીની વાત કરવામાં આવે તો 2012માં અહીં 585 બળાત્કાર થયેલા, જ્યારે ચેન્નાઇમાં 94, બેંગ્લોરમાં 90, અમદાવારમાં 63 અને હૈદરાબાદમાં 74. 2011માં દિલ્હીમાં 435 બળાત્કાર થયા હતા. જ્યારે ચેન્નાઇમાં 76, કોલકતામાં 46, હૈદરાબાદમાં 59, અમદાવાદમાં 60 અને ભોપાલમાં 100 બળાત્કાર થયા હતા.

મુંબઇ બળાત્કાર તરફ જોઇએ તો પાંચ આરોપીઓ, પાંચ શેખ, વિજય મોહન જાધવ, સિરાજ રહેમાન ખાન, કાસિમ શેખ અને સલીમ અન્સારીએ પોલીસની ધરપકડ કરી છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X