મુંબઈ: કંપની ગોદામમાં લાગી આગ, ફાયરબ્રિગેડ ની 8 ગાડીઓ પહોંચી

Posted By:
Subscribe to Oneindia News

દેશની ઔદ્યોગિક રાજધાની મુંબઈમાં એક કંપની ગોદામ માં ભયાનક આગ લાગી ગયી છે. આગની સૂચના મળતા જ ફાયરબ્રિગેડ ની 8 ગાડીઓ અને 6 વોટર ટેન્કર જગ્યા પર પહોંચી ગયા. આગ ઓલવવાની કોશિશ ચાલી રહી છે. આગ ખુબ જ ઝડપથી આગળ વધી રહી હોવાને કારણે તેના પર કાબુ મેળવવો ખુબ જ મુશ્કિલ બની રહ્યો છે. હાલ રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે. હજુ સુધી આ ઘટનામાં કોઈના ઘાયલ થવાની માહિતી આવી નથી.

મુંબઈના કાલાચોકી વિસ્તાર ની ઘટના

મુંબઈના કાલાચોકી વિસ્તાર ની ઘટના

આખો મામલો મુંબઈના કાલાચોકી વિસ્તારનો છે. અહીં ઇસ્ટલ મેટલ કંપની ગોદામમાં ભયાનક આગ લાગી ગયી છે. આગ એટલી ભયાનક છે કે તમે તસવીરો ઘ્વારા તેનો અંદાઝો લગાવી શકો છો. આગ લગતા જ આસપાસના વિસ્તારોમાં કાળા ધુમાડાના ગોટા ફેલાઈ ગયા હતા.

ઇસ્ટલ મેટલ કંપની ગોદામ માં ભયાનક આગ

ઇસ્ટલ મેટલ કંપની ગોદામ માં ભયાનક આગ

આગની ભયાનકતા જોઈને તેની જાણકારી તરત જ ફાયરબ્રિગેડ ને આપવામાં આવી હતી. જગ્યા પર તરત જ ફાયરબ્રિગેડ ની 8 ગાડીઓ અને 6 વોટર ટેન્કર પહોંચી ગયા. તેમને તરત જ રાહત અને બચાવનું કામ ચાલુ કરી દીધું.

આગના કારણ નો ખુલાસો થયો નથી

આગના કારણ નો ખુલાસો થયો નથી

આટલી ભયાનક આગ કઈ રીતે લાગી તેના વિશે હજુ સુધી કોઈ જ માહિતી મળી નથી. અત્યાર સુધીની જાણકારી મુજબ આ આગમાં કોઈને પણ નુકશાન થયાની માહિતી આવી નથી. આ આગને કારણે કંપનીને કેટલું નુકશાન થયું છે તેના વિશે પણ કોઈ માહિતી મળી નથી.

English summary
Mumbai fire is at godown in kalachowki eight fire tenders and six water tankers reached

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.