For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાણી પરિવારને કોલ કરી ધમકી આપનારને મુંબઇ પોલીસે કર્યો ગિરફ્તાર

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને એક વ્યક્તિએ ધમકીભર્યો ફોન કર્યો હતો. આ ધમકીભર્યા કોલ બાદ મુંબઈ પોલીસે બિહારના દરભંગાના વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરીને મુંબઈ પોલીસની ટીમ મુંબઈ પરત ફરી રહી છે. મુંબઈ પોલીસ

|
Google Oneindia Gujarati News

દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને એક વ્યક્તિએ ધમકીભર્યો ફોન કર્યો હતો. આ ધમકીભર્યા કોલ બાદ મુંબઈ પોલીસે બિહારના દરભંગાના વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરીને મુંબઈ પોલીસની ટીમ મુંબઈ પરત ફરી રહી છે. મુંબઈ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરશે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ. DCP ઝોન 2 નીલોત્પલે કહ્યું કે અમે અંબાણી પરિવારને ધમકીભર્યા કોલ પર તાત્કાલિક કાર્યવાહી કરી અને મુંબઈ પોલીસની ટીમે બિહારના દરભંગાથી આરોપીને કસ્ટડીમાં લીધો છે. બિહાર પોલીસની મદદથી અડધી રાત્રે આરોપીની અટકાયત કરવામાં આવી છે.

Mukesh Ambani

રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આજે બપોરે 12.75 કલાકે અને સાંજે 5:04 કલાકે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના કોલ સેન્ટર પર ફરી એકવાર ધમકીભર્યો કોલ આવ્યો હતો. કોલમાં કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલને ઉડાવી દેવામાં આવશે. ફોન કરનારે ધમકી આપી હતી કે મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીને પણ મારી નાખવામાં આવશે.

બુધવારે એક અજાણ્યા વ્યક્તિએ સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના કોલ સેન્ટર પર ફોન કરી સમગ્ર અંબાણી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છેકે છેલ્લા બે મહિનામાં આ બીજી વખત ધમકીભર્યા કોલ આવ્યો છે. અગાઉ ઓગસ્ટમાં પણ 56 વર્ષીય જ્વેલર વિષ્ણુ વિધુ ભૌમિકે ફોન કર્યો હતો, જેની બોરીવલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ પોતાની ઓળખ અફઝલ ગુરુ તરીકે આપી હતી અને દાવો કર્યો હતો કે તે આ ઘટનાને ત્રણ કલાકમાં પૂરી કરી શકે છે.

English summary
Mumbai police arrested the person who called and threatened the Ambani family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X