ભારે વરસાદથી મુંબઈના રેલવે પાટાઓ પર ભરાયુ પાણી, લોકલ ટ્રેન સેવા કરાઈ બંધ, એલર્ટ જારી
કુર્લા અને સાયન સ્ટેશનો પર મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ અટકાવી દેવામાં આવી છે.
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ ભારે વરસાદ થયો છે. ખાસ કરીને કુર્લા અને સાયન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદના પાણીથી રેલવેના પાટા ડૂબી ગયા છે. જેના કારણે કુર્લા અને સાયન સ્ટેશનો પર મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ અટકાવી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સીએ જણાવ્યુ કે પાટાઓની ઉપર સુધી પાણી આવી ગયુ હોવાના કારણે સવારે સાડા 9 વાગ્યાથી કુર્લા અને સીએમએમટી વચ્ચે ટ્રેન સેવા બંધ કરાઈ છે.

સાવચેતી રૂપે ટ્રેનો રોકવામાં આવી
રેલવે વાહન વ્યવહાર અટકવા અંગે સેન્ટ્રલ રેલવે સીપીઆરઓ તરફથી કહેવામાં આવ્યુ છે કે કોઈ પણ પ્રકારની અનહોનીથી બચવા માટે સાવચેતી રૂપે ટ્રેન રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી ઉતરશે એટલે સ્થિતિ ફરીથી ચાલુ કરી દેવામાં આવશે.

પાણી ઉતરતા જ સેવા ફરીથી શરૂ થવાની આશા
એક અધિકારીએ જણાવ્યુ કે ચોમાસાનો વરસાદ થતા મુંબઈની લોકલ ટ્રેન સેવા કુર્લા અને સીએસએમટી વચ્ચે સવારે 10 વાગે બંધ થઈ ગઈ છે કારણકે એડમિનિસ્ટ્રેશને કોઈ પણ અપ્રિય ઘટનાથી બચવા માટે સાવચેતી રૂપે આમ કર્યુ છે. હાલમાં કુર્લા અને સાયન રેલવે સ્ટેશનો પર પાણી વહી રહ્યુ છે. પાણી ઉતરતા જ સેવા ફરીથી શરૂ થવાની આશા છે.

રેલવે ટ્રેક જળમગ્ન
તમે ફોટામાં જોઈ શકો છો કે મુંબઈમાં ભારે વરસાદના કારણે સાયન રેલવે સ્ટેશન અને જીટીબી નગર રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક જળમગ્ન છે. ભારતીય હવામાન વિભાગનુ કહેવુ છે કે આર્થિક રાજધાનીમાં હજુ વધુ વરસાદ થશે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે. ત્યારબાદ મંગળવાર સાંજથી મુંબઈથી ઝડપી પવન સાથે વાદળો મંડરાવા લાગ્યા.












Click it and Unblock the Notifications
