For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈઃ ચેમ્બૂર અને વિક્રોલીની ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વ્યક્ત કર્યુ દુઃખ, 23 લોકોના થયા મોત

મૂસળધાર વરસાદના કારણે ચેમ્બૂર અને વિક્રોલીમાં બનેલ દૂર્ઘટના પર રાષ્ટ્રપતિ કોવિંદે દુઃખ વ્યક્ત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મૂસળધાર વરસાદના કારણે ચેમ્બૂર અને વિક્રોલીમાં બનેલ દૂર્ઘટના પર રાષ્ટ્રપતિ કોવિંદે દુઃખ વ્યક્ત કર્યુ છે. રામનાથ કોવિંદે રવિવારે ટ્વિટ કરીને કહ્યુ કે આ બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોના સમાચારથી ખૂબ દુઃખ પહોંચ્યુ છે. આ દુઃખની ઘડીમાં શોકમગ્ન પરિવારો પ્રત્યે મારી સંવેદનાઓ છે. રાષ્ટ્રપતિએ કહ્યુ કે હું સફળ રાહત અને બચાવ કાર્યની કામના કરુ છુ.

અત્યાર સુધી 23 લોકોના મોત થઈ ચૂક્યા છે

અત્યાર સુધી 23 લોકોના મોત થઈ ચૂક્યા છે

તમને જણાવી દઈએ કે મુંબઈના ચેમ્બૂર અને વિક્રોલી સહિત નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે આ વિસ્તારોમાં ભૂસ્ખલન અને મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓમાં અત્યાર સુધી 23 લોકોના મોત થઈ ચૂક્યા છે. માહિતી મુજબ ચેમ્બૂરમાં દીવાલ પડવાના કારણે 18 લોકોના મોત થઈ ગયા જ્યારે વિક્રોલીમાં ભારે વરસાદ બાદ એક મકાન ધરાશાયી થવાથી કાટમાળમાં દબાઈને 5 લોકોના મોત થઈ ગયા. આ બંને જગ્યાએ એનડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલી છે.

પીએમ કાર્યાલયે કરી વળતરની ઘોષણા

પીએમ કાર્યાલયે કરી વળતરની ઘોષણા

આ બંને ઘટનાઓમાં માર્યા ગયેલા પરિવારજનો માટે પ્રધાનમંત્રી કાર્યાલયે પીએમ રિલીફ ફંડમાંથી 2-2 લાખ રૂપિયાના વળતરની ઘોષણા કરી છે. સાથે જ દૂર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 50-50 હજાર રૂપિયાના વળતરની ઘોષણા કરવામાં આવી છે.

મુંબઈના આ વિસ્તારમાં મૂસળધાર વરસાદથી પ્રભાવિત

મુંબઈના આ વિસ્તારમાં મૂસળધાર વરસાદથી પ્રભાવિત

તમને જણાવી દઈએ કે મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે જેના કારણે સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયુ છે. છેલ્લા 24 કલાકમાં મૂસળધાર વરસાદથી પ્રભાવિત થનારા બોરીવલી પૂર્વ, કાંદિવલી પૂર્વ મુંબઈના સિયોન રેલવે સ્ટેશન, મીરા રોડ, રામ મંદિર, મહાલક્ષ્મી, જૂહુ એરપોર્ટ, કોલોબા, સાંતાક્રૂઝ અને ભાયંદર વિસ્તારો શામેલ છે.

English summary
Mumbai Rains: President Ramnath Kovind has expressed grief over the Chembur and Vikhroli incidents, PM office announce compensation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X