મહાત્મા ગાંધીની હત્યાનો કેસ ફરી ખોલવાની માંગ, દાખલ થઇ અરજી

Written By:
Subscribe to Oneindia News

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 148માં જન્મદિવસ પહેલા જ તેમના મૃત્યુ અંગે સવાલો ઊભા થયા છે. આ સવાલ અમેરિકાની ગુપ્ત એજન્સિની ભૂમિકા અંગે છે. અભિનવ ભારત, મુંબઇના શોધકર્તા અને ટ્રસ્ટી પંકજ ફડનીસે ગાંધીજીની જીવન રક્ષાના મામલે અમેરિકન ગુપ્ત એજન્સિની ભૂમિકા અંગે સવાલ કર્યો છે. તેમણે આ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ અરજીમાં ગાંધીજીના મૃત્યુને ઇતિહાસનું સૌથી મોટું કવર-અપ જણાવતાં આ કેસ ફરી ખોલવાની માંગ કરી છે.

gandhiji

આ અરજીમાં સવાલ કરવામાં આવ્યો છે કે, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાની ગુપ્ત એજન્સિ ઑફિસ ઑફ સ્ટ્રેટેજિ સર્વિસિઝે મહાત્મા ગાંધીને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો? ફડનિસે કહ્યું કે, અમેરિકન દૂતાવાસથી 30 જાન્યુઆરી, 1948ના રોજ ગાંધીજીના મૃત્યુ બાદ વૉશિંગ્ટન ટેલીગ્રામ મોકલાવમાં આવ્યા હતા, જેમાંથી એક ટેલીગ્રામ હજુ પણ ગોપનીય રાખવામાં આવ્યો હતો.

મે માસમાં અમેરિકાની યાત્રા દરમિયાન અમેરિકન યાત્રા દરમિયાન ફડનિસે આ ટેલીગ્રામ્સને રેકોર્ડમાં રાખ્યા છે, જે તેમણે મેરિલેન્ડના નેશનલ આર્કાઇવ્સ એન્ડ રિસર્ચ એડમિનિસ્ટ્રેશન પાસેથી અધિકૃત રૂપે પ્રાપ્ત કર્યા હતા. ફડનિસે કહ્યું કે, 20 જાન્યુઆરી, 1948ના રોજ અમેરિકન દૂતાવાસથી રાત્રે 8 વાગ્યે મોકલવામાં આવેલ પ્રતિબંધિત ટેલીગ્રામ અનુસાર, જ્યારે મહાત્મા ગાંધીને ગોળી વાગી, ત્યારે ડિસ્ટ્રીબ્યૂટિંગ ઓફિસર હરબર્ટ ટૉમ રીનર તેમનાથી માત્ર 5 ફૂટ દૂર હતા અને ભારતીય ગાર્ડ્સની મદદથી તેમણે હત્યારાઓને પકડી પાડ્યા હતા.

ફડનિસે અરજીના સમર્થનમાં લખેલ સબમિશનમાં કહ્યું કે, ત્યાર બાદ રીનરે સાંજે દૂતાવાસ પહોંચતા જ રિપોર્ટ દાખલ કરાવી હતી. પરંતુ 70 વર્ષો બાદ પણ આ રિપોર્ટ ગોપનીય છે. અરજીકર્તાએ રિપોર્ટ સાર્વજનિક કરવા માટે અમેરિકાના સૂચનાની સ્વતંત્રતા અધિનિયમ(USFO) હેઠળ એ સમયની રિપોર્ટ જાહેર કરવા માટે અરજી કરી છે. 6 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં આ અરજી પર સુનવણી કરવામાં આવશે.

ફડનિસે કોર્ટને જણાવ્યું કે, આ ટેલીગ્રામ એ જ સાંજે શનિવારે રીનરની ડિબ્રિફિંગ બાદ મોકલવામાં આવ્યો હતો, જેને ગોપનીય રાખવામાં આવ્યો છે. ફડનિસ આ મુદ્દે વર્ષ 1996થી શોધ કરી રહ્યાં છે અને બાપુની 148મી જન્મજયંતિ પર તેઓ વ્હાઇટ હાઉસ સાથે મળીને રીનર દ્વારા મોકલવામાં આવેલ ત્રીજા ટેલીગ્રામને સાર્વજનિક કરવા માટે ઓનલાઇન અરજી પણ લોન્ચ કરશે.

આ અરજીમાં 'ત્રણ બુલેટ થિયરી' પર પણ સવાલ કરવામાં આવ્યો છે. જે અનુસાર, મહાત્મા ગાંધીને ત્રણ નહીં, ચાર ગોળીઓ વાગી હતી, હત્યા પછીના દિવસે અનેક સમાચાર પત્રોમાં પણ બાપુને ચાર ગોળી વાગવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમનો દાવો છે કે, 1996માં મહાત્મા ગાંધી હત્યાની તપાસ માટે બનાવવામાં આવેલ જસ્ટિસ જે.એલ.કાપુરની સમિતિ હત્યા પાછળના ષડયંત્રને પકડવામાં નિષ્ફળ રહી છે. ફડનિસે બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને પડકારતા 6 જૂન, 2016ના રોજ અરજી કરી હતી, જે કોર્ટે નકારી હતી.

English summary
Mumbai Researcher Files PIL In Supreme Court To Investigate Mahatma Gandhi Murder Again.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.