For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાની અસર, આ વખતે નહિ સજે લાલબાગ ચા રાજાનો દરબાર

કોરોનાના તાંડવને જોતા વિશ્વ પ્રસિદ્દ 'લાલબાગ ચા રાજા' ગણપતિ મંડળે ગણેશ ઉત્સવ ન મનાવવાનુ એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોનાના તાંડવને જોતા વિશ્વ પ્રસિદ્દ 'લાલબાગ ચા રાજા' ગણપતિ મંડળે ગણેશ ઉત્સવ ન મનાવવાનુ એલાન કર્યુ છે. 84 વર્ષમાં આવુ પહેલી વાર થશે જ્યારે લાલબાગના રાજની પ્રતિમાની સ્થાપના નહિ થાય. તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થી પર દર વર્ષે લાલબાગના રાજાનો દરબાર સજાવવામાં આવે છે અને ભવ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. જેમના દર્શન માટે કરોડોની સંખ્યામાં ભક્તો પહોંચે છે. સામાન્યથી લઈને ખાસ સુધી બધા બાપ્પાના દરબારમાં માથુ ટેકવવા આવે છે.

Ganesha

આ વખતે વાત કરતા લાલબાગ ચા રાજા ગણપતિ મંડળે કહ્યુ કે આ વખતે અમે પ્રતિભા સ્થાપિત નહિ કરીએ પરંતુ તેની જગ્યાએ બ્લડ અને પ્લાઝમા દાન શિબિર લગાવવામાં આવશે. વાસ્તવમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બધા મંડળોને આદેશ આપ્યો હતો કે આ વર્ષે ગણપતિ ઉત્સવ દર વર્ષની જેમ મનાવવામાં આવે અને ગણપતિની મૂર્તિની ઉંચાઈ 4 ફૂટ સુધી જ રાખવામાં આવે.

ગણપતિની લંબાઈ ઘટાડી શકાય નહિ

જેના પર મંડળે કહ્યુ કે ગણપતિની લંબાઈ ઘટાડી શકાય નહિ. મૂર્તિ નાની હોય કે મોટી પરંતુ ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે આવશે. અમે બાપ્પાની મરજી સમજીને ના તો આ વખતે મૂર્તિ સ્થાપિત કરીશુ અને ના વિસર્જન કરીશુ. તમને જણાવી દઈએ કે મુંબઈમાં સૌથી વધુ દાન લાલબાગ ચા દરબારને જ મળે છે અને કરોડોનો ચઢાવો આવે છે. ઉલ્લેખનીય છે કે ગણેશ ઉત્સવની શરૂઆત અહીં લાલબાગ ગંગાધર તિલકે ત્યારે કરી હતી જ્યારે દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો. સન 1934થી દર વર્ષે મુંબઈના લાલબાગ વિસ્તારમાં લાલ બાગના રાજાની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે.

સુશાંત સિંહ સુસાઈડ કેસઃ વિસરા રિપોર્ટ આવ્યો સામે, શરીરમાં ઝેર હતુ કે નહિ તેનો ખુલાસોસુશાંત સિંહ સુસાઈડ કેસઃ વિસરા રિપોર્ટ આવ્યો સામે, શરીરમાં ઝેર હતુ કે નહિ તેનો ખુલાસો

English summary
Mumbai's Lalbaugcha Raja Ganeshotsav Mandal has decided not to hold Ganeshotsav this time in wake of coronavirus pandemic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X