For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: ટૉયલેટના પાણીથી બનાવી ઈડલીની ચટણી, વાયરલ થયો વીડિયો

એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તા પર ઈડલી વેચનાર એક વ્યક્તિ ચટણી બનાવવા માટે ટૉયલેટના પાણીનો ઉપયોગ કરી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

સ્ટ્રીટ ફૂડ એટલે કે ખાણી-પાણીની વસ્તુઓ જે રસ્તા પરની લારીઓમાં મળે છે તે તમારા આરોગ્ય માટે કેટલી ઘાતક બની શકે છે તે આ વીડિયો જોઈને તમે અંદાજો લગાવી લેશો. વાસ્તવમાં એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં રસ્તા પર ઈડલી વેચનાર એક વ્યક્તિ ચટણી બનાવવા માટે ટૉયલેટના પાણીનો ઉપયોગ કરી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે વ્યક્તિ પાસેના એક સાર્વજનિક શૌચાલયથી પાણીની કેન ભરીને લાવે છે અને પછી તેના પાણીનો ચટણી બનાવવામાં ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ એફડીએ એટલે કે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના અધિકારી હરકતમાં આવી ગયા છે અને આ મામલે તપાસના આદેશ આપી દીધા છે. (વીડિયો સમાચારના અંતમાં)

આ પણ વાંચોઃ પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા આ મહત્વના મંત્રાલય, જાતે જોશે આનુ કામકાજઆ પણ વાંચોઃ પીએમ મોદીએ પોતાની પાસે રાખ્યા આ મહત્વના મંત્રાલય, જાતે જોશે આનુ કામકાજ

ગલીના ટૉયલેટથી ભર્યુ ચટણી માટે પાણી

ગલીના ટૉયલેટથી ભર્યુ ચટણી માટે પાણી

આ મામલો મુંબઈના બોરીવલી સ્ટેશનનો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે આ વ્યક્તિ ગલીમાં બનેલ એક ટૉયલેટની અંદરના પાણીથી કેન ભરીને લાવે છે. આ વ્યક્તિ રસ્તામાં અમુક સેકન્ડ માટે એક જગ્યાએ રોકાય છે અને પછી પોતાની લારી તરફ ચાલવા લાગે છે. ત્યારબાદ પોતાની લારી પર ઈડલીની ચટણી બનાવવા માટે ટૉયલેટમાંથી લાવેલા આ પાણીનો ઉપયોગ કરે છે. આ દરમિયાન એક બીજો વ્યક્તિ તેને આમ કરવાથી ટોકે પણ છે, જેને ઈડલી વેચનાર આ વ્યક્તિ સાંભળ્યુ ના સાંભળ્યુ કરી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આપ્યા તપાસના આદેશ

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આપ્યા તપાસના આદેશ

વીડિયો વાયરલ થયા બાદ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશના અધિકારી શૈલેષ આધવે આ મામલે નિવેદન આપીને કહ્યુ, ‘અમે આ મામલે એ સ્ટ્રીટ ફૂડ સામે તપાસ કરીશુ અને એટલુ જ નહિ બીજા પણ એવા વેન્ડર છે જે આ રીતની હરકત કરે છે, તેમની પણ તપાસ કરવામાં આવશે અને આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.' વળી આ મામલે બોરીવલી પ્રશાસને પણ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્ટ્રીટ ફૂડ વિશે આરોગ્ય વિભાગ ઘણી વાર ચેતવણી આપતુ રહે છે તેમછતાં લોકો સ્ટ્રીટ ફૂડ ખાવાનું છોડતા નથી અને ઘણી બિમારીઓને ઘરે લઈ આવે છે. સારુ એ જ છે કે બને ત્યાં સુધી સ્ટ્રીટ ફૂડ ખાવાથી બચવુ જોઈએ. જુઓ વીડિયો -

દોષિત સાબિત થવા પર રદ થશે લાયસન્સ

શૈલેષ આધવે આગળ કહ્યુ, ‘જ્યારે પણ આ વ્યક્તિ પકડાઈ જશે તો સૌથી પહેલા તેનુ લાયસન્સ ચેક કરવામાં આવશે અને જો સેમ્પલમાં કોઈ ખરાબી મળશે તો તેનુ લાયસન્સ જપ્ત કરી લેવામાં આવશે. ત્યારબાદ આ વ્યક્તિ પર જરૂરી કઠોર કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના ક્યારે અને ક્યાં થઈ તે જાણવા માટે એ વીડિયોની વધુ તપાસની જરૂર છે. અમે એ વીડિયો જોયો છે અને અમે તેની તપાસ કરી રહ્યા છે. આ મામલે તપાસ બાદ જરૂરી પગલા લેવામાં આવશે.' તમને જણાવી દઈએ કે આ પહેલા પણ એક એવો વીડિયો સામે આવ્યો હતો જેમાં એક વેન્ડર ચા બનાવવા માટે ટૉયલેટનું પાણી વાપરી રહ્યો હતો. એ વેન્ડર પર રેલવે વિભાગે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

English summary
Mumbai: Street Food Vendor Uses Toilet Tap Water For Idli, Video Viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X