મુન્ના બજરંગીની જેલમાં હત્યા અંગે HC માં CBI જાંચની માંગ

પૂર્વાંચલના કુખ્યાત ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફ મુન્ના બજરંગીની બાગપત જેલમાં હત્યાનો મામલો અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચી ગયો છે. હાઇકોર્ટની ડબલ બેન્ચ ઘ્વારા આ મામલો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે

પૂર્વાંચલના કુખ્યાત ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફ મુન્ના બજરંગીની બાગપત જેલમાં હત્યાનો મામલો અલ્હાબાદ હાઇકોર્ટ પહોંચી ગયો છે. હાઇકોર્ટની ડબલ બેન્ચ ઘ્વારા આ મામલો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે અને આ મામલે રાજ્ય સરકાર પાસે જવાબ પણ માંગ્યો છે. આપને જણાવી દઈએ કે મુન્ના બજરંગીની પત્ની સીમા સિંહ ઘ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજીમાં રાજનૈતિક ષડયંત્ર હેઠળ મુન્ના બજરંગીની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અરજી પર આગળની સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે અને તે દિવસે સરકારે પોતાનો જવાબ પણ આપવો પડશે.

munna bajrangi

જેલમાં મુન્ના બજરંગીની હત્યા મામલે સીબીઆઈ પાસે તપાસ કરાવવાની અરજી અલ્હાબાદ હાઇકોર્ટે જુલાઈમાં ફગાવી દીધી હતી. હાઇકોર્ટ ઘ્વારા ટેક્નિકલ આધાર પર સીબીઆઈ માંગ નકારી કાઢી હતી. કોર્ટ ઘ્વારા ફરીથી પરિવારને ડિવિઝન બેન્ચમાં અરજી દાખલ કરવાની છૂટ આપી હતી, જેના અંતર્ગત અલ્હાબાદ હાઇકોર્ટમાં સીબીઆઈ જાંચ અને ભથ્થા માટે અરજી દાખલ કરવામાં આવી છે.

સુરક્ષાની માંગ અંગે યાચિકા દાખલ કરી હતી

પૂર્વાંચલના કુખ્યાત ડોન મુન્ના બજરંગી એ 16 મેં દરમિયાન સુરક્ષાની માંગ અંગે અરજી દાખલ કરી હતી. પરંતુ 9 જુલાઇએ બાગપત જેલમાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X