For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના શાસનમાં મુસ્લિમો ક્યારેય સુરક્ષિત નહીં રહે : ઓવૈસી

સત્તાધારી ભાજપ વિકાસ કામોના નામે ફરી સરકાર બનાવવાનો દાવો કરી રહી છે, ત્યારે વિપક્ષની સમાજવાદી પાર્ટી યોગી સરકારને મહિલા અપરાધ અને દલિત અત્યાચારને લઈને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : મહાસમરના આરે ઉભેલા ઉત્તર પ્રદેશમાં હવે ચૂંટણી પ્રચાર તેજ થઈ રહ્યો છે. સત્તાધારી ભાજપ વિકાસ કામોના નામે ફરી સરકાર બનાવવાનો દાવો કરી રહી છે, ત્યારે વિપક્ષની સમાજવાદી પાર્ટી યોગી સરકારને મહિલા અપરાધ અને દલિત અત્યાચારને લઈને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. જે દરમિયાન ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રથમ વાર ઝંપલાવનારી AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં મુસ્લિમો ક્યારેય સુરક્ષિત રહેશે નહીં.

ઓવૈસી ઉત્તર પ્રદેશમાં સક્રિય છે

ઓવૈસી ઉત્તર પ્રદેશમાં સક્રિય છે

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. તમામ રાજકીય પક્ષો રેલીઓ, ઉદ્ઘાટન અને વિરોધીઓ પર કટાક્ષ કરવા સાથે મતદારોનેરિઝવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.

ચૂંટણી પહેલા, ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી પણ ઉત્તર પ્રદેશમાંસક્રિય થઈ ગયા છે. તેમણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં પ્રચારની કમાન સંભાળી છે.

મુસ્લિમો ક્યારેય સુરક્ષિત નહીં રહે : ઓવૈસી

મુસ્લિમો ક્યારેય સુરક્ષિત નહીં રહે : ઓવૈસી

દરમિયાન ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ ઓવૈસીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં મુસ્લિમો ક્યારેય સુરક્ષિત નહીં રહે. ભાજપના કારણે મુસ્લિમોને શંકાની નજરેજોવામાં આવે છે.

ભાજપ મુસ્લિમ લોકોના ધંધાને સંપૂર્ણપણે બરબાદ કરી રહી છે. સબકા સાથ, સબકા વિકાસનું સૂત્ર માત્ર દેખાડો છે.

AIMIM 100 સીટ પર ચૂંટણી લડશે

AIMIM 100 સીટ પર ચૂંટણી લડશે

આ પહેલા પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠમાં એક જનસભાને સંબોધતા ઓવૈસીએ જણાવ્યું હતું કે, હું તમને પૂછવા માંગુ છું કે મુસ્લિમો ક્યારે જાગશે? હું તમને બધાનેઅપીલ કરું છું કે, ઉત્તર પ્રદેશના 19 ટકા મુસ્લિમોને આપણા યુવાનો માટે સન્માન, શિક્ષણ, સમાન ભાગીદારી અને તકો મેળવવા માટે તમારી રાજકીય તાકાત, નેતૃત્વઅને ભાગીદારીની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં AIMIM 403 સીટમાંથી 100 સીટો પર ચૂંટણી લડશે.

English summary
UP Assembly election 2022 AIMIM chief Asaduddin Owaisi says Muslims will never safe under BJP rule.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X