For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે?' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ

શંકાસ્પદ સ્થિતિમાં જેએનયુમાંથી ગાયબ થઈ ગયેલ છાત્ર નસીબ અહેમદની માએ આ અભિયાન અંગે પીએમ મોદી પર હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019માં ફરીથી જીતવા માટે ભાજપ પૂરેપૂરી તાકાત લગાવી રહ્યુ છે. પીએમ નરેન્દ્ર મોદીએ શનિવારે 'મે ભી ચોકીદાર' અભિયાનની શરૂઆત કરી જે સમાચારોમાં ખૂબ છવાયેલુ રહ્યુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ઘણા મોટા નેતાઓએ ટ્વીટર પર પોતાના નામની આગળ ચોકીદાર લગાવ્યુ. જ્યારે શંકાસ્પદ સ્થિતિમાં જેએનયુમાંથી ગાયબ થઈ ગયેલ છાત્ર નસીબ અહેમદની માએ આ અભિયાન અંગે પીએમ મોદી પર હુમલો કર્યો છે.

‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે?'

‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે?'

નજીબ અહેમદની મા ફાતિમા નફીસે પીએમ મોદીને ટ્વીટ કરીને પૂછ્યુ, ‘જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે અને એબીવીપીના આરોપીની ધરપકડ કેમ નથી કરવામાં આવી રહી? કેમ દેશની ત્રણ ટૉપ તપાસ એજન્સી મારા પુત્રને શોધવામાં નિષ્ફળ રહી છે?' તમને જણાવી દઈએ કે એમ એસસી પ્રથમ વર્ષના છાત્ર નજીબ અહેમદ વર્ષ 2016થી ગુમ છે પરંતુ તપાસ એજન્સીઓ તેમને શોધવામાં નિષ્ફળ કરી છે.

ભાજપે શરૂ કર્યુ ‘મે ભી ચોકીદાર' અભિયાન

ભાજપ નેતાઓના ચોકીદાર બન્યા બાદ ટ્વીટર પર #ChowkidarPhirSe ટ્રેન્ટ થઈ રહ્યુ હતુ. કોંગ્રેસ નેતાઓએ રાફેલ ડીલ માટે ‘ચોકીદાર ચોર છે' નો નારો આપ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની દરેક રેલીમાં આ નારા દ્વારા પીએમ મોદી પર હુમલો કરે છે. હવે ભાજપે કોંગ્રેસના નારા પર ‘મે ભી ચોકીદાર' અભિયાન દ્વારા પલટવાર કર્યો છે.

31 માર્ચના રોજ દેશભરના લોકો સાથે સંવાદ કરશે પીએમ મોદી

31 માર્ચના રોજ દેશભરના લોકો સાથે સંવાદ કરશે પીએમ મોદી

આ અભિયાન હેઠળ પીએમ મોદી 31 માર્ચના રોજ દેશભરના લોકો સાથે સંવાદ કરશે. શનિવારે પીએમ મોદીએ ટ્વીટ કર્યુ હતુ, ‘તમારો ચોકીદાર ડગ્યા વિના ઉભો છે અને દેશની સેવા કરી રહ્યો છે. પરંતુ હું એકલો નથી. દરેક એ વ્યક્તિ જે ભ્રષ્ટાચાર, ગંદકી, સામાજિક ખરાબી સામે લડી રહ્યો છે તે ચોકીદાર છે. જે પણ દેશના વિકાસ માટે કામ કરી રહ્યો છે તે ચોકીદાર છે. આજે દરેક ભારતીય કહી રહ્યો છે #MainBhichowkidar છું.'

આ પણ વાંચોઃ મનોહર પરિકર નિધનઃ તેમની તરબૂજની આ કહાની બધાને આપી ગઈ મોટો સંદેશઆ પણ વાંચોઃ મનોહર પરિકર નિધનઃ તેમની તરબૂજની આ કહાની બધાને આપી ગઈ મોટો સંદેશ

English summary
Najeeb Ahmed's Mother Takes On PM Modi Campaign, asks Chowkidar, Where's My Son
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X