• search

PM પદ માટે મારુ નામ જાહેર થયું ત્યારે કોંગ્રેસને ખુશી થઇ હતી: મોદી

બરેલી, 1 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી સભા ગજવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના બરેલી ખાતે તેઓ સભમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી. જ્યાં તેમણે કહ્યું કે, મને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ ખુશ થઇ હતી અને એવું વિચારતા હતા કે મોદીને પાડી દઇશું, પરંતુ જુઓ આજે શું સ્થિતિ છે. સ્થિર સરકાર અને પ્રગતિ કરનારી સરકાર માટે 300 કરતા વધારે એનડીએના સાંસદોને મોકલો.

આ તકે મોદીએ કહ્યું કે, મોડું મારા કારણે નથી થયું, દિલ્હી એરપોર્ટ પર હું 9.30 વાગ્યાથી બેસેલો હતો, પરંતુ અમારા હેલિકોપ્ટરને ઉડવા માટે પરવાનગી આપવામાં આવી રહી નહોતી. સામાન્ય રીતે મારા પ્રયત્નો રહે છે કે મારા કારણે કોઇને કષ્ટ ના થાય, પરંતુ આજે મને દર્દ થઇ રહ્યું છે કે આવા તડકાંમાં આ કષ્ટ સહન કરવું પડ્યું છે. તમે જે તપસ્યાં કરી છે તેને હું બેકાર નહીં જવા દઉ.

લોકો રાય બરેલીને જાણે છે પરંતુ શા માટે બરેલીને ભૂલી જાય છે. રાય બરેલીએ એક સશક્ત નેતાને ચૂંટ્યા હોવા છતાં અહીં વિકાસની સ્થિતિ જુઓ. બરેલીમાં સંતોષજીએ સુંદર કામ કર્યું છે. આ વખતે બરેલીમાં ઝુમકા નહીં પરંતુ સબકા પડવાનું છે. સબકા એટલે કે સપા, બસપા અને કોંગ્રેસ.

બરેલીના માંઝા વગર નથી ઉડતી ગુજરાતની પતંગ

બરેલીના માંઝા વગર નથી ઉડતી ગુજરાતની પતંગ

મોદીએ કહ્યું કે, બરેલીના માંઝા વગર ગુજરાતની પતંગ ઉડી શકતી નથી. આપણો એવો નાતો છે. એક સમયે ગુજરાતમાં પતંગનો વ્યવસાય નબળો હતો અને મોટી માત્રામાં મુસ્લિમ સમુદાયના લોકો તેની સાથે જોડાયેલા હતા, પરંતુ અમે એ વ્યવસાય પર ધ્યાન આપ્યું તો આજે એ વ્યવસાય 500 કરોડે પહોંચ્યો છે. અહીં માંઝાનો વ્યવસાય છે પરંતુ દિલ્હી અને લખનઉમાં બેસેલી સરકાર તેના પર ધ્યાન આપી રહી નથી.

આ લોકોની બધી યોજના બરબાદ થઇ ગઇ

આ લોકોની બધી યોજના બરબાદ થઇ ગઇ

એસી કેબિનમાં બેસીને આ મોટા બાબુ દેશ ચલાવવા માટે જેટલી યોજના બનાવી ચૂક્યા છે, તે બધી જ બરબાદ થઇ ગઇ છે અને દેશ ત્યાંનો ત્યાં જ રહ્યો છે. આ વખતે ધરતી પરથી અવાજ ઉઠે. સરકાર જનતા સાથે જોડાય, જનતાની શક્તિને જોડીને વિકાસની રૂપ રેખા બનાવીશું તો ગરીબ જનતાનું ભલું થશે. 2004માં અટલજીની સરકાર ગઇ, ત્યારબાદ દેશમાં મેડમ સોનિયાજીની સરકાર આવી. 10 વર્ષ વીતિ ગયા, પરંતુ આ 10 વર્ષમાં દેશની જનતાના જીવનમાં કોઇ બદલાવ આવ્યો નથી, કોઇ ભલું થયું નથી. વિસ્તારોમાં કંઇ સારું થયું નથી. દિલ્હીમાં એવી સરકાર છે જે કોઇનું ભલું ના કરી શકી, તેથી એ જરૂરી છે કે જેટલું થઇ શકે તેટલું જલદી આ દેશમાંથી તેમની વિદાય થવી એ નક્કી થવું જોઇએ.

અમારા સિંહ પિંજરામાં કેદ નથી

અમારા સિંહ પિંજરામાં કેદ નથી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ગુજરાત પાસેથી સિંહ માંગ્યા હતા. અમે તેમને સિંહ આપ્યા. અમને એમ કે તેઓ કંઇક હિંમત મેળવશે, પરંતુ અમારી ભૂલ હતી. તેમણે સિંહને પિંજરામાં પૂરી દીધા. હું નેતાની આમંત્રિત કરું છું તેઓ ગીર આવે અને જુએ કે અમારા સિંહ પિંજરામાં કેદ નથી રહેતા તેઓ ગમે ત્યાં મુક્ત રીતે ફરી શકે છે.

યુપીએમાં જવાનો અને ખેડૂતો માટે નૈતિકતા નથી

યુપીએમાં જવાનો અને ખેડૂતો માટે નૈતિકતા નથી

યુપીએ સરકારમાં તમે ક્યારેય જય જવાન અને જય કિસાન પ્રત્યેની નૈતિકતા જોઇ છે ખરા, આંતકવાદીઓ દ્વારા આપણા સૈનિકોની હત્યા કરવામાં આવે છે, ખેડૂતોને તેમનું ભવિષ્ય સુરક્ષિત જણાતું નથી અને તેથી તેઓ આત્મહત્યા કરી રહ્યાં છે.

કોંગ્રેસ માટે 365 દિવસ એપ્રિલ ફૂલ

કોંગ્રેસ માટે 365 દિવસ એપ્રિલ ફૂલ

જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ગરીબ ગરીબની માળા જપવા લાગે છે. કોંગ્રેસ પાર્ટી વર્ષના 365 દિવસને એપ્રિલ ફૂલ સમજે છે. કોંગ્રેસના એક નેતા કહે છે કે ગરીબી તો મનની અવસ્થા છે. જે લોકો સોનાની ચમચીમાં જમે છે, જે ખુલા પગે ફર્યા નથી તેમને ગરીબી એટલે શું તેની ક્યાંથી ખબર હોય.

તેમ છતાં તેમણે ગરીબોને અનાજ ન આપ્યું

તેમ છતાં તેમણે ગરીબોને અનાજ ન આપ્યું

ખેડૂત એટલા માટે પરસેવો પાડે છે, કારણ કે ગરીબનું પણ પેટ ભરાય, પરંતુ ખેડૂતે મહેનત કરી હોય, ધન ઉગાડ્યું હોય, પરંતુ એ ધન રેલવે પ્લેટફોર્મમાં સડતું હોય ત્યારે ખેડૂતોને દુઃખ થાય. ભારતની સુપ્રીમ કોર્ટ જ્યારે કહે કે આ અનાજ ગરીબોને વહેંચી દો, તેમને માત્ર ચૂંટણી સમયે ગરીબ યાદ આવે છે તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા પરંતુ ના કર્યું અને એ સડેલું અનાજ દારૂ બનાવનારાઓને વેંચી દીધું.

કોંગ્રેસનું ઘોષણાપત્ર એક ધોકાપત્ર

કોંગ્રેસનું ઘોષણાપત્ર એક ધોકાપત્ર

મોદીએ કોંગ્રેસના ઘોષણા પત્ર અંગે કહ્યું કે, કોંગ્રેસનું ઘોષણાપત્ર એક ધોકાપત્ર છે. ભારતની જનતા બધુ જાણી ચુકી છે. તેમણે ઘોષણાપત્રમાં કહ્યું છે કે તેઓ નોજવાનોને રોજગારી આપશે, તેમણે આવું 2009માં પણ કહ્યું હતું, દિલ્હીમાં કોંગ્રેસની સરકાર બનશે તો દરેક પરિવારમાંથી નવયુવાનને રોજગારી આપશે, પરંતુ આપી નથી. આ દગો છે, વચન તોડ્યું છે. આ લોકોએ વચન તોડ્યું છે તમે તેની સાથે નાતો તોડી દો. કોંગ્રેસના પોકળ વચનમાં દેશને વિશ્વાસ નથી

મને ઉમેદવાર જાહેર કરાયો ત્યારે ખુશ

મને ઉમેદવાર જાહેર કરાયો ત્યારે ખુશ

મને વડાપ્રધાન પદનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ ખુશ થયું હતું તેમને એમ હતું કે મોદીને પાડી દઇશું, પરંતુ જુઓ આજે શું સ્થિતિ છે. તેઓ એમ પણ કહેતા હતા કે ભાજપને સમર્થન નહીં મળે, ઘણા છડીને ગયા પરંતુ રાષ્ટ્રના નવા મિત્રો અમારી સાથે જોડાયા છે. કોંગ્રેસે કહ્યું કે તે માત્ર ગુજરાતમાં છે, તેનો કોઇ અર્થ નિકળતો નથી. તેઓ હવે અસ્થિર સરકાર અંગે બોલી રહ્યાં છે, તેઓ દેશમાં અસ્થિરતા ઇચ્છી રહ્યાં છે.

મુદ્દો સ્થિર સરકાર બનાવવાનો છે

મુદ્દો સ્થિર સરકાર બનાવવાનો છે

મુદ્દોએ નથી કે ભાજપની સરકાર બને કે મોદી કંઇક થાય, પરંતુ મુદ્દો એ છેકે ભારતનું ભવિષ્ય નક્કી કરવા માટે મજબૂત અને સ્થિર સરકાર બનાવવાનો છે. જો ભારતમાં સ્થિર સરકાર હશે તો 300 વધારે સાંસદો લઇને બેસેલા હશે તો વિશ્વ પણ તેની વાત સાંભળશે. હવે પ્રયોગ ના કરી શકાય, પ્રયોગમાં 10 વર્ષ બરબાદ થયા છે. તેથી દેશભરના મતદાતાઓ કોંગ્રેસના નવા ખેલને ઓળખો. ત્રીજો મોરચો અને કોંગ્રેસની મીલીભગતને ઓળખો. તેઓ દેશમાં દૂર્બળ, અસ્થિર સરકાર બનાવવા માગે છે. મજબૂત સરકાર, સ્થિર સરકાર અને પ્રગતિ કરનારી સરકાર માટે 300 કરતા વધારે એનડીએના સાંસદોને મોકલો, જનતા જેવી સરકાર ઇચ્છે છે તેવી સરકાર બનાવીશ.

PM પદ માટે મારુ નામ જાહેર થયું ત્યારે કોંગ્રેસને ખુશી થઇ હતી

PM પદ માટે મારુ નામ જાહેર થયું ત્યારે કોંગ્રેસને ખુશી થઇ હતી

English summary
Narendra Modi to address a Bharat Vijay Rally in Bareily, UP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more