બહરાઇચમાં આજે મોદીની રેલી, સુરક્ષાનો જબરદસ્ત બંદોબસ્ત

નવી દિલ્હી, 8 નવેમ્બર: ભાજપ તરફથી વડાપ્રદાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના બહરાઇચમાં એક જનસભાને સંબોધીત કરશે. મોદીની રેલીને જિલ્લા પ્રશાસને શરતોને આધારે મંજૂરી આપી છે.

બહેરાઇચમાં થનાર મોદીની રેલી માટે ઉચ્ચસ્તરની સુરક્ષાનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સુરક્ષાવ્યવસ્થા પર સલાહ આપવા અને અન્ય પાસાંઓ પર દેખરેખ રાખવા માટે ગુજરાત પોલીસ અત્રે પહેલા જ પહોંચી ગઇ હતી. બહરાઇચના નેપાલ બોર્ડર પાસે આવેલું હોવાથી સુરક્ષા માટે સશસ્ત્ર સીમા દળની પણ મદદ લેવાઇ રહી છે. પ્રવેદની એન્ટી સબોટાઝ ટીમ, એન્ટી માઇન યુનિટ, બોમ્બ નિરોધક સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને બોલાવી લેવામાં આવ્યા છે.

રેલીમાં સુરક્ષા માટે ફોઝ તૈયાર:
રેલીમાં સુરક્ષાને 'ફુલપ્રૂફ' બનાવવા માટે યુપી પોલીસે 4 પોલીસ અધીક્ષક, 8 વધારાના પોલીસ અધીક્ષક, 6 કંપની પીએસી, 800 હોમગાર્ડ્સ જવાન, 8 અપર જિલ્લા અધિકારી અને 25 ઉપ જિલ્લા અધિકારી લેવલના ઓફિસરોને બહારથી બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત એનએસજી કમાન્ડો અને ગુજરાત પોલીસના જવાન રેલી સ્થળ પર હાજર રહેશે.

narendra modi

પ્રવેશ દ્વારો પર મેટલ ડિટેક્ટર:
સુરક્ષાને ધ્યાનમાં રાખતા રેલીના તમામ પ્રવેશ દ્વારો પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. રેલી સ્થળના તમામ 15 બ્લોક ક્લોઝ સર્કિટ ટેલિવિઝન કેમેરાની દેખરેખમાં રહેશે. મોદીના મંચ પર બુલેટ પ્રૂફ લેક્ચર સ્ટેન્ડ મુકવામાં આવશે અને રેલી સ્થળ પર બુલેટ પ્રૂફ કાર હાજર રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 27 ઓક્ટોબરના રોજ પટનામાં મોદીની રેલી સ્થળ સહિત ઘણા સ્થળો પર શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા, જેમાં 6 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X