• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દેશમાં ઊંધઇની જેમ ફેલાઇ રહી છે કોંગ્રેસ: મોદી

|

નવી દિલ્હી, 3 માર્ચ : નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આજે સૌની નજર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર રહી. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું કે કોંગ્રેસે દેશને ડૂબાડી દીધો છે. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસની ક્યારેય એવી નીતિ જ નથી રહી કે દેશનું ભલું કરે. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના ખૂનમાં જ નથી કે દેશનો હિત કરવું.

મોદીએ કોંગ્રેસ પરિવાર પર સીધો પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસમાં એક પરિવાર માત્ર પોતાનું નેતૃત્વ જમાવા માગે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે કોંગ્રેસ પરિવારે સિતારામ કેસરીને પાર્ટીના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા, જાણે કે કોઇ નાઇટ વોચમેન બેસાડી દેવામાં આવ્યા હોય. કોંગ્રેસ પરિવાર એટલા માટે નબળા હાથમાં કમાન સોંપતી આવી છે કારણ કે તેઓનો દબદબો આખી પાર્ટી પર બની રહે.

narendra modi
મોદીએ પ્રધાનમંત્રી મનમોહનસિંહના સ્થાને પ્રણવ મુખર્જીને પીએમ બનાવ્યા હોત આજે દેશની જેટલી દુર્દશા થઇ છે તેટલી ના થઇ હોત, કારણ કે પ્રણવ મુખર્જી એ જમીન સાથે જોડાયેલા નેતા છે. જ્યારે મનમોહનસિંહ એક નાઇટવોચમેન જેવી કામગીરી કરી રહ્યા છે. અને ગાંધી પરિવાર આવું જ ઇચ્છતો હતો કે જો પ્રણવ મુખર્જી આવે અને સારુ કામ કરે તો તેમનું અસ્તિત્વ જોખમાઇ જાય. મોદીએ ગાંધી પરિવાર પર આકરો પ્રહાર કરતા જણાવ્યું કે આ દેશને એક પીએમ એવા મળ્યા છે જે કોંગ્રેસ ગોત્રના નથી અને તે છે અટલ બિહારી વાજપેઇ.

મોદીએ જણાવ્યું કે દેશમાં કોંગ્રેસ ઊંધઇની જેમ ફેલાઇ ગઇ છે. જેને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના પરસેવાથી દૂર કરી શકાશે. મોદીએ જણાવ્યું કે મિત્રો આપણે કંઇ કરીએ કે ના કરીએ પણ આ દેશ ચાલી પડ્યો છે, અને આ દેશે કોંગ્રેસને ઉખાડી ફેંખવાનો નિર્ણય કરી દીધો છે. મિત્રો આપણે માત્ર એ જગ્યા યોગ્ય લોકોથી ભરવાની છે એની ચિંતા કરવાની છે.

મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના કારણે દેશના 60 વર્ષ બરબાદ થયા છે. જોકે મોદીએ પોતાના ભાષણમાં લાલ બહાદુર શાસ્ત્રી અને અટલ બિહાર વાજપેઇના ભરપૂર વખાણ પણ કર્યા. તેમણે જણાવ્યું કે એક સમય હતો કે ઘઉ આપણે આયાત કરવા પડતા હતા. 'જય જવાન, જય કિસાન' નું સૂત્ર આપી લાલ બહાદુર શાસ્ત્રીના આહ્વાનને પગલે આખા દેશમાં અન્નના ભંડાર ભરાઇ ગયા હતા. હવે ઘઉ નથી મંગાવવા પડતા. અટલજીના શાસનમાં ન્યૂક્લિયર પરિક્ષણ કરવામાં આવ્યો હતો. જેના પગલે દુનિયાના મોટા દેશોએ ભારત પર આર્થિક, નાણાકિય પ્રતિબંધ લાદી દીધો છતાં વાજપેઇની સરકારે બીજા જ દિવસે બીજો પરમાણું પરિક્ષણ કરીને દુનિયાને બતાવી દીધું કે અમે કોઇની સામે ઝૂકવાના નથી.

મોદીએ જણાવ્યું કે માત્ર આશા રાખવાથી કામ નહી ચાલે મિત્રો દિલમાં એક અરમાન પેદા કરવાની જરૂર છે. તેમણે દેશના નાગરિકોને આહ્વાન કરતા જણાવ્યું કે

તમે એક પગલું દેશ માટે, દેશના ભલા માટે આગળ વધારો, તમારી સાથે સાથે સવાસો પગલાં આપમેળે આગળ વધી જશે.

મોદીએ પોતાના ભાષણમાં ગુજરાતમાં વીજળીની ક્ષેત્રે થયેલા વિકાસની ભારે વાહવાઇ કરતા જણાવ્યું કે દેશમાં વીજળીની ભારે સમસ્યા છે જ્યારે ગુજરાતમાં જ્યાં અને જ્યારે જોઇએ ત્યારે વીજળી ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. અને ગુજરાતની ભાજપ સરકારે છેલ્લા 12 વર્ષમાં વીજળીના ભાવ વધાર્યા નથી. અને છતાંય ગુજરાત વીજ કંપની દરવર્ષે સાત હજાર કરોડનો ફાયદો કરી રહી છે. કારણ કે ગુજરાતમાં ભાજપની સરકારના સુશાસનમાં લીકેજ બંધ કરી દેવાયું છે.

મોદીએ છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહના પણ ભરપૂર વખાણ કરતા જણાવ્યું કે આદીવાદીસીઓના વિકાસ માટે, તેમના ઉધ્ધાર માટેનું ઉત્તમ મોડેલ છત્તીસગઢના ડો. રમણ સિંહેએ આપ્યું છે. જો કેન્દ્રની કોંગ્રેસ સરકાર ખરેખર દેશના આદિવાસીઓનો ઉધ્ધાર કરવા માગતી હોય અને તેમને નક્સલવાદ જેવા દુષણ તરફ જતા રોકવા માગતી હોય તો ડો. રમણસિંહે આપેલા વિકાસના મોડલને અપનાવી જુએ.

મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી એ એક મિશન છે જ્યારે કોંગ્રેસ એક કમિશન પાર્ટી છે. મોદીએ કાર્યકરોને જણાવ્યું કે દેશને કોંગ્રેસ મુક્ત કરવું એ પણ સૌથી મોટી દેશભક્તીનું કામ છે. મિત્રો વિશ્વાસ રાખો કે આ હવે કોંગ્રેસને દેશમાંથી ઉખાડી ફેંકીશું. તેમણે છેલ્લે શાયરી અંદાજમાં જણાવ્યું કે 'માના અંધેરા ઘના હૈ, પર દિયા જલાના કહા મના હૈ' તેમણે કાર્યકરોને આહ્વાન કરતા જણાવ્યું કે આવો મિત્રો અત્રે ચાલી પડીએ કમળના નિશાન સાથે એક દિવો લઇને નીકળી પડીએ અને દેશને કોંગ્રેસમુક્ત કરીને દેશભક્તીનું કામ કરીએ.

English summary
Narendra Modi addressed BJP National Council Meeting at new delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more