દિલ્હીના દ્વારકામાંથી નરેન્દ્ર મોદીના ચાબખા, જુઓ વીડિયોમાં
દ્વારકા, 23 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજકાલ ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત છે. નરેન્દ્ર મોદી એક પછી એક રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં રેલીઓને સંબોધી રહ્યા છે. મધ્ય પ્રદેશના ખંડવામાં ગઇકાલે સભાને સંબોધી હતી, આજે સવારે મોદીએ મંદસૌરમાં ચૂંટણી સભાને સંબોધી હતી. અને હવે તે દિલ્હીના દ્વારકામાં સભાને સંબોધવા જઇ રહ્યા છે.
નરેન્દ્ર મોદી હમણાં દિલ્હીના દ્વારકામાં પોતાની સભા સંબોધી રહ્યા છે. મોદી અત્રેના સેક્ટર-14માં આવેલા ડીડીએ ગ્રાઉન્ડમાં પોતાની રેલીને સંબોધી રહ્યા છે. વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા બાદ નરેન્દ્ર મોદીની દિલ્હીમાં આ બીજી ચૂંટણી સભા છે. મોદી પર હુમલાના પગલે તેમની સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
મોદી અત્રે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ પણ રેલીનું આયોજન કરશે. 4 ડિસેમ્બરના રોજ અત્રે મતદાન થવાનું છે. 30 નવેમ્બરના રોજ પૂર્વ દિલ્હી, નવી દિલ્હી અને ચાંદની ચૌકમાં તથા 1 ડિસેમ્બરના રોજ આંબેડકરનગરમાં મોદીની રેલી યોજાશે.
નરેન્દ્ર મોદીનું ભાષણ જુઓ વીડિયોમાં:
નરેન્દ્ર મોદીએ સવારે મંદસૌરમાં આપેલું ભાષણ:
નરેન્દ્ર મોદીએ સવારે મંદસૌરમાં સભાને સંબોધતા લોકોને જણાવ્યું હતું કે કોંગ્રેસ વાયદા કરીને ફરી જનારી પાર્ટી છે માટે તેને મધ્ય પ્રદેશમાં ઘુસવા દેતા નહીં. મિત્રો કૃષિક્ષેત્રની વાત કરીએ તો ભારત 2થી 3 ટકા ગ્રોથ રહેતો. હું મારા ગુજરાતનું ઉદાહરણ આપું, પહેલા ગુજરાતનું કૃષિક્ષેત્રે કોઇ નામ ન્હોતું. અમે છેલ્લા દસ વર્ષથી ખેડૂતોને પાણી પહોંચાડ્યું, બીજ પહોંચાડ્યા, તેમના પાકને યોગ્ય ભાવ મળે, એમ તમામ તબક્કાઓ તરફ ધ્યાન આપ્યું અને અમે કૃષિ વિકાસ દર 10 ટકા સુધી પહોંચાડી દીધો. હું શિવરાજ શિંહને પણ અભિનંદન આપવા માંગીશ કે તેમણે હિન્દુસ્તાનમાં મધ્ય પ્રદેશને કૃષિક્ષેત્રમાં નંબર વન બનાવ્યું છે.
કોંગ્રેસ અહીં આવીને મોટા મોટા વાયદા કરે છે. હું કહું છું કે મહારાષ્ટ્રમાં, કર્ણાટકમાં, હૈદરાબાદમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં પહેલા આપીને બતાવો, ચાલો સાંજ સુધી ત્યાં આપીને બતાઓ ચલો માની જઇશું. જ્યા તમારી સરકાર છે ત્યા તમે આપતા નથી અને અહીં આવીને મોટી મોટી વાતો કરો છો. મિત્રો આ વાદાફરામોશ પાર્ટીનો વિશ્વાસ કરવો નહીં. તેમના હાથમાં મધ્ય પ્રદેશ જવા ના દેતા. 25 તારીખે મતદાન છે, મને વચન આપો કે તમને પાણી પછી પહેલા મતદાન કરશો. અને દરેક પોલને પકડીને બેસી જજો કે આ પોલ તો અમે કોંગ્રેસને નહીં જ આપીએ.













Click it and Unblock the Notifications
