For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની પ્રથમ જાહેરાત: રેલ અકસ્માતમાં મૃતકોના પરિવાજનોને 2 લાખ રૂપિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 મે: વડાપ્રધાન પદની ખુરશી પર સવારે 8 વાગે બેસતાંની સાથે જ નરેન્દ્ર મોદીએ પોતાનો આદેશ આપ્યો છે. આ સાથે જ નરેન્દ્ર મોદીએ બે મંત્રી કલરાજ મિશ્ર અને મનોજ સિંહાને બસ્તી માટે રવાના કરી દિધા છે. ગત દિવસો ઉત્તર પ્રદેશના સંત કબીર નગર નજીક થયેલા ગોરખધામ એક્સપ્રેસ રેલ અકસ્માતમાં લગભગ 40 લોકોના મોત નિપજ્યાં છે અને 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલ અકસ્માતમાં મોતને ભેટનાર લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા વળતર તરીકે આપવાની જાહેરાત કરી દિધી છે અને સાથે જ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોને 50-50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. વડાપ્રધાનમંત્રીનું પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પ્રથમ આદેશ છે.

ગત દિવસો ગોરખધામ એક્સપ્રેસ પુરપાટ ઝડપે આવી રહી હતી તે દરમિયાન તે જ પાટા પર પહેલાંથી જ ઉભેલી એક પેસેંજર ટ્રેકને ટક્કર મારી અને તેના 6 કોચ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે કોચ હવામાં ઉછળી ગયા. ઉત્તર રેલવેના અધિકારીઓએ રેલ અકસ્માતની તપાસ શરૂ કરી દિધી છે. આ મુદ્દે સૂત્રોએ જણાવ્યું હતું કે સિગ્નલ મેનની ભૂલના લીધે આ મોટો અકસ્માત સર્જાયો હતો.

narendra-modi-first-announce

કેવી રીતે આવે છે એક પાટા પર બે રેલગાડીઓ:
આ સાંભળીને એકદમ આશ્વર્ય થશે કે એક જ પાટા પર બે રેલગાડીઓ કેવી રીતે આવી જાય છે? પ્રશ્ન એ પણ ઉદભવે છે કે રેલ ડ્રાઇવરને બીજી ટ્રેન ન દેખાઇ? રેલવે વિભાગમાં એક પદ સિગ્નલ મેનનું હોય હોય છે જેનું કામ હોય છે કે જો કોઇ ટ્રેન પહેલાં જ કોઇ પાટા પર હોય છે અને જો તે પાટા પર કોઇ અન્ય ટ્રેન આવવાની હોય છે તો તે બીજી ટ્રેનને લૂપ લાઇનમાં મોકલી દે છે. જો સિગ્નલ મેન આમ ન કરે તો અકસ્માત સર્જાય છે. રેલવે વિભાગમાં નિયમ પણ એ છે કે કોઇપણ પેસેંજર ટ્રેનને મેન ટ્રેકથી હટાવીને લૂપ લાઇનમાં જ ઉભી કરવામાં આવે છે.

English summary
In one of his first decisions, Modi announced compensation of Rs.2 lakh each to next of kin of those killed in the Gorakhdam Express accident on Monday. The injured will be given a compensation of Rs.50,000 each.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X