For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભાના પ્રથમ સત્રની તારીખ નક્કી કરવા મોદી કેબિનેટની આજે બેઠક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 મે : દેશની 16મી લોકસભાના પહેલા સત્રની તારીખ નક્કી કરવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં એ નક્કી કરવામાં આવશે કે સંસદનું નવું સત્ર ક્યારથી શરૂ કરવામાં આવે. ધારણા કરવામાં આવી રહી છે કે સંસદનું સત્ર જૂનના પ્રથમ સપ્તાહથી શરૂ થઇ શકે છે.

નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ કેબિનેટ બેઠક મંગળવારે બોલાવી હતી. આ બેઠકમાં કાળા નાણાને મુદ્દે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. વાયદા અનુસાર મોદી સરકારે આ મુદ્દે એસઆઇટી બનાવવાનું એલાન કર્યું હતું.

narendra-modi-baghpat

નવગઠિત લોકસભાનું પ્રથમ સત્ર જૂનના પ્રથમ સપ્તાહમાં આરંભ થવાની સંભાવના છે. આજે કેબિનેટની બેઠકમાં તેની તારીખને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી સંભાવના છે. નવા કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે મંગળવારે કેબિનેટની પ્રથમ બેઠક બાદ જણાવ્યું હતું કે વડાપ્રધાને પોતાની સરકારના પ્રથમ દિવસે જ સંપૂર્ણ જોશ સાથે કામ શરૂ કરી દીધું છે.

તેમણે પત્રકારોને જણાવ્યું કે બુધવારે બીજી બેઠક યોજશે. જેમાં સંસદનું બજેટ સત્ર સહિત વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે. નવું સત્ર જૂનના પ્રથમ સપ્તાહમાં મળવાની શક્યતા છે. જેમાં લોકસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવે એવી સંભાવના છે. આ ઉપરાંત નવા સભ્યોને શપથ અપાવવામાં આવશે. ત્યાર બાદ એક વિરામ લઇને બીજા તબક્કામાં સામાન્ય બજેટ અને રેલ બજેટ રજૂ કરવામાં આવશે.

પૂર્વવર્તી યુપીએ સરકારે ફેબ્રુઆરી 2014-15 માટે અંતિમ બજેટ રજૂ કર્યું હતું. જેમાં આ મહિનાના અંત સુધીના ખર્ચની જોગવાઇ કરવામાં આવી હતી.

English summary
Narendra Modi cabinet to meet today to finalise date of first session of Lok Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X