મોદીએ ફારૂકને આપ્યો આકરો જવાબ, કાશ્મીરના પાપીઓએ ધર્મનિરપેક્ષતાની વાત ન કરવી જોઇએ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસી નેતા ફારૂક અબ્દુલા પર નિશાન સાધતાં કહ્યું કે ફારૂક અબ્દુલા સહિત તેમના પિતા અને તેમના પુત્રએ જ કાશ્મીરમાંથી પંડિતોને ભગાવ્યા છે. તેમણે કહ્યું હતું કે ફારૂક અબ્દુલાના પિતાના લીધે જ દેશની એકતાને ઇજા પહોંચી છે. એવામાં જો તે મને સમુદ્રમાં ફેંકવાની વાત કરે છે તો સૌથી પહેલાં તેમને પોતાનો ચહેરો દર્પણમાં જોવો જોઇએ તો તેમને પોતાને હકીકતનો અંદાજો આવી જશે.

નરેન્દ્ર મોદીએ ફારૂક અબ્દુલાના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે કાશ્મીરના પાપીઓએ ધર્મનિરપેક્ષતાની વાત કાદાપિ ન કરવી જોઇએ. તેમણે કહ્યું કે કાશ્મીરથી પંડિતોને ભગાવવામાં તેમના જ પરિવારનો હાથ હતો. નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે જે પ્રકારે ફારૂક શબ્દોનો પ્રયોગ કરી રહ્યાં છે તેમને આ વાત ક્યારેય શોભા આપતી નથી. ફારૂક અબ્દુલાને કશું પણ બોલતાં પહેલાં વિચારવું જોઇએ કે ભારત એક એવો દેશ છે જે બધાને એકસાથે લઇને ચાલવાનું જાણે છે. આવા નિવેદનોથી નરેન્દ્ર મોદીના સ્વાસ્થ્ય પર કોઇ ફરક પડવાનો નથી.

narendra-modi-insults-pm-post

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતની પરંપરા વર્ષોથી સેક્યૂલર છે અને તેને આજસુધી કોઇપણ તોડી શક્યું નથી. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કાશ્મિરમાં જ સેક્યૂલરિઝ્મ પર સૌથી મોટી ઇજા પહોંચી છે. જો કે આ મુદ્દો બિહારથી ભાજપના સાંસદ ઉમેદવાર ગિરિરાજ સિંહના વિવાદિત નિવેદન બાદ જ શરૂ થયો હતો. ગિરિરાજે પોતાની રેલીમાં એક નિવેદન આપ્યું હતું કે ભારતમાં જે પણ લોકો નરેન્દ્ર મોદીના વિરોધી છે તેમને પાકિસ્તાન મોકલી આપવામાં આવશે. આ નિવેદન બાદ જ આ મામલાએ જોર પકડવાનું શરૂ કર્યું અને વાત અહીં સુધી પહોંચી ગઇ.

ફારૂક અબ્દુલાએ પોતાના નિવેદનમાં એમપણ કહ્યું કે નરેન્દ્ર મોદી સહિત તેમના સમર્થકોને સમુદ્રમાં ફેંકી દેવા જોઇએ અતહ્વા પછી ડુબાડી દેવા જોઇએ. નરેન્દ્ર મોદીએ ફારૂકના આ નિવેદનને ગંભીરતા લેતાં તેમને જવાબ આપ્યો અને કહ્યું કે કાશ્મીરની ધર્મનિરપેક્ષતા છિનનાર પાપીઓને આવી વાત શોભતી નથી.

English summary
Narendra Modi said Kashmiri Pandits were forced to leave in the name of religion. Modi also said Farooq and his family have harmed secularism, secularism is in our blood.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X