For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીના સત્તામાં 20 વર્ષઃ 'ગુજરાત મૉડલ'થી 'આત્મનિર્ભર ભારત' સુધી

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સત્તામાં આવે પૂરા 20 વર્ષ થઈ ગયા છે. જાણો તેમની સક્સેસ સ્ટોરી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સત્તામાં આવે પૂરા 20 વર્ષ થઈ ગયા છે. આજના જ દિવસે 20 વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. પીએમ મોદી 12 વર્ષથી વધુ સમય સુધી ગુજરાતના સીએમ પદે રહ્યા છે અને અત્યારે 7 વર્ષથી દેશના પીએમની ખુરશી સંભાળી રહ્યા છે. ગુજરાતને સંપન્ન રાજ્ય બનાવવામાં પીએમ મોદીનુ મહત્વનુ યોગદાન રહ્યુ છે. અહીં તેમણે જીતની હેટ્રિક કરી હતી. તેમના 'ગુજરાત મૉડલ'ની આખી દુનિયાએ પ્રશંસા કરી હતી.

માસ લીડર

માસ લીડર

પીએમ મોદીને માસ લીડર કહેવામાં આવે છે અને તેમના નેતૃત્વમાં જે રીતે ભાજપે બે વાર લોકસભા ચૂંટણી બંપર રીતે જીતી તેનાથી એ વાત સંપૂર્ણપણે સાબિત થઈ ગઈ કે પીએમ મોદી સામાન્યથી લઈને ખાસ લોકો વચ્ચે એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

જનસેવાના 20 વર્ષ

જનસેવાના 20 વર્ષ

પીએમ મોદીના સત્તામાં વીસ વર્ષ પૂરા થવા પર દેશના ગૃહમંત્રી અમિત શાહે ખૂબ જ ખાસ રીકે પીએમ મોદીને અભિનંદન આપ્યા. અમિત શાહે ટ્વિટ કર્યુ છે કે, 'રાજ્ય અને કેન્દ્ર સરકારોના પ્રમુખ તરીકે જનસેવાના 20 વર્ષ પૂરા કરવા પર પ્રધાનમંત્રી @narendramodi જીને અભિનંદર આપુ છુ, મારુ સૌભાગ્ય છે કે મને @narendramodiજીના નેતૃત્વમાં પહેલા ગુજરાત અને પછી કેન્દ્ર સરકાર તેમજ સંગઠનમાં કામ કરવાનો મોકો મળ્યો.'

'ભાજપ સેવા સમર્પણ'

આવો મોદીજીના નેતૃત્વમાં આપણે સહુ દેશવાસી મળીને એક સશક્ત તેમજ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પોતાનુ સર્વશ્રેષ્ઠ આપીએ. #20yearsofSevaSamarpan

વિપક્ષે કરી પીએમ મોદીની ટીકા

તમને જણાવી દઈએ કે પીએમ મોદીના સત્તામાં 20 વર્ષ પૂરા થવા પર ભાજપ સેવા સમર્પણ કાર્યક્રમ ચલાવી રહી છે. જો કે આ વીસ વર્ષોમાં પીએમ મોદીએ અનેક પડકારોને પાર કર્યા. વળી, પોતાના અમુક નિર્ણયોના કારણે તે વિપક્ષની આકરી ટીકાઓના કારણ પણ બન્યા. જેમાં નોટબંધી, જીએસટી, આર્ટિકલ 370, કૃષિ કાયદા, એસસી-એસટી એક્ટ, સીએએ અને નવા કૃષિ કાયદા જેવા નિર્ણયો મુખ્યત્વે શામેલ છે પરંતુ તે એર સ્ટ્રાઈક જેવા નિર્ણયોના કારણે દુનિયામાં પ્રશંસનીય પણ બન્યા.

ટ્વિટર, ફેસબુક પર ખૂબ જ લોકપ્રિય છે નરેન્દ્ર મોદી

ટ્વિટર, ફેસબુક પર ખૂબ જ લોકપ્રિય છે નરેન્દ્ર મોદી

કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન જે રીતે ભારતની આરોગ્ય સેવાઓ લાચાર અવસ્થામાં સામે આવી, તેણે વિપક્ષને પીએમ મોદીની ટીકા કરવાનો મોકો આપી દીધો પરંતુ તેમછતાં જે રીતે ટ્વિટર-ફેસબુક પર તેમના ફોલોઅર્સ વધ્યા છે તે એ જણાવવા માટે પૂરતા છે કે તેમની લોકપ્રિયતા સામાન્ય લોકો વચ્ચે ઘટી નથી. અહીં તમને એ પણ જણાવી દઈએ કે લોકપ્રિય નેતા, ઉમદા વક્તા તરીકે ઓળખ બનાવનાર નરેન્દ્ર મોદી ભારતના એવા પીએમ છે જેમનો જન્મ ભારતની સ્વતંત્રતા પછી થયો છે.

શૂન્યથી શિખર સુધીની સફર

શૂન્યથી શિખર સુધીની સફર

પીએમ મોદીએ શૂન્યથી શિખર સુધીની સફર એમ જ પૂર્ણ કરી નથી કરી, રાહમાં ઘણી અડચણો હતો જેનો સામનો તેમણે ખૂબ સુંદર રીતે કર્યો, 17 સપ્ટેમ્બર, 1950ના રોજ વડનગરના સામાન્ય પરિવારમાં જન્મેલા મોદીએ માત્ર 8 વર્ષની ઉંમરે આરએસએસ જોઈન કર્યુ હતુ. પોતાના પિતા સાથે ચાના સ્ટૉલ પર ચા વેચનાર બાળક ક્યારેક દેશની સત્તા સંભાળશે એ વાત એ વખતે વિચારવી પણ અસંભવ હતી. આજે પીએમ મોદીને લોકો વિકાસ પુરુષ કહીને સંબોધે છે. વળી, ટાઈમ તેમને વિશ્વના ટૉપ પ્રતિષ્ઠિત નેતાઓમાં શામેલ કરી ચૂક્યુ છે.

ફેશન આઈકૉન

ફેશન આઈકૉન

એટલુ જ નહિ પીએમ મોદી સાથે વધુ એક વાત પણ જોડાઈ છે અને તે છે તેમની કામ પ્રત્યે લગન. રજા લીધા વિના કામ કરનાર પીએમ મોદી એક પેશન આઈકૉન પણ કહેવાય છે. તેમનો પહેરેલ પરંપરાગત ખાદીનો કુર્તો અને ગુજરાતી સાફાએ તેમને યુવાનોમાં ઘણા લોકપ્રિય કરી દીધા છે.

ફિટનેસ અને સ્પોર્ટસ લવર

ફિટનેસ અને સ્પોર્ટસ લવર

વળી, પીએ મોદી ફિટનેસ અને સ્પોર્ટસ લવર પણ કહેવાય છે. તેમના સત્તામાં આવ્યા બાદથી જ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ ઓળખ મળી, જેના માટે યુએને પણ તેમની પ્રશંસા કરી હતી. આજે તે અને તેમની સેના દેશને આત્મનિર્ભર બનાવવામાં લાગી છે. માટે તે દિવસ-રાત દેશની અર્થવ્યવસ્થા, દેશની માળખાગત સુવિધા, પ્રોદ્યોગિકી, ડેમોગ્રાફી અને વોકલ ફૉર લોકલ પર કામ કરી રહ્યા છે.

English summary
Narendra Modi, currently the Prime Minister of India, Thursday completes 20 years as the head of a government today. Know his success story from 'Gujarat Model' to 'Atmanirbhar Bharat'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X