હાર્ટ ઓફ એશિયા કોંફરંસમાં પીએમ મોદીના નિશાના પર પાકિસ્તાન, જાણો શું કહ્યુ

Subscribe to Oneindia News

રવિવારે હાર્ટ ઓફ એશિયા કોંફરંસની શરુઆત થઇ. કોંફરંસમાં આતંકવાદની સમસ્યાઓ સાથે ઝઝૂમી રહેલા અફઘાનિસ્તાનની સમસ્યાઓના સમાધાન પર ચર્ચા થઇ અને નિશાના પર પાકિસ્તાન રહ્યુ.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વિના આતંકવાદને અફઘાનિસ્તાનમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિના રસ્તામાં સૌથી મોટો ખતરો બતાવતા બહારની તાકાતોને આના માટે જવાબદાર ઠેરવી. વળી તેમની પહેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યુ કે એક પ્રમુખ તાલિબાન નેતાએ સ્વીકાર્યુ છે કે તેણે પાકિસ્તાનમાં આશરો લીધો છે.

pm modi

અફઘાનિસ્તાનની સમસ્યા અને આતંકવાદ પર પીએમ મોદીએ કહ્યુ

પીએમ મોદીએ કહ્યુ કે ભારત અફઘાનિસ્તાન ક્ષેત્ર અને તેના નાગરિકોને બહારની તાકાતોથી સુરક્ષિત કરવા, તેને મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે અફઘાનિસ્તાનમાં સ્થાયી શાંતિ માટે આતંકવાદને ખતમ કરવાની વાત કહી અને આના માટે સામૂહિક ઇચ્છાશક્તિથી કામ કરવાની અપીલ કરી. પીએમ મોદીએ કહ્યુ કે જો આપણે અફઘાનિસ્તાન અને આપણા ક્ષેત્રમાં આતંકવાદની સ્થિતિ પર શાંત અને નિષ્ક્રિય રહીશુ તો તેનાથી આતંકીઓ અને તેમના આકાઓને વધુ પ્રોત્સાહન મળશે.

pm modi

પીએમ મોદીએ નામ લીધા વિના પાકિસ્તાન પર કર્યો પ્રહાર

પીએમ મોદીએ કહ્યુ કે અફઘાનિસ્તાનમાં શાંતિ માટે માત્ર વાતોનું સમર્થન આપવાથી કામ નહિ ચાલે. આના માટે નક્કર પગલાંની જરુર છે. તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના કહ્યુ કે આતંકવાદની સામે જ નહિ પરંતુ તેને સમર્થન, શરણ અને નાણાકીય મદદ કરનારા સામે પણ પગલાં લેવાની જરુર છે.

ashraf gani

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની

કોંફરંસને સંબોધિત કરતા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યુ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજની તબિયત ખરાબ છે. તેમની જગ્યાએ કોંફરંસમાં નાણામંત્રી અરુણ જેટલી ભાગ લઇ રહ્યા છે. તેમણે કોંફરંસમાં આવેલા ડેલીગેટ્સનું સ્વાગત કર્યુ. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કોંફરંસને સંબોધી. રાષ્ટ્રપતિ ગનીએ કહ્યુ કે ભારત, અફઘાનિસ્તાન અને ઇરાનને જોડવા માટે ચાહબાર બંદરગાહ મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યુ કે અફઘાનિસ્તાનના લોકોને જીવન સુધારવા માટે ભારત શરતો વિના પૂરી પારદર્શકતાથી સમર્થન કરી રહ્યુ છે.
ગનીએ કહ્યુ કે યુએન અનુસાર લગભગ 30 આતંકવાદી સંગઠન અફઘાનિસ્તાનમાં બેઝ બનાવવાની ફિરાકમાં છે. ગયા વર્ષે અફઘાનિસ્તાનામાં આતંકી ઘટનાઓમાં સૌથી વધુ લોકો માર્યા ગયા. જે સહન કરી શકાય નહિ. રવિવારે હાર્ટ ઓફ એશિયા કોંફરંસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઇ છે.

ashrafa gani

કોંફરંસમાં ભાગ લેવા પહોંચેલા ડિપ્લોમેટ્સનું પીએમ મોદીએ કર્યુ સ્વાગત

વિદેશ મંત્રાલયના પ્રવકતા વિકાસ સ્વરુપે જણાવ્યુ કે શનિવારે કોફરંસમાં ભાગ લેવા અમૃતસર પહોંચેલા ડિપ્લોમેટ્સનું સ્વાગત કરતા પીએમ મોદીએ કહ્યુ કે અફઘાનિસ્તાન અને આપણા ક્ષેત્રમાં સ્થાયિત્વ, સુરક્ષા અને વિકાસ માટે આતંકવાદ અને હિંસાને ખતમ કરવુ જરુરી છે. તેમણે જણાવ્યુ કે અફઘાનિસ્તાન જે સમસ્યાઓથી આજે ઝઝૂમી રહ્યુ છે, તેનાથી તેને બહાર કાઢવાની આ ક્ષેત્રના દેશોની સામૂહિક જવાબદારી છે. અફઘાનિસ્તાનની મદદ માટે બધાએ સાથે મળીને કામ કરવુ પડશે. અફઘાનિસ્તાનની સમસ્યાઓ પર કોંફરંસમાં ચર્ચા થઇ હતી. ઉલ્લેખનીય છે કે 2011 માં હાર્ટ ઓફ એશિયા કોંફરંસને ઇસ્તંબુલમાં લોંચ કરવામાં આવી હતી. અમૃતસરમાં આનું છઠ્ઠુ સંમેલન થઇ રહ્યુ છે. આ કોંફરંસમાં ખાસ કરીને અફઘાનિસ્તાનની સમસ્યાઓ પર ચર્ચા ચાલી રહી છે. કોંફરંસમાં ભાગ લેવા માટે 14 દેશોના વરિષ્ઠ અધિકારી અને 17 સમર્થક દેશોના પ્રતિનિધિ અમૃતસર પહોંચ્યા છે.

English summary
Narendra Modi emphasized the need to end terrorism in the region for stability and security in heart of asia
Please Wait while comments are loading...