• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નંબર્સ કરે છે 'નમો નમો', કોંગ્રેસને પડી શકે છે ભારે

|

બેંગ્લોર, 13 જૂનઃ દેશમાં નરેન્દ્ર મોદીનું વધતું કદ, યુવાઓમાં વધતી તેમની લોકપ્રિયતા અને વિકાસના કાર્યોના આધારે કહેવામાં આવી રહ્યું છે કે, તેમના નેતૃત્વમાં જ ભાજપ લોકસભા ચૂંટણી 2014માં મોટી સફળતાં હાસલ કરી શકે છે. અહી દેશના ચાર મોટા રાજ્યોમાં પાર્ટીના પ્રદર્શનનું આકલન કરવામાં આવ્યું છે, જીહાં, મોદી એક મોટુ અંતર પેદા કરી રહ્યાં છે.

આ આકલન એ રાજ્યોમાં પાર્ટીના 2009ની સામાન્ય ચૂંટણીમાં પ્રદર્શનના આધાર પર કરવામાં આવી છે. અહી ચાર રાજ્ય ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ છે. આ સર્વેમાં એ રાજ્યોમાં પણ પાર્ટીના પ્રદર્શનનું આકલન કરવામાં આવ્યું છે, જ્યાં મોદી ભાજપ માટે એક મોટું ફેક્ટર બની શકે છે. આ આકલન નીતિ સેન્ટ્રલ દ્વારા કરવામાં આવ્યું છે.

narendra-modi
ઉત્તર પ્રદેશઃ- લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી ઘણા જ મહત્વપૂર્ણ પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. 90ના દશકામાં આ પ્રદેશ ભાજપનું ગઢ મનાતું હતું. ભાજપ ત્યારે ચરમ પર હતું કારણ કે એ દોર અડવાણી અને વાજપાયીનો હતો, પરંતુ આ વખતે ભાજપ કાર્યકર્તા પહેલાની જેમ જ જોશથી ભરપૂર છે અને હાલના ઘણા સર્વેમાં અહી ભાજપની બેઠકો વધવાની વાતો કરવામાં આવી છે.

સંભાવનાઓને જોતા મોદીએ પોતાના માસ્ટર રણનીતિકાર અમિત શાહને અહી મોકલી દીધા છે. જો કે, લગભગ છેલ્લા બે દશકાઓથી પ્રદેશનું રાજકારણ દલિતો અને સવર્ણોમાં વિભાજિત છે, પરંતુ મોદીના કેમ્પેને રાજ્યમાં હલચલ પેદા કરી દીધી છે, હવે જોવા જેવી વાત એ હશે કે શું મોદીની તરફેણમાં ફુંકાઇ રહેલી હવા આ રાજ્યમાં તેમને મત અપાવી શકે છે. રાજકિય પંડિતોની સામે પણ એ પ્રશ્ન છે કે શું વિકાસનું રાજકારણ અહી જીત નોંધાવી શકશે. પાર્ટી અહી 45 બેઠકો જીતવા પર નજર લગાવીને બેઠી છે. આ મામલા પહેલા વારાણસીમાં રહેતા અને પૂર્વ નૌસેના અધિકારી શૈલેશ પાંડેયનું કહેવું છે કે, ત્રણ કારણ છે જે આ સમયે મોદનું સમર્થન કરી રહ્યાં છે.

પહેલું- તેમનામાં સામાન્ય જનતા પોતાનું ભવિષ્ય જોઇ રહી છે.

બીજુ- તે એક જમીન સાથે જોડાયેલા નેતા છે.

ત્રીજું- તેમની પાસે એક મજબૂત ટીમ છે.

તેમણે લોકસભા ચૂંટણી માટે સૌથી મહત્વપૂર્ણ રાજ્યમાં પાર્ટીની સંભાવનાઓ અંગે કહ્યું કે એ જાણવા માટે અમે પાર્ટીને પ્રદર્શનના આધારે ત્રણ ભાગોમાં વિભાજીત કરી લીધી છે.

ગ્રુપ એઃ- જેમાં એ બેઠકો સામેલ કરવામાં આવી છે, જ્યાં પાર્ટીએ જીત હાંસલ કરી છે અથવા તો 2009માં ઉમેદવારે હાર છતાં પણ મજબૂત પ્રદર્શન કર્યું છે. આ ગ્રુપમાં એ બેઠકોને પણ સામેલ કરવામાં આવી છે, જ્યાં પાર્ટીને પચાસ હજારથી ઓછા વોટથી હારનો સામનો કરવો પડ્યો છે. આવી લગભગ 24 બેઠકો છે.

ગ્રુપ બીઃ- આ ગ્રુપમાં એ સંસંદીય ક્ષેત્રોને સામેલ કરવામાં આવ્યા છે, જ્યાં પાર્ટીએ પચાસ કે તેનાથી વધારે અને 80 હજારથી ઓછા વોટોથી હારનો સામનો કરવો પડ્યો છે, આવી 6 બેઠકો છે.

ગ્રુપ સીઃ- આ ગ્રુપમાં એ બેઠકોનો સામેલ કરવામાં આવી છે, જે 90ના દશકામાં અને એ પહેલા પાર્ટીનો મુખ્ય ગઢ રહી છે. જેમા લગભગ 18 બેઠકો છે. કુલ મળીને આ 48 બેઠકો પર પાર્ટીની પૂરી ક્ષમતાથી જીત મેળવવાનો પ્રયાસ કરવો પડશે અને અહી પાર્ટીના વિજયની સંભાવનાઓ પણ છે.

મહારાષ્ટ્રઃ- આ એક એવું રાજ્ય છે જ્યાં 25 બેઠકો પર એનસીપી-કોંગ્રેસ અને ભાજપ(શિવસેનાના સહયોગથી) સીધી ટક્કર હશે. જ્યાં એનડીએની કપરી પરીક્ષા થશે. અહી સંસદીય બેઠકોને ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવી છે.

ગ્રુપ એઃ- એવી બેઠકો જેમાં ભાજપે 2009માં જીત હાસલ કરી હતી, તેની સંખ્યા નવ છે.

ગ્રુપ બીઃ- એવી સાત બેઠકો જ્યાં 2009માં ભાજપને ત્રીસ હજારથી ઓછા વોટોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ગ્રુપ સીઃ- એવી બેઠકો જ્યાં પાર્ટીને 80 હજારથી ઓછા વોટોથી હારનો સામનો કરવો પડ્યો હતો અને પાર્ટીની જીતની સંભાવનાઓ છે. આ બેઠકોની સંખ્યા ત્રણ છે. મહારાષ્ટ્રમાં 19 બેઠકો એવી છે જ્યાં ભાજપ જીત નોંધાવી શકે છે.

ભાજપની જીતની સંભાવનાઓ અંગે વેટરન ટ્રેડ યુનિયનિસ્ટ વેંકટરાવ પાટિલનું કહેવું છે કે 1955મા આ ક્ષેત્રોમાં કોંગ્રેસ અને એનસીપીની પકડ ઢીલી થઇ ગઇ હતી. તેવામાં અહી પાર્ટીની જીતની સર્વાધિક સંભાવનાઓ છે.

બિહારઃ- હજુ સુધી ભાજપે અહીં જેડીયુ સાથે ચૂંટણી લડી છે. વિશ્લેષક બતાવે છે કે નીતિશના કારણે લોઅર કાસ્ટે ગઠબંધનને વોટ આપ્યા, પરંતુ હવે ભાજપ-જેડીયુ ગઠબંધન તૂટવાના કગાર પર હોવાના કારણે ભાજપ અહી એકલા હાથે ચૂંટણી લડે તેવી સ્થિતિમાં ભાજપની બેઠકો વધી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવે તો જનતા નીતિશને નજરઅંદાજ કરી શકે છે. 2009માં ભાજપે અહી 15 બેઠકોમાંથી 12 બેઠકો પર વિજય હાસલ કર્યો હતો અને ત્રણ બેઠકો ઘણા ઓછા માર્જીનથી ગુમાવી હતી. અતઃ બેઠકોના આધારે આ ક્ષેત્રનું વર્ગીકરણ આ પ્રકારે છે.

ગ્રુપ એઃ- એવી 13 બેઠકો છે જ્યાં ભાજપે 2009ની સામાન્ય ચૂંટણીમાં જીત નોંધાવી હતી અથવા પાંચ હજારથી ઓછા વોટોથી હારનો સમાનો કરવો પડ્યો હતો.

ગ્રુપ બીઃ- એવી પાંચ બેઠકો જ્યાં અપર કાસ્ટના લોકોએ વોટ વધારે આપ્યા અને ભાજપે જેડીયુ સાથે મળીને ચૂંટણી લડી હતી.

ગ્રુપ સીઃ- એવી સાત બેઠકો છે જ્યાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બેઠકો વધવાની સંભાવનાઓ છે.

આ 25 બેઠકો પર ભાજપની જીતની સંભાવના છે. હજુ હાલમાં જ આવેલા કેટલાક સર્વે એવું જણાવે છે કે મોદીના નેતૃત્વના પ્રભાવથી અહી બેઠકો વધવાની સંપૂર્ણ સંભાવનાઓ છે.

આંધ્રપ્રદેશઃ- એવુ સામાન્ય રીતે કહેવામાં આવે છે કે દક્ષિણ ગુજરાતમાં ભાજપનું અસ્તિત્વ નથી અને તેલંગણા ક્ષેત્રમાં ભાજપનો પ્રભાવ છે. વિશ્લેષકોનું માનવું છે કે મોદી જેવા મજબૂત નેતા આવવાથી અહી પાર્ટીની સંભાવનાઓ વધી શકે છે. જેમકે પહેલા પણ અટલ બિહારી વાજપાયીના નેતૃત્વમાં પાર્ટીએ તમિળનાડુ અને આંધ્રપ્રદેશમાં જીત હાસલ કરી હતી. હવે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, જો પાર્ટી તેલંગણા મુદ્દાને પોતાના ઘોષણા પત્રમાં સામેલ કરશે તો જરૂરથી લાભ થવાની સ્થિતિ સર્જાઇ શકે છે. સંભાવનાઓના આધારે પાર્ટીની જીત આ ત્રણ પ્રયાસો પર નિર્ભર કરે છે.

ગ્રુપ એઃ- એવી ચાર બેઠકો છે, જ્યાં પાર્ટીએ 2009 લોકસભા ચૂંટણીમાં એક લાખથી વધારે વોટો હાસલ કર્યા. આ વખતે તેલંગણા મુદ્દો અને નરેન્દ્ર મોદીના કારણે આ વોટની સંખ્યા બેગણી થઇ શકે છે.

ગ્રુપ બીઃ- એવી ત્રણ બેઠકો છે, જ્યાં પાર્ટીને પાંચ ટકા વોટ હાસલ કર્યા. નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર અભિયાનના કારણે અહી વોટ વધી શકે છે.

ગ્રુપ સીઃ- આવી ત્રણ બેઠકો છે, જ્યાં પાર્ટી ફિલ્મ સિતારાઓ સાથે કાર્યકર્તાઓના પ્રયાસોથી ગ્રોથ કરી શકે છે.

આ ચાર રાજ્યો ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી, ઝારખંડ અને છત્તીસગઢ એવા રાજ્ય છે, જ્યાં પાર્ટીની સીધી ટકકર કોંગ્રેસ સાથે છે. તેમાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત ભાજપના ઘણા જ મજબૂત રાજ્ય છે. તેમાંથી ઘણા રાજ્યોમાં વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે. જ્યાં પાર્ટીને લાભ મળી શકે છે. કારણ કે, વિપક્ષી દળ કોંગ્રેસ બેકફૂટ પર છે.

ઉપરોક્ત રાજ્યો ઉપરાંત તમિળનાડુ, ઓરિસ્સા, પંજાબ, હરિયાણા, આસામ અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં 118 બેઠકો છે. જ્યાં સ્થાનિક પાર્ટીઓ સાથે ગઠબંધનના આધારે ભાજપને લાભ થઇ શકે છે. તો ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મૂ કાશ્મિરમાં ડઝનેક બેઠકો છે, જ્યાં પાર્ટીને રાષ્ટ્રીય સ્તર પર મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આ આકંડાઓ ભાજપની દેશમાં મજબૂત સ્થિતિ દર્શાવે છે કે આવનારી ચૂંટણી ભાજપ એક પ્રમુખ પાર્ટીના રૂપમાં ઉભરીને આવી શકે છે.

English summary
Survey based on Loksabha election 2009 says Naredra Modi factor can help BJP to come into power in 2014. Here is the analysis of possibilities.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more