Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જેને સાઇકલ નથી બનાવી તેને પીએમે રાફેલ કોન્ટ્રાક્ટ આપ્યો: રાજ બબ્બર

ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બરે પ્રધાનમંત્રી મોદી પર ફ્રાન્સ સાથે થયેલા રાફેલ વિમાન ડીલ પર ઘોટાળો કરવાનો આરોપ લગાવ્યો છે.

ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બરે પ્રધાનમંત્રી મોદી પર ફ્રાન્સ સાથે થયેલા રાફેલ વિમાન ડીલ પર ઘોટાળો કરવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યસભા સંસદ રાજ બબ્બર ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે બાબતે સામે આવી રહી છે તેનાથી સાફ છે કે ડીલમાં પારદર્શિતા રહી રાખવામાં આવી અને કેટલાક લોકોને તેમના ફાયદો પહોંચાડવામાં આવ્યો છે. લખનવ પ્રેસ કોન્ફ્રન્સ પર રાજ બબ્બર ઘ્વારા જણાવવામાં આવ્યું કે પીએમ મોદી વિપક્ષના આરોપનો જવાબ આપવાને બદલે ફક્ત ડ્રાંમેબાજી કરી રહી રહ્યા છે.

ડીલમાં થયેલો ઘોટાળો છુપાવવા માટે ડ્રાંમેબાજી

ડીલમાં થયેલો ઘોટાળો છુપાવવા માટે ડ્રાંમેબાજી

રાજ બબ્બર ઘ્વારા જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ સાંસદો ઘ્વારા સંસદમાં સતત રાફેલ ડીલ અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે પરંતુ જવાબ આપવાને બદલે મોદી ડ્રાંમેબાજી કરી રહ્યા છે. રાજ બબ્બર ઘ્વારા જણાવવામાં આવ્યું કે મોદી રાફેલ બાબતે એક્સપોઝ થઇ ગયા છે. તેમને જણાવ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીને જે સવાલ કર્યા તેનો તેમને જવાબ કેમ નહીં આપ્યો.

અમર સિંહ ઉપર પણ નિશાનો

અમર સિંહ ઉપર પણ નિશાનો

રાજ બબ્બર ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાફેલ ડીલ સરકારી કંપની એચએએલ પાસેથી લઈને પ્રાઇવેટ કંપનીને આપવામાં આવી. એક એવી કંપની જે ફક્ત 15 દિવસ પહેલા બની છે. જે કંપનીએ એક સાઇકલ પણ નથી બનાવી તેને રાફેલ ડીલ આપી છે. લખનવની એક રેલીમાં મોદીએ પૂર્વ સરકારોના ઉદ્યોગપતિઓ સાથે સંબંધો અને અમર સિંહને તેના વિશે જાણકારી હોવાના નિવેદન પર રાજ બબ્બરે જણાવ્યું કે એક "બીમાર" ને ઉદ્યોગપતિઓ સામે સાક્ષી બનાવી રજુ કરવામાં આવ્યો.

બેરોજગારો પર લાઠી ચલાવી રહી ભાજપા

બેરોજગારો પર લાઠી ચલાવી રહી ભાજપા

રાજ બબ્બર ઘ્વારા જણાવવામાં આવ્યું કે મોદી લખનવમાં ઉદ્યોગપતિઓને બોલાવીને ખોટી વાતો ફેલાવી રહ્યા છે. જયારે છેલ્લી બે સરકારોમાં આવેલા 90 હજાર કરોડ નિર્વેષ પ્રસ્તાવનું શુ થયું તેના પર કઈ પણ બોલ્યા નથી. આયોજન માટે 40 મર્સીડીઝ ગાડીઓ ભાડા પર લેવામાં આવી, તેના પર કઈ પણ બોલ્યા નથી. રાજ બબ્બરે જણાવ્યું કે દર વર્ષે 2 કરોડ યુવાઓને રોજગાર આપવાની વાત કરતી ભારતીય જનતા પાર્ટી બેરોજગારો પર લાઠી ચલાવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X