For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એન્કાઉન્ટર માટે મોદી સરકાર જવાબદાર : શિવસેના

|
Google Oneindia Gujarati News

sanjay raut
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર : શિવસેનાએ ગુજરાતના સસ્પેન્ડેડ ડ઼ીઆઇજી ડીજી વણઝારાના બહાને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે ગુજરાતમાં નકલી એન્કાઉન્ટર માટે સીધી રીતે મોદી સરકારને જવાબદાર ગણાવી છે. શિવસેના અનુસાર એન્કાઉન્ટર સરકારના આદેશ અનુસાર થાય છે. એવામાં જવાબદારી સરકારની બને છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે વણઝારાએ જેલમાંથી 10 પાનાનો પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તેમણે માત્ર સરકારી નીતિઓનું પાલન કર્યું છે, એ નીતિઓ સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર બેઠેલા લોકોએ નક્કી કરી હતી. અને તેમને આજે જેલની હવા ખાવી પડી રહી છે તો તેના ગુનાહમાં મોદી સરકારે પણ જેલમાં હોવું જોઇએ.

નોંધનીય છે કે આ કોઇ પહેલીવાર નથી કે જ્યારે બીજેપીની સહયોગી શિવસેનાએ મોદી પર પ્રહાર કર્યા હોય. શિવસેના અવારનવાર મોદી પર પ્રહાર કરતી રહી છે. આવામાં સવાલ એ છે કે શું શિવસેનાને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે મંજૂર નથી? મોદીના પીએમ પદના ઉમેદવારી પર પણ શિવસેના અસહમતી દર્શાવી ચૂકી છે.

આ પહેલા પણ સામનામાં મોદી પર કટાક્ષી ભાષામાં લેખ લખાયો હતો. તેમાં લખાયું હતું કે શું નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બની જશે તો પાકિસ્તાનમાંથી દાઉદ ઇબ્રાહિમ અને હાફિઝ સઇદ જેવા લોકોને દેશમાં ઘસેડીને લઇ આવશે અને ફાંસીના માંચડે ચડાવી દેશે? અને હવે શિવસેનાએ વણઝારાના પત્ર પર નિશાન સાધ્યું છે.

English summary
Narendra Modi government is responsible for ancounter : Shiv sena
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X