For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે લૉકડાઉન દરમિયાન કર્મચારીઓને પૂરી સેલેરી આપવાનો નિર્ણય પાછો લીધો

લૉકડાઉન દરમિયાન કર્મચારીઓને પૂરુ વેતન આપવાના નિર્દેશ કેન્દ્ર સરકારે પાછા લઈ લીધા છે.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉનના કારણે આખા દેશની અર્થવ્યવસ્થા ઠપ્પ છે. ગઈ 29 માર્ચે પીએમ મોદીએ એક નિર્દેશ જારી કર્યા હતા જેમાં બધી કંપનીઓ તેમજ અન્ય માલિકોને કહેવામાં આવ્યુ હતુ કે તે લૉકડાઉન દરમિયાન કર્મચારીઓને પૂરુ વેતન આપશે. પરંતુ હવે કેન્દ્ર સરકારે પોતાના આ નિર્દેશ પાછા લઈ લીધા છે. સરકારના આ નિર્ણયથી કંપનીઓ અને ઉદ્યોગ જગતને રાહત મળવાનુ અનુમાન છે. પરંતુ કામદારોને આનાથી મોટો ઝટકો લાગ્યો છે.

rupees

સરકારના આ નિર્ણય પર કોંગ્રેસે હુમલો કરી દીધો છે. કોંગ્રેસ નેતા અને પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ બેવડી નફરતવાળી રાજનીતિ ગણાવી દીધી છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસની લાખ ભલામણ બાદ પણ સરકારે વેતનમાં ઘટાડોન કરવાના આદેશને પાછો લઈ લીધો.

તેમણે કહ્યુ કે ભાજપે નોકરી છૂટી ગયેલા લોકો અને મજૂરોને રસ્તા વચ્ચે છોડી દીધા છે. તમને જણાવી દઈએ કે ગૃહ સચિવ અજય ભલ્લાએ લૉકડાઉન લગાવવાના થોડા દિવસ બાદ 29 માર્ચે જારી દિશાનિર્દેશમાં બધી કંપનીઓ તેમજ અન્ય માલિકોને કહ્યુ હતુ કે તેમના કામ બંધ રહેવાની સ્થિતિમાં પણ મહિનો પૂરો થવા પર બધા કર્મચારીઓને કોઈ કાપ વિના પૂરુ વેતન આપે.

WHOને ટ્રમ્પની ધમકી, ઠોસ સુધારા કરો નહિતર ફંડ બંધ, સભ્યપદ પણ ખતમWHOને ટ્રમ્પની ધમકી, ઠોસ સુધારા કરો નહિતર ફંડ બંધ, સભ્યપદ પણ ખતમ

English summary
Narendra Modi Govt withdraws order making wage pay mandatory during lockdown.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X