For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદને પાઠવી જન્મદિવસની શુભકામનાઓ

1 ઓક્ટોબર ને રવિવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદનો 72મો જન્મદિવસ, પીએમ મોદીએ પાઠવી શુભકામનાઓ.

By Shachi
|
Google Oneindia Gujarati News

રવિવારે 1 ઓક્ટોબરના રોજ દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદનો જન્મદિવસ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, રાષ્ટ્રપતિને જન્મદિવસની શુભકામનાઓ, ભાગવાન તેમને લાંબી ઉંમર અને સારું સ્વાસ્થ્ય આપે, જેથી તેઓ દેશની સેવા કરી શકે. પીએમ એ આગળ લખ્યું કે, જ્યારથી રાષ્ટ્રપતિ તરીકે તેમનો કાર્યકાળ શરૂ થયો છે, ત્યારથી તેઓ પોતાની સરળ અને દયાળુ પ્રકૃતિથી દેશની જનતાને પ્રેમ આપી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મેં હંમેશા જોયું છે કે, રાષ્ટ્રપતિજી 125 કરોડ લોકો પ્રત્યે ખૂબ સંવેદનશીલ રહ્યા છે, ખાસ કરીને ગરીબ અને નબળા વર્ગ માટે.

ram nath kovind birthday

રાષ્ટ્રપતિ તરીકે પદ ગ્રહણ કર્યા બાદ આ રામ નાથ કોવિંદનો પ્રથમ જન્મદિવસ છે. 1 ઓક્ટોબર, 1945ના રોજ જન્મેલ રામ નાથ કોવિંદનો આ 72મો જન્મદિવસ છે. પોતાના જન્મદિવસે તેઓ મહારાષ્ટ્રમાં શિરડીની મુલાકાત લેનાર હતા, સાંઇ બાબાના દર્શન કરી તેઓ શિરડી ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ કરશે. સાથે જ તેઓ મુંબઇની પણ મુલાકાત લેશે. મુંબઇમાં તેમને એક વિશેષ કાર્યક્રમનું નિમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમ મહારાષ્ટ્ર(શહેર)ને ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત ઘોષિત કરવા માટે રાખવામાં આવ્યો છે.

ram nath kovind birthday
English summary
Narendra Modi greets President Ramnath Kovind on his 72nd birthday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X