For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે કહ્યું કે મોદીનું નોલેજ છે ઓછું, અને સમજમાં નથી દમ!

|
Google Oneindia Gujarati News

congress
નવી દિલ્હી, 13 મે : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકા અને કેનેડામાં વસેલા ભારતીયોને વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા સંબોધન કરી કેન્દ્ર સરકારની નીતિયો પર જોરદાર ટીકાઓ કરી. પરંતુ આ દરમિયાન વિદેશ નીતિઓને લઇને સરકારની ટીકા કરીને તેમણે વિરોધીઓને તક આપી દીધી છે. કોંગ્રેસનો કોઇ નેતા તેમના નોલેજ પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કોઇ તેમની સમજ પર.

કોંગ્રેસ નેતા જગદંબિકા પાલે જણાવ્યું કે નરેન્દ્ર મોદી પોતાને બીજેપીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર માને છે, કદાચ તેઓ ભૂલી રહ્યા છે કે ભારતની કેન્દ્ર સરકારની ટિકા કરવી એક રીતે ભારતની આલોચના છે. બીજા દેશનો કોઇ પણ નેતા આવે છે તો તે તેના દેશના વખાણ કરે છે. તેઓ ભૂલી ગયા કે તેઓ કોઇ ચૂંટણી સભાને નહીં પરંતુ એનઆરઆઇને સંબોધિત કરી રહ્યા હતા.

કોંગ્રેસ પ્રવક્તા શકીલ અહેમદે ટ્વિટ કર્યું કે વિદેશ નીતિ પર નરેન્દ્ર મોદીની ટિપ્પણી સાંભળીને સલમાન ખુર્શીદ કહે છે કે મોદીએ એ મુદ્દાઓ પર વાત ના કરવી જોઇએ જે અંગે તેમનું નોલેજ ઓછું હોય. કોંગ્રેસ નેતા સત્યવ્રત ચતુર્વેદીએ જણાવ્યું કે મોદી જેવા ચિરાગ હશે તો પોતાના જ ઘરમાં આગ લાગવાનો ખતરો બની રહેશે. તેમની પાસે બીજી કોઇ આશા પણ રાખી ના શકાય. તેઓ પહેલા આત્મપરિક્ષણ કરે. કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે મોદીએ રાષ્ટ્રીય મંચ પર કોઇ પદ સંભાળ્યું નથી, માટે તેઓ કંઇપણ વિચાર્યા વગર બોલ્યા કરે છે.

લેફ્ટનેતા ડી રાજાએ કહ્યું કે કેન્દ્ર સરકારના અમે પણ વિરોધી છીએ પરંતુ મોદીએ વિદેશી મંચ પર સરકાર અંગે વાત કરવાનો કોઇ અધિકાર નથી. તેઓ કઇ સરકાર અંગે વાત કરે છે. ગુજરાતમાં લઘુમતીઓ, ગ્રામીણના લોકો માટે કંઇ કરવામાં આવી રહ્યું નથી. સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામ આસરે કૂશવાહાએ કહ્યું કે મોદીના સપના તો મોટા પરંતુ તે બધા ખયાલી પુલાવ છે. હાઇસ્કૂલમાં તેમણે ભલે ટોપ કરી ગયા પરંતુ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલમાં જરૂર ફેલ થશે.

English summary
Narendra Modi have no knowledge and understading said Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X