For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર માટે નરેન્દ્ર મોદી કોઇ મુદ્દો નથી: નિતિશ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 ઓગષ્ટ: બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. નવી દિલ્હીમાં એક ન્યૂઝ ચેનલ પર આયોજિત ચર્ચામાં નિતિશ કુમારે કહ્યું હતું કે 'તે વ્યક્તિ જ દેશ ચલાવી શકે છે, જે બધાને સાથે લઇને ચાલે. જો કે કેટલાક લોકો દિવસમાં પણ વડાપ્રધાન બનવાના સપના જોવા લાગ્યા છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં મોદી ફેક્ટર વિશે પૂછવામાં આવ્તાં એક પ્રશ્નના જવાબમાં તેમને કહ્યું હતું કે 'અમે ક્યારેય કોઇ વ્યક્તિની વાતની વાત નથી કરતા. પરંતુ તમે જે વિશે વાત કરી રહ્યાં છો તે બિહારમાં કોઇ મુદ્દો જ નથી. બિહારમાં ચૂંટણી દરમિયાન વિકાસનો મુદ્દો હશે. પરિણામ જાહેર થતાં તમારી બેચેની દૂર થઇ જશે. 'વિકાસના ગુજરાત વર્સીસ બિહાર મોડલ' પર ચર્ચામાં સામેલ થવાની મનાઇ કરતાં નિતિશ કુમારે કહ્યું હતું કે 2014 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી તેમના રાજ્યમાં કોઇ મુદ્દો જ નહી હોય.

nitish-kumar-cm

તેમને કહ્યું હતું કે જો કેન્દ્ર બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે તો તેનાથી યૂપીએને ફાયદો થશે. નિતિશ કુમારની પાર્ટી જેડીયૂએ ભાજપ સાથે 17 જૂનું ગઠબંધન તોડી દિધું છે. જો કે નિતિશ કુમારે આ પ્રશ્નનો જવાબ આપવાનું ટાળી દિધું હતું કે તેમની પાર્ટી 2014માં કોંગ્રેસ નીત સરકારને બહારથી સમર્થન આપશે. તેમને જવાબમાં કહ્યું હતું કે આ કાલ્પનિક પ્રશ્ન છે.

તેમને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો વાયદો કરવામાં આવે તો શું તે 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારને સમર્થન કરશે. આ મુદ્દે નિતિશ કુમારે કહ્યું હતું કે આ માંગણી કેન્દ્ર સરકાર પાસે છે. અત્યારે તો યૂપીએ છે જે વિશેષ દરજ્જો આપવાની સ્થિતિમાં છે.

English summary
Bihar chief minister Nitish Kumar stated that Narendra Modi is not an issue for us and special status for Bihar will decide politics in future.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X