EXIT POLLના પરિણામોથી ભાજપ ખુશ, પરંતુ મોદીની ચિંતા વધી શકે છે
નવી દિલ્હી, 13 મે: 16મી લોકસભા ચૂંટણીનો મહાસંગ્રામ થંભી ગયો છે. બધાની નજર ફક્ત 16 મેના પરિણામ પર ટકેલી છે. બધા રાજકીય પક્ષોના યોદ્ધા પોત-પોતાના નવા દાવ અજમાવ્યા બાદ પરિણામો પર નજર માંડીને બેઠ્યાં છે. પરંતુ ટીવી ચેનલો પર ગત રાત્રે બતાવવામાં આવેલા એક્ઝિટ પોલે કેટલાક દ્રશ્યો તો સ્પષ્ટ કરી દિધા છે. દિલ્હી માટે ફાઇનલ મુકાબલાના પરિણામ આવ્યા પહેલાં આવેલા એક્ઝિટ પોલના પરિણામોએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી, ભાજપ અને એનડીએના સહયોગી દળો માટે એક મોટી આશા જગાવી દિધી છે.
નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન જે રેકોર્ડ ચૂંટણી રેલેઓની તેનું સકારાત્મક પરિણામ એક્ઝિટ પોલમાં જોવા મળી રહ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલના પરિણામોથી અતિ ઉત્સાહિત ભાજપના નેતા ખુલીને બોલવા લાગ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ હજુ સુધી મૌન સાધેલું છે. તે ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યાં છે પરંતુ સાર્વજનિક રીતે કોઇ નિવેદન આપી રહ્યાં નથી.
નરેન્દ્ર મોદીના મૌનનું એક કારણ એ પણ હોઇ શકે કે એક્ઝિટ પોલના પરિણામો હંમેશા ભાજપને વધુ સીટો મળતી જોવા મળી રહી છે પરંતુ જ્યારે પરિણામ આવે છે તો એક્ઝિટ પોલના પરિણામથી ભાજપની સીટો ઓછી થઇ જાય છે. નરેન્દ્ર મોદીની ચિંતાનું કારણ એ જ છે કે મોદી એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરી શકતા નથી. જો ગત ત્રણ ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા પર નજર કરીએ તો આખી કહાણી ભાજપને ચિંતામાં મુકી શકે છે.

1999ની ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં એનડીએને 300 થી 334 સીટો અને યુપીએને 138 થી 146 સીટો મળવાનું અનુમાન લગાવ્યું હતું પરંતુ પરિણામ બાદ એનડીએને 296, યુપીએને 134 સીટો મળી.
જ્યારે 2004ની ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં એનડીએને 240 થી 284 અને યુપીએને 164 થી 197 સીટો મળવાનું અનુમાન હતું પરંતુ ચૂંટણીના પરિણામમાં એનડીએને 189 અને યુપીએને 222 સીટો મળી.
વાત 2009ની ચૂંટણીની કરીએ તો મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં એનડીએને 177 થી 197 અને યુપીએને 197 થી 216 સીટોનું અનુમાન હતું પરંતુ પરિણામ બાદ એનડીએને 159 અને યુપીએને અનુમાનથી વધુ 262 સીટો મળી. એવામાં નરેન્દ્ર મોદી આ હકિકતથી વાકેફ છે કે એક્ઝિટ પોલના આંકડા ઓછી વખત સાચા સાબિત થાય છે.












Click it and Unblock the Notifications
