• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અડવાણી માને કે ના માટે મોદીના નામની જાહેરાત થાય: સંઘ

|

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની ઘોષણા બાદ નરેન્દ્ર મોદીએ આપેલી પ્રતિક્રિયા આ મુજબ છે...

નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો વિજયનો વિશ્વાસ

"આજે ભાજપના વરિષ્ઠ નેતા અટલજી અને અડવાણી સહિત સૌ નેતાઓ અને કાર્યકરોએ તેમના અથાગ પરિશ્રમથી ભાજપને આ સ્તરે પહોંચાડી છે. હું તેમને નમન કરીને આભાર વ્યક્ત કરું છું. હું ભાજપના કાર્યકરો, સમર્થકોને વિશ્વાસ આપું છું કે 2014ની ચૂંટણીઓમાં ભાજપ વિજયી બને તે માટે હું પ્રયત્ન કરવામાં કોઇ કમી રાખીશ નહીં. સામાન્ય માનવી, કાર્યકરોની અપેક્ષા પર પાર ઉતરું તે માટે પ્રયત્નો કરીશ. આપના માધ્યમથી દેશના કરોડો દેશવાદીઓ પાસેથી આશીર્વાદ માંગુ છું કે દેશ સંકટની ઘડીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે ભાજપને આશીર્વાદ આપી તેને વિજયી બનાવે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી કમળને સાથ આપજો."

"મીડિયાનો આભારી છું કે આપે ભાજપના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેક વાર પ્રયત્નો કર્યા છે. સામાન્ય માનવીનો વિશ્વાસ દ્રઢ બનાવ્યો છે. 2014માં ભ્રષ્ટાચાર વિરોધમાં, મોંધવારીના વિરોધમાં કામ કરીશું. હું અમારા તમામ સાથીનો આભારી છું. તેમણે જે આશીર્વાદ આવ્યા છે તેમનો હ્રદયથી ધન્યવાદ માનુ છું."

અપડેટ: 6.30 pm

ભારતીય જનતા પાર્ટીમાં પ્રધાનમંત્રી પદની ઉમેદવારીને લઇને ચાલી રહેલા ઘમાસાણનો આખરે ત્યારે અંત આવ્યો જ્યારે ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ સાંજે 6.32 વાગ્યે આવનાર લોકસભાની ચૂંટણી માટે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે.

અપડેટ: 6.00 pm

નરેન્દ્ર મોદી બીજેપી કાર્યાલય પહોંચી ગયા. મીડિયાનો જમાવડો અને પાર્ટીના કાર્યકરોએ મોદીનું ઢોલ નગારાથી સ્વાગત કર્યું. થોડી જ વારમાં બેઠક શરૂ થશે.

અપડેટ: 6.00 pm

અડવાણી સંસદીય બોર્ડની બેઠકમાં નહીં જાય

અડવાણી પોતાની કારમાં બેસીને સંસદીય બોર્ડની બેઠકમાં જવા માટે રવાના થયા હતા પરંતું તેઓ પરત ફરી ગયા અને હવે તેઓ આ બેઠકમાં હાજરી આપવા આવશે નહીં.

અપડેટ: 5.00 pm

નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા બીજેપી કાર્યાલય પહોંચશે. સુષમા સ્વરાજ પણ કાર્યાલય આવી ગયા. બેઠક શરૂ થતા પહેલા જ બીજેપી કાર્યાલયની બહાર ઉજવણીનો માહોલ.

અપડેટ: 4.35 pm

અડવાણી બેઠકમાં આવશે તેની પર સસ્પેન્સ

બીજેપીની સંસદીય બોર્ડની બેઠક સાંજે સાડા પાંચ વાગ્યે મળવાની છે. ચોતરફથી મોદીના નામને સપોર્ટ મળી રહ્યો છે. એકલા પડી ગયેલા અડવાણી હવે આજે સાંજે બેઠકમાં આવશે કે નહીં તે અંગે સસ્પેન્શ તોળાઇ રહ્યું છે. જોકે રાજનાથ સિંહે અડવાણીને બેઠકમાં હાજરી આપવા માટે આમંત્રણ આપી દીધું છે.

અપડેટઃ 4.00 pm

અડવાણી માને કે ના માને મોદીના નામની જાહેરાત

સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર આરએસએસે બીજેપીના અધ્યક્ષને એવું જણાવ્યું છે કે એલકે અડવાણી નરેન્દ્ર મોદીના નાપ રાજી ના થાય તો તેમને પડતા મૂકવામાં આવે અને નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી દેવામાં આવે. આ ઉપરાંત સંઘે એવું પણ જણાવ્યું છે કે અડવાણીનો વિરોધ કરવામાં ના આવે અને પ્રદર્શન પણ કરવામાં ના આવે. તેમની વિરુદ્ધ કોઇ અપશબ્દ ના બોલાવા જોઇએ.

અપડેટઃ 3.28 pm

નરેન્દ્ર મોદી દિલ્હી જવા રવાના

પોતાના તમામ કાર્યક્રમો રદ કરીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બપોરે ત્રણ વાગ્યે દિલ્હી જવા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. ત્યાંથી તેઓ એક ચાર્ટર્ડમાં બેસીને દિલ્હી પહોંચશે અને સાંજે સંસદીય બોર્ડની બેઠકમાં હાજરી આપશે.

અપડેટઃ 2.36 pm

ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલને ફોન કરીને મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવાની યોજના અંગે જણાવ્યું છે. આ અંગે શિવસેના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું કે, રાજનાથ સિંહે ફોન કરીને ઔપચારિક રીતે ઉદ્ધવ ઠાકરેને મોદીના નામની જાહેરાત અંગે સૂચના આપી છે. તેમણે કહ્યું કે, મોદીને શિવસેનાનું સમર્થન છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, તે પક્ષની સંસદીય બોર્ડના નિર્ણયને માનશે. તેમણે કહ્યું કે, કોઇપણ પ્રકારની નારાજગીની વાત નથી. હું પક્ષના નિર્ણય સાથે છું.

અડવાણી અને સુષમા સ્વરાજની મુલાકાત પૂર્ણ થઇ ગઇ છે. અડવાણીના ઘરેથી જતી વેલા પત્રકારોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં સુષમાએ કહ્યું કે હજુ વાતચીત ચાલું છે. હવે સુષમા સ્વરાજ પક્ષ અધ્યક્ષ રાજનાથ સિંહને મળશે.

આ વચ્ચે એ પણ જાણવા મળ્યું છેકે, દિલ્હી જઇને નરેન્દ્ર મોદી પક્ષના વરિષ્ઠ નેતા એલકે અડવાણી સાથે મુલાકાત કરશે.

અપડેટઃ 1.04 pm

મોદી આજે સાંજે દિલ્હી પહોંચશે

આ વચ્ચે મળતી માહિતી અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દિલ્હી પહોંચશે. તેઓ બપોરે 3 વાગ્યે અમદાવાદથી રવાના થશે. નોંધનીય છે કે આજે સાંજે મોદીને એક કાર્યક્રમમાં હાજરી આપવાની હતી પરંતુ દિલ્હી જવાના કારણે એ કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે.

અપડેટઃ 12.57 pm

મળતી માહિતી અનુસાર, મોદી પર અડવાણી હજુ સુધી માન્યા નથી. ગડકરીને અડવાણીએ પોતાની શરતો જણાવી છે, જે અંગે ગડકરીએ સંઘને અવગત કર્યું છે. બીજી તરફ મોદીના નામની જાહેરાત અંગે મળેલી એક બેઠકમાં રાજનાથ સિંહ મોદીના નામની જાહેરાત પર અડગ છે.

અડવાણી રાજીનામું આપશે તો આ વખતે નહીં મનાવે કોઇ

બીજી તરફ ભાજપના સૂત્રોના હવાલાથી એવા સમાચાર બહાર આવી રહ્યાં છે કે, સંઘ મોદીના નામને લઇને મક્કમ છે, પરંતુ તેને એક ભય એ પણ સતાવી રહ્યો છે કે, જે રીતે મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા બાદ અડવાણીએ રાજીનામું આપી દીધું હતું તેવી જ રીતે ક્યાંક આ વખતે પણ રાજીનામું ના આપી દે. જો કે, ભાજપના સૂત્રોનું કહેવું છે કે, પક્ષ નિર્ણય કરી ચૂક્યો છે કે જો આ વખતે પણ અડવાણી રાજીનામું આપશે તો તેમને મનાવવા માટે કોઇ નહીં જાય.

અપડેટઃ 12.47 pm

પક્ષના વરિષ્ઠ નેતા રવિશંકર અને નીતિન ગડકરી દ્વારા રાજનાથ સિંહ સાથે મુલાકાત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ વિનય સોનકર દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું છે, મોદીના નામની જાહેરાત ઔપચારિકતા માત્ર છે.

અપડેટઃ 12.36 pm

શિવરાજ સિંહ ચૌહાણને દિલ્હી બોલાવવાને લઇને કરવામાં આવેલા ફોન પર એક વિવાદ ચગ્યો છે. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પક્ષ અધ્યક્ષ રાજનાથ સિંહ દ્વારા શિવરાજ સિંહને ફોન કરવામાં આવ્યો હતો અને તેમને દિલ્હી આવવા જણાવ્યું હતું, પરંતુ શિવરાજે દિલ્હી આવવાની ના પાડી દીધી હતી. આ વચ્ચે હવે એવા સમાચાર આવ્યા છે કે, બન્નેએ ફોન પર વાતચીત કરવાનો ઇન્કાર કર્યો છે.

અપડેટઃ 12.34 pm

આ વચ્ચે મળતી માહિતી અુનસાર ગડકરીએ વરિષ્ઠ નેતા અડવાણી સાથે આજે ફરીથી બેઠક કરી હતી, જે પૂર્ણ થઇ ગઇ છે, પરંતુ ગડકરીએ બેઠકમાં શું વાતચીત કરવામાં આવી તે અંગે કંઇ જણાવ્યું નથી. આ બેઠક દોઢ કલાક ચાલી હતી. હવે નીતિન ગડકરી સુષમા સ્વરાજ સાથે બેઠક કરવા પહોંચ્યા છે, આ તકે બલવીર પુંજ પણ સાથે છે.

અપડેટઃ 10.10 am

પક્ષના અન્ય નેતા શાહનવાજ હુસૈને પણ જણાવ્યું છે કે, પક્ષના પીએમ પદના ઉમેદવાર તરીકેનો નિર્ણય લેવાઇ ગયો છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે, ત્યાં સુધી પ્રતિક્ષા કરવા જણાવાયું છે.

આ વચ્ચે એવા સમાચાર પણ છે કે, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને દિલ્હી આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું, પરંતુ તેમણે દિલ્હી આવવાનો ઇન્કાર કરી દીધો છે. નોંધનીય છે કે, ગત કાલ સુધી પક્ષના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ અને મુરલી મનોહર જોશી, મોદીના નામની જાહેરાતથી નાખૂશ હતા, જો કે હવે એવા સમાચાર છે કે, તેઓ માની ગયા છે. બીજી તરફ પક્ષના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી કે જેઓ 13મી સપ્ટેમ્બરે દિલ્હી આવવાના હતા, તેઓ 12મી સપ્ટેમ્બરે રાત્રે જ દિલ્હી આવી ગયા હતા અને તેમણે અડવાણી સાથે બેઠક કરી રહી હતી. સંઘ દ્વારા અડવાણીને મનાવવાની જવાબદારી નીતિન ગડકરીને સોંપી હતી.

બેઠક નક્કી

બેઠક નક્કી

ભાજપમાં ઘમાસાણ ચાલી રહી હતી, તેની વચ્ચે મોદી પર નિર્ણય લેવા માટે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે સંસદીય બોર્ડની બેઠક બોલાવી લીધી છે.

શિવસેના કરશે મોદીના નામને સમર્થન

શિવસેના કરશે મોદીના નામને સમર્થન

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, ગુરુવારે રાત્રે ઉદ્ધવ ઠાકરેની નરેન્દ્ર મોદી સાથે વાત થઇ. અમારી પાર્ટી મોદીના નામને સમર્થન કરશે. નોંધનીય છે કે, નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાત્રે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે તેને શુભેચ્છા પાઠવી અને સમર્થન આપવાની વાત કરી હતી.

સુષમા અને મુરલી મનોહર જોશી પડ્યાં નરમ

સુષમા અને મુરલી મનોહર જોશી પડ્યાં નરમ

હજુ ગઇ કાલ સુધી પક્ષના નિર્ણયથી નારાજ ચાલી રહેલા સુષમા સ્વરાજ અને મુરલી મનોહર જોશી નરમ પડ્યાં હોવાના અહેવાલ છે, અને આ બન્ને નેતા સંસદીય બોર્ડની બેઠકમાં હાજરી આપે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે. સુષમાએ પોતાની અંબાલા યાત્રા રદ કરી છે તો બીજી તરફ મુરલી મનોહર જોશીએ કહ્યું છે કે તે પક્ષના અધ્યક્ષ દ્વારા લેવામાં આવનારા નિર્ણયને માનવા માટે તૈયાર છે.

સુષમાની અંબાલા યાત્રા રદ

સુષમાની અંબાલા યાત્રા રદ

ભાજપની મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી. લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજને અંબાલા જવાનું હતું, જો કે, તેમણે તેમની આ યાત્રાને રદ કરી નાંખી છે.

અડવાણીના ઘરે ગડકરી

અડવાણીના ઘરે ગડકરી

જ્યારે નાગપુરથી દિલ્હી પહોંચેલા નિતીન ગડકરી સીધા અડવાણીના ઘરે ગયા ત્યારે ભાજપમાં કયાસોનું બજાર વધું ગરમ થઇ ગયું. સંઘે અડવાણીને મનાવવાની જવાબદારી ગડકીરને આપી છે. અંદાજે પોણા બે કલાક સુધી અડવાણીના ઘરે બન્ને નેતાઓ વચ્ચે મંથન થતું રહ્યું. આ મુલાકાતમાં શું ચર્ચા કરવામાં આવી તે અંગેનો ખુલાસો હજું સુધી મીડિયા સમક્ષ કરવામાં આવ્યો નથી, પરંતુ એ વાત નક્કી છે કે મોદી માટે અડવાણી પણ દબાણ કરવામાં આવી રહ્યું છે.

રામલાલ-અનંત, રાજનાથને મળ્યા

રામલાલ-અનંત, રાજનાથને મળ્યા

ભાજપમાં એક તરફ અડવાણીને મનાવવાની કવાયદ ચાલી રહી હતી, તો બીજી તરફ રાજનાથ બનાવી રહ્યાં છે સંસદીય બોર્ડની બેઠકની રણનીતિ. પક્ષના બે મહત્વના મહાસચિવો રામલાલ અને અનંત કુમાર સાથે રાત્રે 11 વાગ્યે મંત્રણા થઇ હતી.

જુઓ લાઇવ

ભાજપની સંસદીય બેઠક લાઇવ

English summary
Narendra Modi for PM announcement likely today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more