ઉત્તરાખંડથી 15 હજાર લોકોને નિકાળી લાવી 'મોદી એક્સપ્રેસ'
દેહરાદૂન, 23 જૂન: મધ્યપ્રદેશ, તમિલનાડુ, ઓરિસ્સા સહિત કેટલીક સરકારોએ પોત-પોતાના રાજ્યોના લોકોને સુરક્ષિત પરત લાવવા માટે ટીમો મોકલી છે. દરેક જગ્યાએ રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે કે કેટલા લોકોને પરત લાવવામાં આવી રહ્યાં છે કેટલા લોકો ફસાયેલા છે, પરંતુ તેમછતાં સરકારી ગતિએ કામ ચાલુ છે. એવા સમયે અમદાવાદથી ઉત્તરાખંડ ગયેલી 'મોદી એક્સપ્રેસ' એટલે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા તેમની ટીમે બે દિવસમાં 15 હજાર લોકોને સુરક્ષિત પરત લઇ ગઇ છે.
નરેન્દ્ર મોદી શુક્રવારે રાત્રે ઉત્તરાખંડ પહોંચ્યા હતા. તે એકલાં જ નહી પરંતુ લગભગ 150 લોકોની ટીમ હતી. ટીમમાં પાંચ આઇએએસ, 1 આઇપીએસ, 1 આઇએફએસ અને અન્ય પાંચ અધિકારીઓ સિવાય 50થી વધુ લક્સરી બસો, બે બોઇંગ વિમાન અને 4 હેલિકોપ્ટરના સંચાલક નરેન્દ્ર મોદીની ટીમમાં સામેલ હતા. નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ પહોંચતાં જ દહેરાદુનમાં રાહ જોઇ રહેલા 130 ગુજરાતી યાત્રાળુઓને પોતાના ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમદાવાદ રવાના કરી દિધા. ત્યારબાદ શુક્રવાર-શનિવારની રાત્રે લગભગ 80 ઇનોવા તથા માર્શલ ગાડીઓની વ્યવસ્થા કરવામાં આવી. આ ઉપરાંત 25 લક્સરી બસો તથા બે બોઇંગ વિમાનમાં બેસાડીને લોકોને અમદાવાદ રવાના કરવામાં આવ્યાં હતા. શનિવારે નરેન્દ્ર મોદીની સાથે ગયેલા હેલિકોપ્ટરો વડે દુર્ગમ વિસ્તારોમાંથી લોકોને શોધીને તેમને સુરક્ષિત સ્થળ સુધી પહોંચાડ્યા હતા.

આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડ સરકારને કહ્યું છે કે તે કેદારનાથ ધામના પુનનિર્માણની જવાબદારી લેવા માંગે છે. નરેન્દ્ર મોદીએ આ ધામના નિર્માણ માટે ઉચ્ચ ટેક્નોલોજીના ઉપયોગ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.












Click it and Unblock the Notifications
