નરેન્દ્ર મોદીએ દિલ્હી રેલીમાં શા માટે ઉઠાવ્યા આ મુદ્દા?
નવી દિલ્હી, 30 સપ્ટેમ્બર : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની રવિવારે 29 સપ્ટેમ્બર, 2013ના રોજ યોજવામાં આવેલી રેલી અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઇને મહત્વની રહી છે. પીએમ ઉમેદવાર તરીકેની ઘોષણા બાદ આ મોદીનો વ્યક્તિગત રીતે સૌથી મોટો જાહેર કાર્યક્રમ હતો એમ કહી શકાય. દેશના સત્તા કેન્દ્ર એવા દિલ્હીમાં જ્યાં રાજ્ય અને કેન્દ્ર બંનેમાં કોંગ્રેસની સરકાર છે, તેમણે કોગ્રેસ સામે જ પડકાર ફેંકવાનું સાહસ કર્યું હતું.
આ મહારેલીમાં નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ઉમટી પડેલી લોકોની ભીડ તો નોંધનીય બાબત હતી જ સાથે નરેન્દ્ર મોદીનું ભાષણ પણ નોંધપાત્ર બન્યું હતું. નરેન્દ્ર મોદીની દિલ્હી રેલીમાં નિરીક્ષણ કરીને નોંધવામાં આવેલી મહત્વની બાબતો આ રહી જે આગામી સમયમાં મોટી અસર ઉપજાવી શકે છે...

સત્તાના કેન્દ્રમાંથી જ કેન્દ્રીય સત્તાને પડકાર
સમગ્ર દેશની સત્તાનું કેન્દ્ર બિંદુ જ્યાં આવેલું છે તે દિલ્હીમાં ઉભા રહીને સત્તાધીશોને પડકારવાનું સાહત તેમણે દર્શાવ્યું. આ દ્વારા તેમણે એન્ટિઇન્કમ્બન્સી ફેક્ટરને વધાર મજબૂત બનાવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય બંનેમાં કોંગ્રેસની સરકાર હોવાથી સત્તા વિરોધી વલણ ઉભું કરવું તેમના માટે સરળ થઇ ગયું છે. દિલ્હીમાં ઉભા રહેને તેમણે કેન્દ્ર સરકારને પાડોશી દેશ સાથેના સંબંધો, આતંકવાદી હુમલાઓથી લઇને રેલવે, માળખાકીય સવલતો, વીજળી, ઉડયનથી લઇને મહિલાઓની સુરક્ષા અને કોમનવેલ્થ કૌભાંડ સહિતના મુદ્દાઓ પર ઘેરાવો કર્યો હતો.

કોંગ્રેસની સોટીથી જ વડાપ્રધાન મનમોહન સિંહને ચાબખા
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઉપ પ્રમુખ રાહુલ ગાંધીએ દર્શાવેલા વલણને આગલ લઇને તથા નવાઝ શરીફે મનમોહન માટે ઉચ્ચારેલા શબ્દોનો ઉપયોગ કરીને દેશના વડાપ્રધાન મનમોહન સિંહના વલણ અને તેમની કાર્યશૈલી પર ચાબખા માર્યા હતા.
મોદીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસમાં જ વડાપ્રધાનનું માન સન્માન સાચવવામાં આવે નહીં તો શરીફ પાસેથી તેમના માનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય. જો કે મોદીએ નવી દિલ્હીમાં મહત્વની ગણાતી આમ આદમી પાર્ટી અને તેના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો.

યુપીએના સાથી પક્ષોને ઢમઢોળ્યા
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં માત્ર કોંગ્રેસ નહીં પણ કોંગ્રસની આગેવાનીવાળા ગઠબંધન યુપીએના સાથી પક્ષોને ઢમઢોળ્યા હતા. તેમણે વડાપ્રધાનની જેમ જ સાથી પક્ષો પણ શહેઝાદાના શાસનમાં ચાલવા માંગે છે તેમ કહીને તેમને હચમચાવી દીધા હતા.

આગામી દાયકા માટેનું વિકાસ વિઝન રજૂ કર્યું
હાથમાં આવેલી તકને ઝડપીને નરેન્દ્ર મોદીએ આગામી એક દાયકામા કેવી રીતે સમગ્ર દેશનો વિકાસ સાધી શકાય છે અને 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થાય ત્યારે ક્યાં લાવી શકાય છે તે અંગે પોતાનું વિઝન રજૂ કર્યું હતું. આમ આડકતરી રીતે નરેન્દ્ર મોદી એ સંદેશ વહેતો કર્યો હતો કે તેઓ વડાપ્રધાન બનશે તો કેવી રીતે અને કઇ દિશામાં દેશનો વિકાસ કરશે.

સકારાત્મક રાષ્ટ્રીયતા પર મૂક્યો ભાર
નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહને દેહાતી ઓરત ગણાવીને કરેવા ઉદબોધનને વખોડી કાઢ્યું હતું. તેમણે સકારાત્મક રાષ્ટ્રીયતા પર ભાર મૂકીને ભારતને નેતાઓ આતંકવાદનો મુદ્દો ઉકેલવામાં કેવી રીતે અસફળ બની રહ્યા છે તે અંગે વાત કરીને દેશને જાગૃત બનવા જણાવ્યું હતું.

6
પાર્ટી વિકાસ રેલીમાં મંચ પર આવી રહેલા મોદી

7
ભાજપની રવિવારે દિલ્હીમાં મળેલી સંસદીય બોર્ડની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરતા મોદી

8

9
રેલીના મંચ પર નરેન્દ્ર મોદી

10
ભાજપની રવિવારે દિલ્હીમાં મળેલી સંસદીય બોર્ડની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરતા મોદી

11
રેલીમાં મંચ પર નરેન્દ્ર મોદી

12
નરેન્દ્ર મોદીની દિલ્હી રેલીમાં પાર્ટીના અગ્રણીઓ

13
નીતિન ગડકરી સાથે હળવી પળોમાં નરેન્દ્ર મોદી

14
રેલી માટે દિલ્હી પહોંચેલા નરેન્દ્ર મોદી

15
નરેન્દ્ર મોદીના ભાષણ માટે કરવામા આવેલી ખાસ વ્યવસ્થા પર નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળી રહેલા લોકો

16
રેલીના મંચ પર ભાજપના સાથીઓ સાથે નરેન્દ્ર મોદી

17
રેલી માટેના સ્ટેજને ફાઇનલ ટચ આપી રહેલા મુસ્લિમ કારીગરો
સત્તાના કેન્દ્રમાંથી જ કેન્દ્રીય સત્તાને પડકાર
સમગ્ર દેશની સત્તાનું કેન્દ્ર બિંદુ જ્યાં આવેલું છે તે દિલ્હીમાં ઉભા રહીને સત્તાધીશોને પડકારવાનું સાહત તેમણે દર્શાવ્યું. આ દ્વારા તેમણે એન્ટિઇન્કમ્બન્સી ફેક્ટરને વધાર મજબૂત બનાવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય બંનેમાં કોંગ્રેસની સરકાર હોવાથી સત્તા વિરોધી વલણ ઉભું કરવું તેમના માટે સરળ થઇ ગયું છે. દિલ્હીમાં ઉભા રહેને તેમણે કેન્દ્ર સરકારને પાડોશી દેશ સાથેના સંબંધો, આતંકવાદી હુમલાઓથી લઇને રેલવે, માળખાકીય સવલતો, વીજળી, ઉડયનથી લઇને મહિલાઓની સુરક્ષા અને કોમનવેલ્થ કૌભાંડ સહિતના મુદ્દાઓ પર ઘેરાવો કર્યો હતો.
કોંગ્રેસની સોટીથી જ વડાપ્રધાન મનમોહન સિંહને ચાબખા
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઉપ પ્રમુખ રાહુલ ગાંધીએ દર્શાવેલા વલણને આગલ લઇને તથા નવાઝ શરીફે મનમોહન માટે ઉચ્ચારેલા શબ્દોનો ઉપયોગ કરીને દેશના વડાપ્રધાન મનમોહન સિંહના વલણ અને તેમની કાર્યશૈલી પર ચાબખા માર્યા હતા.
મોદીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસમાં જ વડાપ્રધાનનું માન સન્માન સાચવવામાં આવે નહીં તો શરીફ પાસેથી તેમના માનની અપેક્ષા કેવી રીતે રાખી શકાય. જો કે મોદીએ નવી દિલ્હીમાં મહત્વની ગણાતી આમ આદમી પાર્ટી અને તેના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો.
યુપીએના સાથી પક્ષોને ઢમઢોળ્યા
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં માત્ર કોંગ્રેસ નહીં પણ કોંગ્રસની આગેવાનીવાળા ગઠબંધન યુપીએના સાથી પક્ષોને ઢમઢોળ્યા હતા. તેમણે વડાપ્રધાનની જેમ જ સાથી પક્ષો પણ શહેઝાદાના શાસનમાં ચાલવા માંગે છે તેમ કહીને તેમને હચમચાવી દીધા હતા.
આગામી દાયકા માટેનું વિકાસ વિઝન રજૂ કર્યું
હાથમાં આવેલી તકને ઝડપીને નરેન્દ્ર મોદીએ આગામી એક દાયકામા કેવી રીતે સમગ્ર દેશનો વિકાસ સાધી શકાય છે અને 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પૂરા થાય ત્યારે ક્યાં લાવી શકાય છે તે અંગે પોતાનું વિઝન રજૂ કર્યું હતું. આમ આડકતરી રીતે નરેન્દ્ર મોદી એ સંદેશ વહેતો કર્યો હતો કે તેઓ વડાપ્રધાન બનશે તો કેવી રીતે અને કઇ દિશામાં દેશનો વિકાસ કરશે.
સકારાત્મક રાષ્ટ્રીયતા પર મૂક્યો ભાર
નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ દ્વારા ભારતના વડાપ્રધાન મનમોહન સિંહને દેહાતી ઓરત ગણાવીને કરેવા ઉદબોધનને વખોડી કાઢ્યું હતું. તેમણે સકારાત્મક રાષ્ટ્રીયતા પર ભાર મૂકીને ભારતને નેતાઓ આતંકવાદનો મુદ્દો ઉકેલવામાં કેવી રીતે અસફળ બની રહ્યા છે તે અંગે વાત કરીને દેશને જાગૃત બનવા જણાવ્યું હતું.

Click it and Unblock the Notifications