નરેન્દ્ર મોદીનો અનોખો ભક્ત, તેમના નામ પર લખી દિધી ચાલીસા
મુજફ્ફરનગર, 1 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લહેર દેશમાં છે કે નહી તે અંગેનો નિર્ણય તો લોકસભાની ચુંટણીના પરિણામો કરશે પરંતુ તેમની ભક્તિમાં લોકો અનોખું કરાવાની તક ચૂકતા નથી. મુજફ્ફરનગરમાં તો એક વ્યક્તિએ નરેન્દ્ર મોદી પર ચાલીસાનું વિમોચન કરી દિધું.
તે સવાર-સાંજ ગલીઓમાંથી મોદી ભક્તોને એકઠા કરીને મંદિરના પ્રાંગણમાં બેસીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારને ભગવાન માનીને મોદી ચાલીસાના પાઠ કરાવે છે અને સાથે જ મોદીને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ લે છે.
મુજફ્ફરનગરના નગર કોતવાલી વિસ્તારની એક કોલોનીમાં સોનૂ નામના યુવકે નરેન્દ્ર મોદીમાં પોતાની આસ્થા દર્શાવતા તેમને ભગવાની માનીને 'મોદી ચાલીસા' લખી દિધી છે. સોનૂ રોજ સવાર-સાંજ ઉઠીને નરેન્દ્ર મોદીના ભક્તો સાથે મોદી ચાલીસાનો પાઠ કરાવે છે. સોનૂ અને કેટલાક યુવાનોની સાથે-સાથે મહિલાઓ પણ મોદીની ભક્તિમાં લીન છે. સોનૂનું કહેવું છે કે જ્યારે દેશ સંકટમાં આવે છે ત્યારે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. તે કોઇને કોઇ સ્વરૂપે આવી જાય.

સોનૂનું માનવું છે આજે જે પ્રકારે દેશમાં સંકટ છે-મોંધવારી, ભ્રષ્ટાચાર, આતંકવાદ સામે દેશ ઝઝૂમી રહ્યો છે, એટલા માટે આમે ભગવાનને યાદ કર્યા છે અને તે નરેન્દ્ર મોદીના રૂપમાં આપણી સમક્ષ આવ્યા છે.
સોનૂનું કહેવું છે કે આથી જ અમે મોદીજીની સ્તુતિ અને પ્રાર્થના કરીએ છીએ. તો બીજી તરફ એક મહિલા મોદી ભક્ત સુમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે તો મહિલાઓ પર જે અત્યાચાર થઇ રહ્યાં છે તે થવા નહી દે.
-
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે ભારતમાં સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 7 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IND vs NZ Final: અમદાવાદમાં ફાઈનલ જોવા પહોંચશે PM મોદી? સવા લાખ દર્શકો સાથે વધારશે ટીમનો ઉત્સાહ! -
Petrol Diesel Price: 6 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Delhi Ring Metro: દિલ્હીને મળશે દેશની પ્રથમ રિંગ મેટ્રો, PM મોદી 5 નવા મેટ્રો પ્રોજેક્ટ્સની આપશે ભેટ -
Weather Today: દેશમાં કાળઝાળ ગરમીની શરૂઆત! 12 રાજ્યોમાં લૂનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: આકરી ગરમી માટે રહો તૈયાર, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ








Click it and Unblock the Notifications
