લાલુ અને અશોક ચૌહાણ કોંગ્રેસના ચોકીદાર છે?: મોદી

Google Oneindia Gujarati News

કોડરમા, 2 એપ્રિલઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ઝારખંડના કોડરમા ખાતે ચૂંટણી સભાને સંબોધી હતી, જ્યાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને ખેડૂતોને ભાજપ તરફ આકર્ષિત કરવાના પ્રયાસો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે દેશને જો કોંગ્રેસના શાસનમાંથી મુક્ત કરવો હોય તો ભાજપને 300 કરતા વધુ બેઠકો પર વિજયી બનાવો. આ સાથે જ તેમણે લાલુ પ્રસાદ યાદવ અને અશોક ચૌહાણને લઇને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

આ તકે મોદીએ કહ્યું કે, ભારતના કોસ્ટલ ડિપાર્ટમેન્ટને જેટલી વધું કમાઇ જુમરી તલૈયાએ કરાવી છે, કદાચ કોઇએ કરાવી નથી. કારણ કે જ્યારે રેડિયોનો જમાનો હતો, ગીત સંગીતની ફરમાઇશ થતી, ત્યારે સૌથી વધારે પત્રો અહીંથી આવતા હતા. લોકો ભારતમાં એક નાના નગરને સારી પેઠે જાણતા હશે તો એ છે જુમરી તલૈયા. હું માનું છું કે બે બે પેઢી સુધી જુમરી તલૈયાએ સંગીત-ગીત ફરમાઇશમાં પોતાનું વર્ચસ્વ વધાર્યું. મને ખબર નથી કે અહીંના લોકોને ગીત-સંગીત કેમ આટલું પસંદ છે. અમે નાનપણથી સાંભળતા હતા ત્યારે આ વાતને લઇને જ સાંભળતા આવતા હતા.

જેવી રીતે અહીંની ભૂમિ ચમકે છે, તેવી રીતે અહીંના લોકો પણ ચમકે છે. આપણી ખનીજ સંપત્તિની ચોરી થવા દેવામાં આવી રહી છે. સરકારની ખોટી નીતિઓના કારણે આ સંપત્તિની જેટલી ચિંતા કરવી જોઇએ તેટલી ચિંતા થઇ રહી નથી અને તેના કારણે તે ડૂબી રહી છે. તેની ચિંતા કરવામાં જ્યારે ભારતની વિકાસયાત્રા અંગેનો નિર્ણય એસી રૂમમાં કરવામાં આવતો હોય ત્યારે તે દેશના ગરીબ લોકો સાથે જોડાતો નથી. અહીંનો ખેડૂત ઘણી મહેનત કરે છે. અહીંનો ખેડૂત નવું નવું શીખવા માગે છે.

ભાગીદારી વિકાસનું સૌથી મોટું મંત્ર

ભાગીદારી વિકાસનું સૌથી મોટું મંત્ર

ભાગીદારી વિકાસનું સૌથી મોટું મંત્ર છે, પરંતુ દિલ્હીમાં બેસેલી સરકાર તેના માટે લોકતંત્રનો ઉપયોગ સત્તા હાંસલ કરવા માટે કરે છે. ચૂંટણી પ્રક્રિયા દિલ્હીની સત્તા પર કબજો કરવાનું એક હથિયાર છે. ચૂંટણી જીત્યા પછી ભારતના સવાસો કરોડ ભારતીયોને વિકાસના ભાગીદાર બનાવવાના હોય છે. જો તેમને ભાગીદાર બનાવવામાં આવશે તો દેશ ઘણો આગળ નીકળી જશે.

ખેડૂતોને મજબૂત બનાવવા જોઇએ

ખેડૂતોને મજબૂત બનાવવા જોઇએ

લાલ બહાદૂર શાસ્ત્રી એવા નેતા હતા કે જેમણે લોકોના વિશ્વાસ અને ભરોસા પર દેશ ચલાવ્યો હતો. દેશ અનાજ સંકટ સામે લડી રહ્યો હતો ત્યારે શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનું સૂત્ર આપ્યું હતું. ખેડૂતોનું આહવાન કર્યું હતું કે મહેનત કરીને દેશમાં અન્નના ભંડાર ભરી દઇએ અને ખેડૂતોએ અન્નના ભંડાર ભરી દીધા હતા. ત્યારે ખેડૂતોને મજબૂત બનાવવા જોઇએ પરંતુ કેન્દ્ર સરકારને એ વિચાર જ નથી આવતો.

તો આ દેશ નવી ઉંચાઇએ પહોંચી શકે છે

તો આ દેશ નવી ઉંચાઇએ પહોંચી શકે છે

દેશના ઘણા ખેડૂતો એવા છે કે રાજ્ય અને દેશમાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ હોય છે. તેની પાછળ કોઇનું કોઇની સાથે તાલમેલ નથી. જો આ તાલમેલ કરવામાં આવે તો પણ આ દેશ નવી ઉંચાઇને પાર કરી શકે છે. નવી નીતિઓને પાર કરી શકે છે.

કેન્દ્ર સરકાર આ મૂળભૂત વાતને સમજતી નથી

કેન્દ્ર સરકાર આ મૂળભૂત વાતને સમજતી નથી

આપણો ખેડૂત અનાજ પેદા કરે છે, કારણ કે ગરીબોનું પેટ ભરી શકે છે. પરંતુ આ દિલ્હીની સરકાર ભારતના ખેડૂતોએ જે અનાજ પેદા કર્યું છે, તેને સાચવતું નથી, તે સડે છે, તેને રાખવા માટે ગોડાઉન નથી. દિલ્હીની સરકાર ખેડૂતો દ્વારા પેદા કરવામાં આવતા અનાજને સાચવવા માટે કોઇ સુવિધા ઉભી કરી રહી નથી. એક તરફ ખેડૂત મહેનત કરીને અનાજ પેદા કરે છે બીજી તરફ સરકાર કોઇ એફર્ટ દર્શાવી રહી નથી, જેના કારણે ગરીબ ભુખ્યો રહે છે. આપણે ખેડૂતને સમૃદ્ધ બનાવવા અંગે વિચારીએ છીએ પરંતુ દિલ્હીની સરકાર વિચારતી નથી. શા માટે તેઓ આ મૂળભૂત વાતને સમજતા નથી.

આ સરકારને હટાવવાની જરૂર છે

આ સરકારને હટાવવાની જરૂર છે

સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનાજ સ્ટોરેજ નહીં હોવાના કારણે સડવાં જેવું થઇ રહ્યું છે તે સડે તે પૂર્વે ગરીબોને વેંચી દેવામાં આવે તેમ કહ્યું હોવા છતાં પણ યુપીએ સરકારે એ વાત માની નહોતી. તેમણે સુપ્રીમ કોર્ટની વાતની અનદેખી કરી હતી. તેમણે ગરીબોને અનાજ આપવાના બદલે દારૂ બનાવવાવાળાઓને સસ્તાં ભાવમાં અનેજ વેંચી દીધું હતું. આપણે કેવી રીતે આવી સરકારને સહન કરીએ તેને હટાવવાની જરૂર છે.

ગરીબોનો અવાજ સાંભળનારું કોઇ હોવું જોઇએ

ગરીબોનો અવાજ સાંભળનારું કોઇ હોવું જોઇએ

મોદીએ કહ્યું કે, મુદ્દો એ નથી કે કેન્દ્રમાં ભાજપની સરકાર બને કે વડાપ્રધાન તરીકે મોદી બને. કેન્દ્રમાં જે સરકાર બને તે ગરીબોનો અવાજ સાંભળે તેવી હોવી જોઇએ અને ગરીબો માટે કંઇક કરે તેવી હોવી જોઇએ. શા માટે યુવાનોએ પોતાના ઘરબાર છોડીને નોકરીની શોધમાં નીકળવું પડે છે. અમે એ બદલવા માગીએ છીએ અને યુવાનોને રોજગારી આપવા માગીએ છીએ.

300 કરતા વધું કમળ ભાજપની જોળીમાં મુકો

300 કરતા વધું કમળ ભાજપની જોળીમાં મુકો

શું કોંગ્રેસે એ વાત ના કહેવી જોઇએ કે તેઓ કેવા પ્રકારના લોકોને પોતાના સહયોગી બનાવવા માગે છે. શું તમે એ લોકો પર વિશ્વાસ કરશો, કે જે જેલ જઇને આવ્યા છે. શું કોગ્રેસના ચોકીદાર અશોક ચૌહાણ અને લાલુજી હશે. શું રાષ્ટ્ર સુરક્ષિત રહેશે. જો રાષ્ટ્ર કોંગ્રેસના શાસનમાંથી મુક્ત થવા માગે છે તો ભાજપને દેશવાસીઓ પાસેથી 300 કરતા વધુ કમળ જોઇએ છે.

English summary
Narendra Modi's rally in Koderma, Jharkhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X