For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એવું તો શું કરી દિધું મોદીએ કે બની ગયા ઉદાહરણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર: બુધવારે નરેન્દ્ર મોદીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો. પોતાની માતાની હાથે બનાવેલા લાડવા ખાઇને અને 5001 રૂપિયાની ભેટ લઇને તેમના જન્મદિવસની ઉજવણી થઇ ગઇ. નરેન્દ્ર મોદીની માતાએ તેમણે જે 5001 રૂપિયા આપ્યા છે તે પણ તેમણે જમ્મૂ-કાશ્મીરના પૂર પીડિતોને દાન કરી દિધા છે.

નરેન્દ્ર મોદીથી અલગ આપણા દેશના કેટલાક નેતા એવા પણ છે જેમણે હંમેશા પોતાના જન્મદિવસને એક સમારોહથી ઓછા અંદાજમાં સેલિબ્રેટ કર્યો છે. માયાવતીથી માંડીને સોનિયા ગાંધી સુધી દરેકનો પ્રયત્ન રહ્યો કે તેમનો જન્મદિવસ ખાસ હોય. તેને ખાસ બનાવવાના ચક્કરમાં ટેક્સપેયર્સના પૈસા પાણીના માફક વહાવવામાં આવે છે.

એવામાં આ વાતમાં કોઇ શક નથી કે ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીએ તે બધા નેતાઓની સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું છે જે મોટાભાગે પોતાના જન્મદિવસના અવસર પર પોતાની પાસે ઉપલબ્ધ તાકાતનો ફાયદો ઉઠાવવાનું ચૂકતા નથી.

એક નજર કરીએ તે ખાસ નેતાઓ પર જેમણે પોતાના જન્મદિવસના અવસર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં જરાપણ હિચકિચાટ કર્યો નહી.

 2003માં ખર્ચ કરવામાં આવ્યા લગભગ 10 કરોડ રૂપિયા

2003માં ખર્ચ કરવામાં આવ્યા લગભગ 10 કરોડ રૂપિયા

ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીએ વર્ષ 2003માં જ્યારે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો તો કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા. લખનઉના લા માર્ટિનયર કોલેજના મેદાનમાં તેમના બથડે સેલિબ્રેશનમાં 3,000 મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા સાથે જ 60 ટન ફૂલોની સાથે સજાવટ કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે તેમના જન્મદિવસ પર લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.

 દરેક રાજ્યમાં થાય છે જશ્ન

દરેક રાજ્યમાં થાય છે જશ્ન

કોંગ્રેસ અધ્યક્ષતા સોનિયા ગાંધી જરૂર પોતાનો જન્મદિવસ ઉજવવાના પક્ષ ન હોય પરંતુ તેમના જન્મદિવસના અવસર પર દરેક રાજ્યમાં હાજરી કોંગ્રેસ એકમ દ્વારા વિશાળ જશ્નનું આયોજન થાય છે. આ આયોજનો પર કરોડો રૂપિયા પણ ખર્ચ કરવામાં આવે છે.

 કાપી સંસદના આકારની કેક

કાપી સંસદના આકારની કેક

તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાએ ભલે પોતાના જન્મદિવસ પર કોઇ મોટો સમારોહ ન કરવાની અપીલ કરી હોય, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે તેમનો જન્મદિવસ સમારોહ થયો તો તેમના સમર્થકોએ સંસદના આકારની કેક કાપી. તેના પર જયલલિતાએ કંઇપણ કહ્યું નહી અને તેમને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

 લેસર શો અને 3ડી એનીમેશનથી શણગારાઇ સાંજ

લેસર શો અને 3ડી એનીમેશનથી શણગારાઇ સાંજ

ડીએમકે પ્રમુખ કરૂણાનિધિએ વર્ષ 2007માં જ્યારે પોતાનો 84મો જન્મદિવસ ઉજવ્યો હતો તો તેમની ખૂબ ચર્ચા હતી. આ દરમિયાન એક ખાસ લેસર શો અને 3ડી એનીમેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના પર લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવે છે કે તેમણે પોતાના જન્મદિવસ પર એકવખત સોનાની ચેન ભેટમાં આપી હતી.

માતાના નિધનના લીધે ઉજવ્યો નહી જન્મદિવસ

માતાના નિધનના લીધે ઉજવ્યો નહી જન્મદિવસ

વર્ષ 2011માં મમતા બેનર્જીએ વિધાનસભા ચૂંટણીમાં એક વિશાળ જીત પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ બધાને આશા હતી કે તે જાન્યુઆરીમાં પોતાનો જન્મદિવસ એક ખાસ અંદાજમાં ઉજવશે. પરંતુ તેમની માતાનું નિધન થઇ ગયું અને તે તેમનો જન્મદિવસ ઉજવી ન શકી. પરંતુ આ પહેલાં તે પોતાની પાર્ટીના સભ્યોની સાથે મોટાભાગે પોતાનો જન્મદિવસ ખૂબ ખાસ રીતે ઉજવે છે.

English summary
Narendra Modi celebrates birth day with a close and private meeting with his mother in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X