ભાજપની આજે ચૂંટણી સમિતિની બેઠક, મોદી વડોદરાથી લડી શકે છે ચૂંટણી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 માર્ચ: લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારની પાંચમી યાદી બુધવારે જાહેર થશે. આ યાદીમાં પાર્ટીના દિગ્ગ્જ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિત તમામ મોટા નેતાઓના નામ પર ફેંસલો થઇ શકે છે. ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની લાલકૃષ્ણ અડવાણી ઉપરાંત પૂર્વ આર્મી ચીફ વીકે સિંહની ઉમેદવારી પર મોહર લગાવી શકે છે. નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્યથી પણ ચૂંટણી લડશે કે નહી, બુધવારે આ અંગે ફેંસલો સંભવ છે. કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં વડોદરાથી ચૂંટણી લડી શકે છે.

જો કે ગુજરાતની રાજ્ય સમિતિએ 26 નામો પર અંતિમ ભલામણ પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિને મોકલી છે. તેમાં ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણીના નામ અને ગુજરાતની એક સીટ પરથી નરેન્દ્ર મોદીને ચૂંટણી લડવા માટેનો પ્રસ્તાવ છે. ગત લોકસભાની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણી સહિત ત્રણ સાંસદોની ઉમેદવારી યથાવત રાખવામાં આવી છે. 26 માંથી 23 ઉમેદવારો બદલી દેવામાં આવ્યા હતા.

narendra-modi

ઉત્તર પ્રદેશની 53 સીટો પર ભાજપના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે. પરંતુ સાથે જ એવી ચર્ચા-વિચારણા પણ શરૂ થઇ ગઇ છે સાત-આઠ સીટો પર ઉમેદવાર થોડા નબળા પડી ગયા છે. તેમાં અલીગઢ, બિજનૌર, મૈનપુરી, ઉન્નાવ વગેરે સીટોનો સમાવેશ થાય છે. આ નબળી સીટો પર નરેન્દ્ર મોદીની રેલી કરાવવાની યોજના અત્યારથી તૈયાર કરવામાં આવી રહી છે.

English summary
The suspense over the seats from where BJP's veteran LK Advani and the party's prime ministerial candidate Narendra Modi will contest is likely to be over on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X