For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામદેવના મંચ પરથી સાંભળવા મળશે 'નમો મંત્ર'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

હરિદ્રાર, 26 એપ્રિલ: યોગગુરૂ બાબા રામદેવ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે એક મંચ પર જોવા મળશે. નરેન્દ્ર મોદી આજે પતંજલિ યોગ પીઠમાં બાબા રામદેવના શિક્ષણ સંસ્થાન આચાર્યકુલમનું ઉદઘાટન કરશે. આચાર્યકુલમમાં વિદ્યાર્થીઓને વૈદિક અને આધુનિક બંને પ્રકારનું શિક્ષણ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ સમારોહમાં નરેન્દ્ર મોદી સહિત કેટલાક વિશેષ મહેમાનો અને દેશના કેટલાક મહાન સંતો પણ સામેલ થાય તેવી સંભાવના છે.

માનવામાં આવે છે કે આચાર્યકુલમના મંચ પરથી બાબા રામદેવ નરેન્દ્ર મોદીનું રાજતિલક કરશે અને દેશના આગામી વડાપ્રધાનના રૂપમાં નરેન્દ્ર મોદીની દાવેદારીને મજબૂત કરશે. નરેન્દ્ર મોદીના પ્રવચન માટે પતંજલિ યોગપીઠમાં એક ભવ્ય મંડપ બનાવવામાં આવ્યો છે જેમાં લગભગ 50 હજાર લોકોને બેસવાની અને 1 લાખ લોકોને ઉભા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ramdev-modi

દેવભૂમિમાં નરેન્દ્ર મોદીની આવવાની આહટથી રાજકીય વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે. બાબા રામદેવના પતંજલિ યોગપીઠમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદીની આ યાત્રા બિનરાજકીય છે, પરંતુ તેને રાજકીય બાબત માનવામાં આવી રહી છે. કોંગ્રેસ સાથે છત્રીસનો આંકડો થયા પહેલાં એટલો મે-જૂન 2011 સુધી બાબા રામદેવની પતંજલિ યોગપીઠમાં ભાજપ જ નહી પરંતુ દરેક રાજકીય દળોના મોટા નેતાઓની આવન-જાવન સામાન્ય વાત ગણવામાં આવતી હતી.

નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય રાજકારણમાં એન્ટ્રી માર્યા બાદ તે નક્કી થઇ ગયું કે નરેન્દ્ર મોદી ચૂંટણીમાં ભાજપ માટે મહત્વની ભૂમિકા ભજવશે. બાબા રામદેવના કાર્યક્રમમાં સંત સમાજથી રૂબરૂ થવા માટે નરેન્દ્ર મોદીનું હરિદ્રાર આવવું તેને રાજકારણનો એક ભાગ માનવામાં આવે છે. ભાજપમાં પોતાની મહત્વની ભૂમિકા સુનિશ્વિત કરવા માટે નરેન્દ્ર માટે જરૂરી છે કે તે સંત સમાજના પણ આર્શિવાદ હોય. નરેન્દ્ર મોદીની બાબા રામદેવ સાથેની જુગલબંધી બાદ આ વાતની સંભાવના નબળી પડી છે કે બાબા રામદેવ આગામી લોકસભાની ચૂંટણી પહેલાં પોતાના રાજકીય પક્ષની રચના કરે.

English summary
Gujarat Chief Minister Narendra Modi will on Friday inaugurate Yoga guru Baba Ramdev's Acharyakulam School in Haridwar in presence of influential spiritual leaders like Morari Bapu and Rameshji Oza.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X