મોદીએ કરી 'પ્રધાનમંત્રી જન ધન યોજના'ની શરૂઆત
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'પ્રધાનમંત્રી જન ધન યોજના' લોંચ કરશે. પ્રધાનમંત્રી જન ધન યોજનાને સફળ બનાવવા માટે સરકારે તેના હેઠળ આપવામાં આવેલા વીમા કવરને વધારીને બે લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ શરત એટલી છે કે યોજના શરૂ થતાંના 100 દિવસમાં બેંક એકાઉન્ટ ખોલાવવું પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બધાને બેકિંગ સાથે જોડવાની આ યોજના આજથી શરૂ થઇ રહી છે. તેનો ઉદ્દેશ્ય બેકિંગ અને નાણાંકીય સેવાઓને શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં ઘર-ઘર સુધી પહોંચાડવાનો છે. દિલ્હીમાં નરેન્દ્ર મોદી આ યોજના લોંચ કરશે, પરંતુ આ ઉપરાંત દેશભરમાં 76 અલગ-અલગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ રાજ્યોની રાજધાની તથા અન્ય મોટા શહેરોમાં આયોજિત કરવામાં આવશે. પબ્લિક સેક્ટર બેંક દેશ્ભરમાં લગભગ 60 હજાર કેંપ લગાવશે. આ યોજનાના શુભારંભના અવસર પર કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રીઓ અને રાજ્યના મુખ્યમંત્રીને ભાગ લેવા માટે કહેવામાં આવ્યું છે.
નાણા મંત્રાલાયે એક નિવેદનમાં કહ્યું હતું કે ''બુધવારના દિવસે લગભગ એક કરોડ બેંક ખાતા ખુલવાનું અનુમાન છે. આ શિબિર સફળ સાબિત થશે, કારણ કે નવા ખાતાધારકો પાસે આવશ્યક સૂચનાઓ પ્રાપ્ત કરવા માટે શરૂઆતી શિબિરોનું આયોજન પહેલાં જ કરવામાં આવી ચૂક્યું છે.''
નિવેદન અનુસાર ''પ્રથમ પગલાં અનુસાર દરેક ખાતાધારકને એક ડેબિટ કાર્ડ અને એક લાખ રૂપિયાનો અકસ્માત વિમા કવર આપવામાં આવશે. આગળ જઇને તેમને વીમા કવર અને પેંશન ઉત્પાદોના દાયરામાં લાવવામાં આવશે.''
પ્રધાનમંત્રીએ બધા બેંક અધિકારીઓને લગભગ 7.25 લાખ ઇ-મેલ મોકલ્યા હતા. આ યોજના નાણાંકીય સમાવેશ પર એક રાષ્ટ્રીય મિશન છે, જેનો ઉદ્દેશ્ય દેશમાં બધા પરિવારોને બેકિંગ સુવિધાઓ પુરી પાડવા અને દરેક પરિવારનું એક બેંક એકાઉન્ટ ખોલવાનું છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 7.5 કરોડ પરિવારોને કવર કરવામાં આવે તેનું અનુમાન છે.
નાણા મંત્રાલયે કહ્યું ''એક બેંક એકાઉન્ટ ખુલ્યા બાદ દરેક પરિવારને બેકિંગ અને લોનની સુવિધાઓ સુલભ થઇ જશે. તેનાથી તેમને શાહુકારોની જાળમાં નિકળવા, ઇમરજન્સી જરૂરિયાતોના લીધે ઉત્પન્ન થનાર નાણાકીય સંકટોથી પોતાને દૂર રાખવા અને વિવિધ નાણાંકીય લાભોની તક મળશે.''

પ્રધાનમંત્રી જન ધન યોજનાની મુખ્ય વાતો
આ મિશન બે તબક્કામાં લાગૂ થશે.

પ્રધાનમંત્રી જન ધન યોજનાની મુખ્ય વાતો
પ્રથમ ચરણ 15 ઓગષ્ટ 2014 થી 14 ઓગષ્ટ 2015 સુધી હશે.

પ્રધાનમંત્રી જન ધન યોજનાની મુખ્ય વાતો
આખા દેશમાં બધા પરિવારોને યોગ્ય અંતરે કોઇ બેંકની શાખા અથવા નક્કી કરેલા પોઇન્ટ બિઝનેસ કોરસપોંડેટના માધ્યમથી બેકિંગ સુવિધાઓની વૈશ્વિક પહોંચ પુરી પાડવાનું છે.

પ્રધાનમંત્રી જન ધન યોજનાની મુખ્ય વાતો
ડેબિટ કાર્ડની સાથે ઓછામાં ઓછું એક મૂળ બેંકિંગ ખાતું ઉપલબ્ધ કરાવવું.

પ્રધાનમંત્રી જન ધન યોજનાની મુખ્ય વાતો
બધા પરિવારોને એક લાખ રૂપિયાનું અકસ્માત વિમા કવર.

પ્રધાનમંત્રી જન ધન યોજનાની મુખ્ય વાતો
બીજો તબક્કો 15 ઓગષ્ટ 2015 થી ઓગષ્ટ 2018 સુધી હશે.

પ્રધાનમંત્રી જન ધન યોજનાની મુખ્ય વાતો
લોકોને માઇક્રો-વીમા ઉપલબ્ધ કરાવવો.

પ્રધાનમંત્રી જન ધન યોજનાની મુખ્ય વાતો
બિઝનેસ કોરસપોંડેટ (બીસી)ના માધ્યમથી સ્વાલંબન જેવી બિન-સંગઠિત ક્ષેત્ર પેંશન યોજનાઓ શરૂ કરવી.

પ્રધાનમંત્રી જન ધન યોજનાની મુખ્ય વાતો
શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રોને કવર કરવામાં આવશે.

7.5 કરોડ પરિવારોના એકાઉન્ટ ખોલવામાં આવશે
નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણમાં આ મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાને સરકાર મિશનના રૂપમાં આગળ વધારશે. તેના હેઠળ ઓગષ્ટ 2018 સુધી 7.5 કરોડ પરિવારોને બે બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવશે.

બે લાખ રૂપિયાનો વીમો
આ યોજનાની વિશતાઓમાં આધારકાર્ડ આધિકારિક એકાઉન્ટમાં 5,000 રૂપિયા ઓવરડ્રાફ્ટ સુવિધા, ડેબિટ કાર્ડ જેના હેઠળ હવે બે લાખ રૂપિયાનો અકસ્માત વીમા કવર તથા એકાઉન્ટ હોલ્ડર તથા બેંક વચ્ચે અંતિમ સંપર્કની ભૂમિકા ભજવનાર બિઝનેસ કોરસ્પેંડેટને ન્યૂનતમ માસિક 5,000 રૂપિયાનો પગાર સામેલ છે. આ નવી યોજના પૂર્વવર્તી યુપીએ સરકારના નાણાકીય સમાવેશી કાર્યક્રમનો સુધાર રૂપ છે.

શું કહે છે વિશેષજ્ઞો
કેટલાક વિશેષજ્ઞોનું કહેવું છે કે પહેલાની યોજનામાં પરિવારો તથા શહેરી નાણાંકીય સમાવેશી પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત તેમાં જટિલ પોતાના ગ્રાહકને જાણે ઔપચારિકતા હતી. જેથી ખાતા ખોલવામાં સમસ્યા ઉભી થઇ.












Click it and Unblock the Notifications
