માધોપુરમાં આજે મોદીની રેલી, મિશન-2014નો કરશે શંખનાદ

પઠાણકોટ, 23 જૂન: ભાજપાની રાષ્ટ્રીય ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે લોકસભા ચૂંટણી 2014નો શંખનાદ કરશે. તે 23 જૂનના રોજ માધોપુર આવશે જ્યાં એકતા સ્થળ પર યોજાનારી સંકલ્પ રેલીમાં ભાગ લેશે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર આયોજીત આ કાર્યક્રમમાં નરેન્દ મોદી વિશેષ હાજરી આપશે.

રેલીમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ શનિવારે સાંજે જ પોતાના ખાનગી હેલિકોપ્ટરથી શાહપુરકંડી આરએસડી પહોંચી ગયા છે. નરેન્દ્ર મોદી રવિવાર લગભગ છ કલાક સુધી પઠાણકોટમાં રોકાશે. તે સવારે 11 વાગે લગભગ પઠાણકોટ એરપોર્ટ પર ઉતરશે અને તેમનું વિમાન સાંજે પાંચ વાગે દિલ્હી માટે ઉડાણ ભરશે.

narendra-modi

રેલીમાં ભાગ લેવા જોડાઇ રહેલી ભારે ભીડને ધ્યાનમાં રાખતાં રવિવારે માધોપુરના બધા રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યાં છે. આ રૂટ બદલ બદલવામાં આવતાં તેની સીધી અસર વેપાર પર વર્તાઇ રહી છે. આ રેલીની સુરક્ષાની જવાબદારી સાત જિલ્લાને પોલીસને સોંપવામાં આવી છે. રેલીમાં વિશાળ જનસમૂદાયની ઉપસ્થિતીને ધ્યાનમાં રાખતાં વિશાળ વોટરપ્રુફ મંડળ બનાવવામાં આવ્યો છે. સ્ટેજ પણ વાતાનુકૂલિત બનાવવામાં આવ્યું છે. રેલીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરાનો સહારો લેવામાં આવ્યો છે. આ રેલી જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના 60મા શહિદ દિને આયોજીત કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X