બધા પક્ષોના સંસદીય નેતાઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાત કરશે પીએમ મોદી
રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલે રાજકીય પાર્ટીઓના સંસદીય નેતાઓ સાથે વાત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલે રાજકીય પાર્ટીઓના સંસદીય નેતાઓ સાથે વાત કરશે. આઠ એપ્રિલના રોજ સવારે 11 વાગે આ મીટિંગ થશે. જે રાજકીય દળોના રાજ્યસભા અને લોકસભામાં પાંચથી વધુ સાંસદ છે, એ પાર્ટીઓના નેતાઓને આ વીડિયો કૉન્ફરન્સિંગમાં બોલાવવામાં આવશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યુ છે કે બેઠકમાં કોરોના વાયરસ મુદ્દે વાત કરવામાં આવશે.

હાલમાં જ પ્રધાનમંત્રીએ દેશના મુખ્યમંત્રીઓ સાથે મીટિંગ કરી હતી. આ વાતચીત પણ વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થઈ હતી. આમાં મુખ્યમંત્રીઓ અને પીએમે કોરોના સામે લડવા માટે તૈયારીની વાતચીત કરી હતી. હવે પીએમ ફ્લોરલીડર્સ સાથે વાત કરશે.
આખી દુનિયા અત્યારે કોરોના વાયરસના કારણે ભારે મુશ્કેલીઓ સામે લડી રહી છે. ભારતમાં પણ આ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ભારતમાં આ વાયરસના સંક્રમણના સંખ્યા 2902 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી મહામારીથી 68 લોકોના મોત થઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ છે કે શુક્રવારથી શનિવાર સુધી 24 કલાકમાં કોરોનાના 601 નવા કેસ સામે આવ્યા છે. આ 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. કોરોના કારણે દેશમાં 21 દિવસનુ લૉકડાઉન લાગેલુ છે આ લૉકડાઉનનો આજે 11મો દિવસ છે.
દુનિયાભરની વાત કરીએ તો આ વાયરસના કારણે 60 હજારથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના અલગ અલગ દેશોમાં આ વાયરસથી હજારો મોત થયા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા 11 લાખ સુધી પહોંચી ગઈ છે. અમેરિકા, ઈંગ્લેન્ડ, સ્પેન, ફ્રાંસ, ઈટલી, જાપાન, ચીન, ઈરાન જેવા દેશોમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે.












Click it and Unblock the Notifications
