મોદીના 'હુંકાર' બાદ બદલાય જશે બિહારની રાજનીતિ: ભાજપા
પટણા, 24 ઓક્ટોબર: ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલના દિવસોમાં નીતિશ કુમારના સપનાઓમાં છવાયેલા છે. મોદી આ મહિનાના અંતમાં 27 ઓક્ટોબરના રોજ પટણામાં વિશાળ રેલીમાં હુંકાર ભરવા જઇ રહ્યા છે. મોદીની હુંકારની ગુંજ અત્યારથી જ નીતિશ કુમારની ઊંઘ ઉડાવી રહી છે.
નીતિશ મોદીના કટ્ટર વિરોધી રહ્યા છે. મોદીના કારણે જ નીતિશ કુમારે પોતાના નુકસાન અંગે વિચાર કર્યા વગર જ એનડીએ સાથેનો પોતાનો છેડો ફાડી લીધો. અને હવે નરેન્દ્ર મોદી તેમના જ ગઢમાં આવીને તેમની પોલ ખલવાના છે. આવામાં નીતિશ કુમારના હૃદયના ધબકારા વધી ગયા છે. મોદીની લોકપ્રિયતા તેમનાથી પણ છૂપાયેલી નથી.
ભાજપાનો તો દાવો છે કે મોદીની હુંકાર રેલી બિહારના રાજકરણ સમીકરણોને બદલી નાખશે. ભાજપાએ દાવો કર્યો કે પટણાના ગાંધી મેદાનમાં યોજાનારી 'હુંકાર રેલી'થી બિહારની રાજનીતિમાં પરિવર્તન આવી જશે. પટણામાં પત્રકારો સાથે ચર્ચા કરતા ભાજપાના વરિષ્ઠ નેતા અને પાર્ટીના પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે પટણાના ગાંધી મેદાનમાં ભાજપાના વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીમાં એટલા લોકો એકત્રિત થશે જેટલા અહીં અત્યાર સુધી યોજાયેલ રેલીઓમાં એકત્રિત નહીં થયા હોય.
તેમણે જણાવ્યું કે મોદીની તમામ રેલિયોમાં ભારે ભીડ એકત્રિત થઇ રહી છે. તેમણે જણાવ્યું કે રેલી બાદ બિહારની રાજનીતિમાં ભારે પરિવર્તન જોવા મળશે. કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા રાજસ્થાનમાં આપવામાં આવેલા ભાવાત્મક ભાષણના વિષયમાં પૂછાતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસની પાસે હવે એ મુદ્દા સિવાય અન્ય કોઇ મુદ્દો બચ્યો નથી. તેમની પાસે સરકારની ઉપલબ્ધિ બતાવવા સિવાય કઇ છે જ નહીં, આ કારણે તેઓ ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની વાત કર્યા કરે છે.પ્રસાદમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ નિશાનો સાધતા જણાવ્યું કે નીતિશ જાણે છે કે જનાદેશની સાથે વિશ્વાસઘાત કરવાના કારણે તેમની સામે લોકોમાં ગુસ્સો છે. આ કારણ છે કે તેઓ હવે રાજ્યના અન્ય પ્રદેશોની મુલાકાતે જતા નથી.