નરેન્દ્ર મોદીના PM પદના ઉમેદવાર મુદ્દે બિહારમાં ખળભળાટ

nitish-kumar-modi
નવી દિલ્હી, 19 ડિસેમ્બર: વર્ષ 2014માં યોજાનારી લોકસભાની ચુંટણીમાં રાજગના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ આવતાંની સાથે બિહારમાં ખળભળાય મચી ગયો છે અને સત્તારૂઢ ગઢબંધનમાં ભાજપ અને જદયૂ વચ્ચે જોરદાર વાણીયુદ્ધ છેડાયું હતું.

આ દરમિયાન વિપક્ષે પણ પ્રહારો કરવાની તક છોડી ન હતી. મુખ્યમંત્રી નિતિશ કુમારે જૂનમાં એક અંગ્રેજી સમાચારપત્રને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 2014માં લોકસભાની ચુંટણીમાં ધર્મનિરપેક્ષ છાપવાળા અને બધાને સ્વિકાર્ય હોય તેવા વ્યક્તિને રાજગના ઉમેદવાર બનાવવાની વાત કહીને જદયૂ અને ભાજપમાં ઘમાસણ મચ્યું છે.

આ ઘમાસનની અસર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સાથે સમર્થન સહિત કેટલાક અન્ય પરિપ્રેક્ષ્યમાં પ્રદેશમાં રાજગની એકજૂટતાને પણ જોવામાં આવી હતી. ગઠબંધના વલણથી હટીને રાષ્ટ્રપતિની ચુંટણીમાં પ્રણવ મુખર્જીને જદયૂ દ્રારા સમર્થન, વિશેષ રાજ્યના દરજ્જા માટે જદયૂની અધિકાર રેલી, મોંધવારીના વિરોધમાં ભાજપની રેલી પણ જોવા મળી હતી.

વર્ષ 2011ની તુલનામાં આ વર્ષે વિપક્ષ વધારે સક્રિય રહ્યાં છે અને તેમને અદાલત ઘાટ કેસમાં 18 લોકોના મોત, મનરેગા ગોટાળા, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય યોજના હેઠળ મહિલાઓના ગર્ભાશય નિકાળવાના ગોટાળા, રણવીર સેનાના પ્રમુખ બ્રહ્મેશ્વર સરપંચ હત્યાકાંડ જેવા મુદ્દાઓને ઉપાડી રાજ્ય સરકારને ઘેરાવો કરવાના પ્રયત્નો કર્યા હતા.

મુખ્ય વિપક્ષી દળ રાજદ, કોંગ્રેસ અને લોજપાએ નિતિશ સરકારની નિષ્ફળતાઓ, ભષ્ટ્રાચાર અને કાયદા વ્યવસ્થાના મુદ્દે રાજ્ય સરકારને ઘેરાવાના પ્રયત્નો કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X