નર્મદા પરિક્રમા શરૂ થતા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં, દવાઓ સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાઈ
સમગ્ર ભારતવર્ષમાં એક માત્ર નર્મદા મૈયાની પરિક્રમા થાય છે. તેમાં પણ ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમાનું વિશેષ મહત્વ છે. જે નર્મદા જિલ્લામાંથી નર્મદા મૈયા ઉત્તર દિશા તરફ વહેતી હોવાથી ઉત્તરવાહિની નર્મદાની પરિક્રમા થાય છે. તેમાં સામેલ થવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. આજે રવિવારે નર્મદા મૈયાની પરિક્રમા અર્થે વધુ શ્રદ્ધાળુઓ આવતાં તેમને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધારાની જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

શાંતિપૂર્ણ માહોલમાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને આજે રેંગણ ઘાટ ખાતે વધુ ૧૫ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે શ્રદ્ધાળુઓને ઓઆરએસના વિતરણ સાથે વધુ પડતો તડકો હોવાથી જરૂરીરિયાત વાળા શ્રદ્ધાળુઓને જરૂરી પ્રાથમિક ઉપચાર કરવામાં આવ્યો હતો. તિલકવાડા આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર ખડેપગે રહી કામગીરી કરી રહી છે.
આજે નાંદોદ પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, નાંદોદ અને તિલકવાડા મામલતદાર, બંને તરફ આરોગ્ય વિભાગની ટીમો, ૧૦૮ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રોની એમ્બ્યુલન્સ વાન સહિત અન્ય અધિકારી-કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક શ્રદ્ધાળુઓની સુવિધાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે.
માત્ર એટલું જ નહીં પણ શ્રદ્ધાળુઓ માટે ઓઆરએસ વિતરણ સાથે જરૂરી એનાઉન્સમેન્ટ માટે માઈક, શ્રદ્ધાળુઓને છાંયડો મળી રહે તે માટે મંડપની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરિક્રમા રૂટ પર ઠેર-ઠેર પોલીસના જવાનો શ્રદ્ધાળુઓને મદદરૂપ થઈ રહ્યા છે. હાલમાં પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
