Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્હીમાં આજે થશે 72 ટકા મતદાન: સર્વે

નવી દિલ્હી, 7 જાન્યુઆરી: આજે દિલ્હીમાં 70 બેઠકો માટે વોટિંગ કરવામાં આવી રહ્યું છે, જેના માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આજે દિલ્હીની જનતા નક્કી કરશે કે દિલ્હીની રાજગાદી પર કોણ બેસશે.

એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે આજે દિલ્હીમાં પહેલા કરતા વધારે વોટિંગ થવાનું છે. એસોચેમ સર્વેમાં તો કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં આજે 72 ટકા વોટિંગ થશે, જો એવું થશે તો 2013ની ચૂંટણીનો રેકોર્ડ તોડશે.

આપને જણાવી દઇએ કે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણ અનુસાર, ડિસેમ્બર 2013માં થયેલા વિધાનસભા ચૂંટણીની તુલનામાં આ વખતે પાંચ ટકાનો જ વધારો થઇ શકે છે. એવું એટલા માટે કારણ કે લોકો અત્રે સ્થિર સરકાર ઇચ્છે છે, નહીં કે ગઇ વખતની જેમ ત્રિશંકુ.

kiranbedi-kejriwal-maken
દિલ્હીવાસીઓ આ વખતે સ્થાયી સરકાર ઇચ્છે છે
નોંધનીય છે કે વર્ષ 2013ના વિધાનસભા ચૂંટણીમાં માત્ર 66 ટકા વોટ પડ્યા હતા, જેમાંથી 31 બેઠક ભાજપને, 28 બેઠક આમ આદમી પાર્ટીને અને 8 બેઠક કોંગ્રેસને મળી હતી. ત્યારબાદ ત્રિશંકુ વિધાનસભાની વચ્ચે આપે કોંગ્રેસને સમર્થનથી સરકાર બનાવી હતી, પરંતુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 14 ફેબ્રુઆરી, 2014ના રોજ દિલ્હી જન લોકપાલ વિધેયક પાસ નહી કરાવી શકવાના કારણે પોતાના પદથી રાજીનામુ આપી દીધું હતું, ત્યારબાદ 17 ફેબ્રુઆરીના રોજ અત્રે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું હતું.

એટલા માટે આ વખતની જનતા પહેલા કરતા વધારે જાગૃત છે, સર્વેમાં આ વાત સામે આવી છે કે ચૂંટણીમાં ઉત્તરી, પૂર્વી તથા પશ્ચિમી દિલ્હીના મતદાતા પોતાના મતાધિકારના ઉપયોગ માટે ખૂબ જ ઉત્સાહિત છે, તેઓ વધારેમાં વધારે વોટિંગ કરવા ઇચ્છે છે જેથી દિલ્હીમાં સ્થાઇ સરકાર બની શકે.

આપને જણાવી દઇએ કે સર્વેક્ષણ દિલ્હીની તમામ 70 બેઠકો પર કરવામાં આવ્યું, જેમાં લગભગ 7,000 મતદાતાઓએ ભાગ લીધો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X