For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News In Breif of July 25: યુપીના સીતાપુરમાં દુર્ધટનાગ્રસ્ત થયું IAF હેલિકોપ્ટર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

25 જુલાઇ: અમે તમારા માટે એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. જ્યાં તમને રાષ્ટ્રીય કક્ષાએ બનતી ઘટનાઓના સમાચાર તથા બ્રેકિંગ ન્યૂઝ વિશે એક જ જગ્યાએ માહિતી મળી રહેશે. જેથી તમારા સમયનો બચાવ થશે અને એક જ જગ્યાએ આંતરરાષ્ટ્રીય સમાચારો મળી રહેશે. બસ માત્ર સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશે માહિતી મેળવતા રહો.

આજના આંતરરાષ્ટ્રીય સમાચારો પર નજર કરીએ તો... સિવિલ સેવા પરીક્ષાની પેટર્નમાં ફેરફાર માટે ચાલી રહેલા આંદોલન દરમિયાન ગુરૂવારે સંઘ લોક સેવા આયોગે 24 ઓગષ્ટના રોજ પ્રસ્તાવિત પરીક્ષા માટે એડમિટ કાર્ડ રજૂ કર્યું છે. તેથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગુરૂવારે સાંજે મુખર્જી નગરની આસપાસના વિસ્તારમાં હિંસક પ્રદર્શન કર્યું. તો બીજી તરફ નેતાઓ વિરૂદ્ધ દાખલ આપરાધિક કેસો પર ચૂકાદામાં થનાર મોડા પર ચિંતા વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રિય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદને કહ્યું કે તે એક એવું માળખું તૈયાર કરે જેથી એ નક્કી થાય કે આ કેસનોની સુનવણી અને તેના પર ચૂકાદાની પ્રક્રિયાને કયા પ્રકારે ઝડપી બનાવી શકાય.

યુપીના સીતાપુરમાં દુર્ધટનાગ્રસ્ત થયું IAF હેલિકોપ્ટર

યુપીના સીતાપુરમાં દુર્ધટનાગ્રસ્ત થયું IAF હેલિકોપ્ટર

સીતાપુર: ઉત્તર પ્રદેશના સીતાપુરમાં અટરિયા વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર દુર્ધટનાગ્રસ્ત થયું છે. મળતી માહિતી મુજબ ઉડાણ પોતાની ચરમ સીમા પર હતી અચનાક સંતુલન બગડતાં ધરાશય થયું હતું.

અત્યારે ઉતાવળમાં બચાવકાર્યની તૈયારી શરૂ કરવામાં આવી છે. ઘટનાનું કારણ તપાસ બાદ જ સામે આવવાની સંભાવના છે. વસ્તીવાળા વિસ્તારની પાસે દુર્ધટનાનો શિકાર થયેલા આ હેલિકોપ્ટર ઉત્તરની તરફ જઇ રહ્યું હતું. અચાનક સંતુલન બગડતા તે હેલિકોપ્ટર જોત જોતાં દુર્ધટનાનો શિકાર થઇ ગયું.

UPSC પરીક્ષા વિવાદ: વિદ્યાર્થીઓનું પ્રદર્શન યથાવત, મોદીને મળ્યા જિતેન્દ્ર સિંહ

UPSC પરીક્ષા વિવાદ: વિદ્યાર્થીઓનું પ્રદર્શન યથાવત, મોદીને મળ્યા જિતેન્દ્ર સિંહ

નવી દિલ્હી: સિવિલ સેવા પરીક્ષાની પેટર્નમાં ફેરફારને લઇને અનિશ્વિતતા વચ્ચે સંઘ સેવા આયોગ (યુપીએસસી) દ્વારા 24 ઓગષ્ટના રોજ યોજાનારી પ્રારંભિક પરીક્ષા માટે ઉમેદવારોના પ્રવેશપત્ર ફાળવવાના વિરોધમાં સિવિલ સેવા ઉમેદવારોએ સીસેટના વિરોધમાં ગુરૂવારે રાત્રે જોરદાર હંગામો કર્યો. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની પોલીસ સાથે હાથાપાઇ થઇ.

મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલુ છે અને તે વિરોધસ્વરૂપ સંસદ ભવન તરફ મોરચો કાઢવા નિકળી પડ્યા. આ દરમિયાન વિદ્યાર્થીઓની માર્ચને અટકાવી લીધી છે. બીજી તરફ યુપીએસસી પરીક્ષા વિવાદને લઇને આજે સંસદના બંને સદનોમાં હંગામો થયો છે. વિદ્યાર્થી યુપીએસસીની દ્વારા પરીક્ષા માટે એડમિટ કાર્ડ મોકલવામાં આવતાં નારાજ છે.

દિલ્હી:ક્લબમાંથી પરત ફરી રહેલી પરણિત મહિલા સાથે ગેંગરેપ

દિલ્હી:ક્લબમાંથી પરત ફરી રહેલી પરણિત મહિલા સાથે ગેંગરેપ

નવી દિલ્હી: દિલ્હી દ્વારકા વિસ્તારમાં મોડી રાત્રે 23 વર્ષીય પરણિતા સાથે કથિતરીતે બંદૂક બતાવીને ચાલું ગાડીમાં ત્રણ લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો અને તેને લૂંટી લીધી.પોલીસના અનુસાર પીડિતા ગુડગાંવના એક ક્લબમાં ગઇ હતી અને ઘરે પરત ફરવા માટે લિફ્ટ મળવાની રાહ જોઇ રહી હતી. ચાર અજાણ્યા વ્યક્તિઓએ કાર રોકીને તેને લિફ્ટ આપવાની ઓફર કરી અને તે કારમાં બેસી ગઇ. ત્યાર કારમાં બંદૂક બતાવીને ચારમાંથી ત્રણ વ્યક્તિઓએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો અને તેના 5000 રૂપિયા લૂંટી લીધા.

દિલ્હીમાં UPSC વિદ્યાર્થીઓનો હંગામો, પોલીસવાન સહિત ઘણી ગાડીઓને ચાંપી આગ

દિલ્હીમાં UPSC વિદ્યાર્થીઓનો હંગામો, પોલીસવાન સહિત ઘણી ગાડીઓને ચાંપી આગ

નવી દિલ્હી: સિવિલ સેવા પરીક્ષાની પેટર્નમાં ફેરફાર માટે ચાલી રહેલા આંદોલન દરમિયાન ગુરૂવારે સંઘ લોક સેવા આયોગે 24 ઓગષ્ટના રોજ પ્રસ્તાવિત પરીક્ષા માટે એડમિટ કાર્ડ રજૂ કર્યું છે. તેથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગુરૂવારે સાંજે મુખર્જી નગરની આસપાસના વિસ્તારમાં હિંસક પ્રદર્શન કર્યું. સરકારે પરીક્ષા સ્થગિત કરવા અને પેટર્નમાં ફેરફારના આશ્વાસન છતાં એડમિટ કાર્ડની ફાળવતી થતાં ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસ વાન અને એક બસ ફૂંકી અને જોરદાર પથ્થરમારો કર્યો.

વિદ્યાર્થી પર કાબૂ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો અને અશ્રૂ ગેસના ગોળા છોડ્યા. પોલીસે લગભગ બે ડઝનોની ધરપકડ કરી. તેમાં ઘણા પોલીસકર્મી ઘાયલ થયા છે.

રાજસ્થાનના રણમાં છુપાયેલો હતો કિંમતી 'ખજાનો'

રાજસ્થાનના રણમાં છુપાયેલો હતો કિંમતી 'ખજાનો'

નવી દિલ્હી: તેલ અને કુદરતી ગેસ સંશોધન અને ખાણકામ ક્ષેત્રની પ્રમુખ કંપની કેયર્ન ઇન્ડિયાએ રાજસ્થાનના થાર રણમાં તેલ અને ગેસના નવા ભંડારોની શોધ કરી છે, જેથી અહીંનો અનુમાનિત ભંડાર 4.6 અરબ બેરલથી વધીને સાત અરબ બેરલ થઇ ગયો છે.

કંપની અધ્યક્ષ નવીન અગ્રવાલે વાર્ષિક બેઠકમાં જણાવ્યું હતું કે ભારત અને ચીન દુનિયાના સૌથી મોટા તેલ આયાતક દેશ છે જ્યારે અમેરિકા આયાતિત તેલ પર પોતાની નિર્ભરતા ઓછી કરતી જાય છે. એવામાં સરકાર દ્વારા સરળ નીતિઓ, ટેક્સ તથા નાણાંકીય પ્રાવધાનોમાં સ્પષ્ટતા લઇને ઘરેલૂ તેલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવે તો તેલ આયાત પર નિર્ભરતા ઓછી થઇ શકે છે.

બંગાળમાં 7 વર્ષની બાળકી સાથે ગેંગરેપ બાદ હત્યા

બંગાળમાં 7 વર્ષની બાળકી સાથે ગેંગરેપ બાદ હત્યા

કલકત્તા: પશ્વિમ બંગાળમાં 7 વર્ષની બાળકી સાથે ગેંગરેપ બાદ તેની હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘટના પૂર્વી મિદનાપુર જિલ્લાના રાજનગર ગામમાં થઇ. ગામવાળાઓએ આ ઘટનામાં સંદિગ્ધ તાંત્રિક અને તેના બે સાથીઓની જોરદાર ધોલાઇ કરી. તાંત્રિકનું ગુરૂવારે હોસ્પિટલમાં મોત નિપજ્યું, જ્યારે બાકી બંને સાથીઓની હાલત ગંભીર છે. સૂત્રોના જણાવ્ય અનુસાર આ તાંત્રિકનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું. ઘટના બાદ ગામમાં તણાવભર્યો માહોલ છે. તેને ધ્યાનમાં રાખતા રમખાણ વિરોધી પોલીસની તૈનાતી કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદીએ દાગી નેતાઓ વિરૂદ્ધ કેસોના ઝડપી નિવારણ માટે આપ્યા આદેશ

નરેન્દ્ર મોદીએ દાગી નેતાઓ વિરૂદ્ધ કેસોના ઝડપી નિવારણ માટે આપ્યા આદેશ

નવી દિલ્હી: નેતાઓ વિરૂદ્ધ દાખલ આપરાધિક કેસો પર ચૂકાદામાં થનાર મોડા પર ચિંતા વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રિય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદને કહ્યું કે તે એક એવું માળખું તૈયાર કરે જેથી એ નક્કી થાય કે આ કેસનોની સુનવણી અને તેના પર ચૂકાદાની પ્રક્રિયાને કયા પ્રકારે ઝડપી બનાવી શકાય.

રોજા રોટી વિવાદ પર આજે રાજ્યસભામાં જવાબ આપશે સરકાર

રોજા રોટી વિવાદ પર આજે રાજ્યસભામાં જવાબ આપશે સરકાર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગઇકાલે રાજ્યસભામાં કહ્યું હતું કે તે શુક્રવારે સદનમાં તે વિવાદિત ઘટનાના તથ્ય રજૂ કરશે, જેમાં શિવસેનાના એક સાંસદ પર મહારાષ્ટ્ર સદનના એક મુસ્લિમ કર્મચારી સાથે બળજબરીપૂર્વક રોજા ખોલાવવાના પ્રયત્નનો આરોપ છે. સરકાર આજે રાજ્યસભામાં પોતાની વાત રાખશે.સંસદના ઉચ્ચ સદનમાં ગુરૂવારે કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી પાર્ટીના સભ્યોએ ઉભા થઇને સરકારને ઘટના વિશે સ્પષ્ટીકરણ માંગવાનું શરૂ કરી દિધું.

બૉલીવુડના દિગ્ગજોને બંગાળ બોલાવવા માંગે છે મમતા બેનર્જી

બૉલીવુડના દિગ્ગજોને બંગાળ બોલાવવા માંગે છે મમતા બેનર્જી

નવી દિલ્હી: પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે કહ્યું કે તે ઇચ્છે છે કે બૉલીવુડ પોતાની નજર રાજ્ય પર નાખે કારણ કે આ રાજ્ય બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન અને પૂર્વોત્તર રાજ્યોનો પ્રવેશદ્વાર છે.

મમતા બેનર્જીએ બંગાળી ફિલ્મ ઉદ્યોગના અભિનેતાઓ અને ટેક્નિશિયનોને ''મહાનાયક ઉત્તમ કુમાર સન્માન'થી સન્માનિત કરતાં કહ્યું, 'અમે ઇચ્છીએ છે કે મુંબઇ અહીં આવે, બંગાળ પૂર્વોત્તર, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશનો પ્રવેશદ્વાર છે. બંગાળ 'વિશ્વ બંગાળ' તરીકે પરિવર્તિત થશે.

English summary
Amid uncertainty over the change in pattern of civil services examination, Union Public Service Commission (UPSC) today started issuing admit cards to the aspirants for the preliminary exam scheduled to be held on August 24.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X