પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને વધતી મોંઘવારી સામે કોંગ્રેસનુ આજે દેશવ્યાપી પ્રદર્શન

જે રીતે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને મોંઘવારી સતત વધી રહી છે તે સામે કોંગ્રેસ આજે દેશભરમાં પ્રદર્શન કરશે.

નવી દિલ્લીઃ જે રીતે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને મોંઘવારી સતત વધી રહી છે તે સામે કોંગ્રેસ આજે દેશભરમાં પ્રદર્શન કરશે. કોંગ્રેસના બધા સાંસદો આજે સવારે 9 વાગ્યાથી વિજય ચોક પર મોંઘવારી સામે પ્રદર્શન કરશે. આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પણ શામેલ થઈ શકે છે. નોંધનીય વાત એ છે કે રાહુલ ગાંધીએ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ.

congress

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ હતુ કે રોજ તેમનુ એક જ કામ છે, પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધારુ, પેટ્રોલ-ડીઝલ-ગેસના રેટ કેટલા વધારુ, લોકોની ખર્ચે પે ચર્ચા કેવી રીતે અટકાવુ, યુવાનોને રોજગારના ખોખલા સપના કેવી રીતે બતાવુ, આજે કઈ સરકારી કંપનીને વેચુ, ખેડૂતોને વધુ લાચાર કેવી રીતે બનાવુ.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં 9 દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 9 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5.60 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ દિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે જ્યારે ડીઝલના ભાવ 92.27 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. તમને જણાવી દઈએ ક પેટ્રોલ-ડીઝલના ભાવ રેકૉર્ડ 137 દિવસ સુધી સ્થિર હતા પરંતુ 22 માર્ચ પછી તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ જ નહિ પરંતુ પીએનજી ગેસના ભાવમાં પણ 33 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં 27 ટકાનો વધારો થયો છે. જ્યારે અમદાવાદમાં 9.6 રૂપિયાનો વધારો થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X