ક્રિસમસ પર વિવાદ કરનારની આંખો નીકાળી દઇશું : સિદ્ધુ

Posted By:
Subscribe to Oneindia News

પંજાબ સરકારના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ ક્રિસમસને લઇને વિરોધ કરનાર લોકો માટે મોટું નિવેદન આપ્યું છે. સિદ્ધુ કહ્યું કે ક્રિસમસ ડે પર વિવાદ કરનારને આંખો નીકાળી દઇશું. ગુરુવારે નવજોત સિંહ સિદ્ધૂએ એકદમ ધમકીના સ્વરમાં કહ્યું કે પંજાબમાં જો ક્રિસમસ પર કોઇએ બબાલ કરી તો તેની આંખો નીકાળી દઇશું. તમને જણાવી દઇએ કે કેટલાક હિંદૂવાદી સંગઠનોએ ક્રિસમસનો વિરોધ કર્યો હતો. જે પછી ક્રિસમસને લઇને સુરક્ષા કારણો સામે આવતા સિદ્ધુએ આ મોટું નિવેદન આપ્યું હતું. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર મુજબ અમૃતસરમાં રાજ્ય સરકાર દ્વારા એક ક્રિસમસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇસાઇ સમુદાયને સંબોધિત કરતા સિદ્ધુએ કહ્યું કે જો કોઇ તમને નીચે પાડે છે, તો અમે તેની આંખો નીકાળી દઇશું. ગત વર્ષે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા અને તે પછી પંજાબ સરકારના કેબિનેટ મંત્રી બનેલા નવજોત સિંહ સિદ્ધૂએ કહ્યું કે તહેવારના દખલ કરનારને છૂટ નહીં આપવામાં આવે.

siddhu

જલંધર સ્થિત રોમન કેથલિક ચર્ચના નેતૃત્વ કરનાર બિશપ ફ્રાંકો મુજબ દેશમાં અનેક ભાગમાં ખ્રિસ્તીઓને ક્રિસમસની ઉજવણી નથી કરવા દેતા. જે અમારા માળખાગત માનવઅધિકારોનું ઉલ્લંધન છે. દરેક માણસને તેનો તહેવાર ઉજવવાની છૂટ છે. તેમણે કહ્યું કે નવાઇની વાત તો એ છે કે કેટલાક લોકો ક્રિસમસને મુદ્દો બનાવીને સામે રાખી રહ્યા છે. જો કે તેમણે કહ્યું કે પંજાબમાં ખ્રિસ્તીઓને તેમનો તહેવાર મનાવાની પૂરી છૂટ આપવામાં આવી છે તે સારી વાત છે. અને અમને અહીં કોઇ રીતની મુશ્કેલી નથી. વધુમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે પંજાબમાં તમામ સમુદાયોએ શાંતિપૂર્ણ રીતે એકબીજા સાથે રહી રહ્યા છે. અને દરેક વ્યક્તિને કોઇ પણ ધર્મનો પ્રચાર કે તેના ઉત્સવ મનાવાની છૂટ છે.

English summary
Navjot Singh Sidhu warned on Thursday that anyone “staring down” Christians in Punjab would have their eyes gouged out.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.