For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પટિયાલા જેલમાં નવજોત સિંહ સિદ્ધુની તબીયત લથડી, થઇ ગયા બેહોશ

પટીયાલા સેન્ટ્રલ જેલમાં બંધ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ રવિવારના રોજ બેહોશ થઇ ગયા હતા. તેઓ બપોરે બેહોશ થઇ ગયા હતા, જે બાદ તેમને જેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

પટીયાલા સેન્ટ્રલ જેલમાં બંધ પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ રવિવારના રોજ બેહોશ થઇ ગયા હતા. તેઓ બપોરે બેહોશ થઇ ગયા હતા, જે બાદ તેમને જેલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ રાબિંદરા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નવજોત સિંહ સિદ્ધુનું બ્લડ પ્રેશર ઘટી ગયું હતું, એટલા માટે તેઓ બેહોશ થઇને નીચે પડી ગયા હતા.

Navjot Singh Sidhu

જે બાદ જેલ બેરેકની બહાર ઉભેલા કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. બીજી તરફ નવજોત સિંહ સિદ્ધુએ લુધિયાણામાં પ્રોડક્શનને લઈને કોર્ટમાં અરજી દાખલ કરીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવાની માગ કરી છે. તેમણે પત્રમાં ટાંક્યું છે કે, સિદ્ધુ મુસેવાલા હત્યા કેસ અને કોર્ટમાં બોમ્બ વિસ્ફોટની ઘટનાઓને કારણે તેમને પોતાને પણ જીવનું જોખમ છે.

વિરોધીઓ તેમને નુકસાન પહોંચાડવા માટે કંઈ પણ કરી શકે છે, તેથી તેમને વીસી દ્વારા રજૂઆત કરવી જોઈએ. આ વાતની પુષ્ટિ કરતા

જેલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, સિદ્ધુ બેભાન હતા, જેમને સારવાર આપવામાં આવી હતી. હાલમાં જેલને હજૂ સુધી વીસી મારફત રજૂઆત કરવાની સૂચના મળી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જુલાઈ મહિનામાં નવજોત સિદ્ધુનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. સિદ્ધુએ જણાવ્યું હતું કે, તેમને ઉઠવા અને બેસવામાં મુશ્કેલ થઈ રહ્યું છે. સિદ્ધુના વજનના કારણે તે આ સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. આ બિમારીના કારણે નવજોત સિંહ સિદ્ધુનું સેન્ટ્રલ જેલમાં ખાસ ડૉક્ટરને બોલાવીને ચેકઅપ કરવામાં આવ્યું હતું અને તેમને દવા આપવામાં આવી હતી. સિદ્ધુને ડૉક્ટર્સે વજન ઘટાડવા માટે જણાવ્યું હતું. આ સિવાય નવજોત સિંહ સિદ્ધુએ પોતાની બેરેકમાં લગાવેલા ટોયલેટની અંગ્રેજી સીટની ઊંચાઈ અંગે પણ ફરિયાદ કરી હતી.

English summary
Navjot Singh Sidhu's health deteriorated in Patiala jail, he became unconscious
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X