For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેવી સેક્સ કાંડના દોષિતો સામે કાર્યવાહી કરાશે : એ કે એન્થની

|
Google Oneindia Gujarati News

a-k-antony
નવી દિલ્હી, 15 મે : ભારતીય નૌસેનામાં વધુ એક સેક્સ કૌભાંડ બહાર આવતા રક્ષા મંત્રી એક ેક એન્ટનીએ કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે આ મામલે જે પણ દોષિતો હશે તેમને માફ કરવામાં આવશે નહીં. એન્ટનીએ બુધવારે એમ પણ જણાવ્યું કે નેવી સેક્સ સ્કેન્ડલની તપાસનીા આદેશ આપવામાં આવી ચૂક્યા છે. દોષિતો સામે કડક પગલાં ભરવામાં આવશે. અત્યારે તપાસ રિપોર્ટ આવે તેની રાહ જોવામાં આવી રહી છે.

એન્ટનીએ પત્રકારોને જણાવ્યું કે ફરિયાદ જેવી મારી પાસે આવી કે તરત જ મેં તેમાં તપાસના આદેશ આપી દીધા હતા. જ્યારે ફરિયાદ આવી ત્યારે અમે તપાસ ચલાવી. અમે આ કેસને દબવા નહીં દઇએ એથી તમે હજી થોડી રાહ જુઓ. તપાસ પૂરી થઇ જતા પહેલા અમે કોઇ નિર્ણય પર પહોંચી શકીએ તેમ નથી. જો આ સમગ્ર પ્રકરણમાં કોઇ દોષિત હશે તો અમે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરીશું. હાલના તબક્કે અમે કોઇ નિર્ણય પર પહોંચી શકીએ તેવી સ્થિતિમાં નથી.

નેવીમાં વધુ એક સેક્સ સ્કેંડલનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વરિષ્ઠ અધિકારીની પત્નીએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો છે કે તે પોતાના સહયોગી સાથે ''યૌન ક્રિયા' માટે દબાણ બનાવે છે. આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રક્ષા મંત્રીએ કમાંડરોના સંમેલનમાં નેવીના ઉચ્ચ અધિકારીઓને કહ્યું કે આ પ્રકારના કેસ પ્રકાશમાં આવતાં તેમાં સંલિપ્ત અધિકારીઓ વિરૂદ્ધ યથાસંભવ કડક કાર્યવાહી કરવામાં આવે.

એ કે એંટની સાથે મુલાકાત બાદ મહિલાએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે 'રક્ષા મંત્રીએ ઘણો સહયોગ કર્યો છે અને અમને કહ્યું છે કે મારી અને મારા માતા - પિતાની ફરિયાદ પર તેમને મારા વિરૂદ્ધ વિભાગીય તપાસના આદેશ આપ્યા છે. તેમને આરોપ લગાવ્યો છે કે તેમના લેફ્ટિનેંટ કમાંડર પતિ ''પોતાના સહયોગીઓ સાથે યૌન ક્રિયા કરવા અને દારૂ પીવા માટે દબાણ બનાવે છે. તે કરવાડમાં નૌસૈનિક પોત સમારકામ યાર્ડમાં તૈનાત છે.

મહિલાએ જણાવ્યું હતું કે આ પ્રકરણ બાદ તે પોતાની માતાના ઘરે જતી રહી છે. તેને પોતાના પતિ પર માનસિક તથા શારીરિક ત્રાસનો આરોપ લગાવ્યો છે. તેની લગ્ન ગત વર્ષે ફેબ્રુઆરીમાં અધિકારી સાથે થયા હતા. મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ ધમકી આપી હતી કે જો તેના કૃત્યોનો ખુલાસો બીજા કોઇ સમક્ષ કર્યો તો તે મારી પ્રતિભાને સામાજિક રૂપથી ખરાબ કરવા માટે તે નગ્ન ફોટા ઇન્ટરનેટ પર મુકી દેશે. અધિકારીનો પક્ષ જાણવા માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો. નૌસૈનિકોના સંમેલનને સંબોધિત કરતાં એ કે એંટનીએ નેવીને કહ્યું હતું કે ''અયોગ્ય વર્તન''માં સંલિપ્ત અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે.

English summary
Navy sex scandal responsible will be crackdown : AK Antony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X