કોંગ્રેસ પર હુમલો નથી, લોકતંત્ર પર હુમલો છે: રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યું હતું કે હું હોસ્પિટલમાં વીસી શુક્લા અને અન્ય ઘાયલો સાથે મુલાકાત કરી હતી. તેમને કહ્યું હતું વડાપ્રધાન મંત્રી મનમોહન સિંહ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આજે સવારે પીડિતોની મુલાકાત લેશે. ગઇકાલે થયેલા નક્સલી હુમલામાં વરિષ્ઠ કોંગ્રેસ નેતા મહેન્દ્ર કર્માનું મોત નિપજ્યું હતું અને પૂર્વ કેન્દ્રિય મંત્રી વિદ્યાચરણ શુક્લ તથા અન્ય 19 લોકો ઘાયલ થયા છે.
જ્યારે નક્સલીઓ છત્તીસગઢના બસ્તર જિલ્લામાં જગદલપુર નજીક દરબા ઘાટીના ઘોર જંગલોમાં કોંગ્રેસ નેતાઓને ટાર્ગેટ બનાવી હુમલો કર્યો હતો જેમાં પૂર્વ કેન્દ્રિય મંત્રી વિદ્યાચરણ શુક્લ અને અન્ય લોકો ગઇકાલે તે સમયે ઘાયલ થયા હતા. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની સંબંધિત એક પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ રાજકારણ રમવાનો સમય નથી. આ દુખદ ઘટના છે અને અમે બધા એકસાથે ઉભા રહીશું. ઇજાગ્રસ્તોને અહીંના રામકૃષ્ણ કેયર હોસ્પિટલમાં સારવાર ચાલું છે.












Click it and Unblock the Notifications
