છત્તીસગઢમાં કોંગ્રેસ ધારાસભ્ય પર નક્સલી હુમલો, 5 રાઉન્ડ ફાયરિંગ કરાયું
દેશમાં ફરી એક વખત નક્સલી સક્રિય થયા છે. સમાચારો અનુસાર, છત્તીસગઢમાં કોંગ્રેસના ધારાસભ્ય પર નક્સલી હુમલો થયો હોવાના અહેવાલ છે. આ ઘટનામાં નક્સલીઓ દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયુ છે.
છત્તીસગઢની બીજાપુર સીટથી કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માંડવીના કાફલા પર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે તે ગંગાલુર હાટ માર્કેટમાં સભા યોજીને કોંગ્રેસ કાર્યાલય પરત ફરી રહ્યા હતા.

ધારાસભ્યના કાફલામાં જિલ્લા પંચાયત સદસ્ય પાર્વતી કશ્યપનું વાહન પણ સામેલ હતું. તેમના વાહનને પણ નુકસાન થયુ છે.
આ સિવાય બીજાપુરમાં નક્સલવાદીઓ સાથે જોડાયેલી બીજી ઘટના પણ સામે આવી છે. આ ઘટનામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક નક્સલી માર્યો ગયો છે અને 2 ની ધરપકડ કરવામાં આવી છે.
માર્યા ગયેલા નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે. ધરપકડ કરાયેલા નક્સલીઓ પાસેથી વાંધાજનક સામગ્રી મળી આવી છે.
એન્કાઉન્ટરની ઘટના અંગે બીજાપુર પોલીસે જણાવ્યું કે, આ એન્કાઉન્ટર નારાયણપુરના છોટેડોંગર પોલીસ સ્ટેશનના રાજપુર ગામમાં થયું હતું. અહીં નક્સલવાદીઓ દ્વારા IED લગાવવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. જે બાદ ડીઆરજી અને બીડીએસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
સર્ચ દરમિયાન લગભગ 5 કિલો વજનનો IED મળી આવ્યો હતો, જેને સુરક્ષાના ધોરણોને અનુસરીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તમામ સૈનિકો સુરક્ષિત છે. વિસ્તારમાં શોધખોળ ચાલુ છે.












Click it and Unblock the Notifications
